આજે ભારતના ઉપરાષ્ટ્રપતિ કરતારપુર કોરીડોરની આધારશીલા મુકવાના છે. આ દરમ્યાન મુખ્યમંત્રી અરમીનદર સિંહ, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને હરસિમરત કૌર બાદલ પણ હાજર રહેવાના છે.
કોરીડોરની આધારશીલા મુક્યા પહેલા જ આ કાર્યની ક્રેડીટ લેવા માટે હરીફાઈ ચાલુ થઇ ગઈ છે.
Harsimrat Kaur Badal had called Navjot Sidhu a 'qaum ka gaddar', now she herself is going to Pakistan, with what face will she go? Akali Dal had not taken up #KartarpurCorridor issue even once when they were in power: Sukhwinder Singh Randhawa, Punjab Minister pic.twitter.com/JW9GNhNMpq
— ANI (@ANI) November 26, 2018
પંજાબ સરકારના મંત્રી એસએસ રંધાવાએ કરતારપુરમાં પાયો નાખ્યા પહેલા ત્યાં લાગેલી શીલાપટ પર કાળી ટેપ લગાવી દીધી છે.રંધાવાએ આ કાળી ટેપ પંજાબના મુખ્યમંત્રી અમરીન્દર સિંહ અને પંજાબના અન્ય મંત્રીઓના નામ પર લગાવી છે.
Punjab Minister SS Randhawa puts black tape on his,CM&other Punjab ministers' names on foundation stone.Says 'I did this in protest against Parkash&Sukhbir Badal's names on stone. Why is their name here? They are not part of executive, its not BJP-Akali event' #KartarpurCorridor pic.twitter.com/SoLhVIPWxI
— ANI (@ANI) November 26, 2018
તેમનું કહેવું છે કે આ શીલા પર પ્રકાશ સિંહ બાદલ અને સુરબીર સિંહ બાદલનું નામ કેમ છે ? તેઓ આ કાર્યક્રમનો ભાગ નથી અને આ કોઈ ભાજપ-અકાલીનો પ્રોગ્રામ નથી.
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે નવજોત સિદ્ધુના પાકિસ્તાન જવા પર હરસીમરત કૌરે તેને ગદ્દાર કહ્યા હતા અને હવે તે પોતે પાકિસ્તાન જઈ રહી છે. તે ક્યાં મોઢે પાકિસ્તાન જશે ?
અકાલી દળ સત્તામાં રહ્યું તે દરમ્યાન ક્યારેય કરતારપુર કોરીડોરનો મુદ્દો ઉઠાવવામાં નથી આવ્યો.
સીખ સમુદાયના પ્રથમ ગુરુ નાનક દેવની ૫૫૦મી જન્મયંતી વર્ષ ૨૦૧૯માં ધામધૂમયહી ઉજવવામાં આવશે. પરંતુ આ ઉત્સવ પહેલા જ કરતારપુર સાહિબ કોરીડોરના મુદ્દાને લઈને ભારત અને પાકિસ્તાનમાં રાજનીતિ ગરમાયું છે.
આશાની કિરણ બની શકે છે કોરીડોર
બને દેશની આઝાદી પછી કદાચ પ્રથમ વખત એવું બનશે કે કોઈ પણ પ્રકારની સમસ્યા વગર લોકો બોર્ડર પાર કરી શકશે . આ જ કારણોને લીધે આ કોરીડોર નવી આશા લઈને આવે એવું લાગી રહ્યું છે .
ભારતના વિદેશમંત્રીએ ચોખ્ખી ના પાડી દીધી
પાકિસ્તાનના વડાપ્રધાને કોરીડોરના પાયો નાખવાના કાર્યક્રમ માં પંજાબ સરકારના મંત્રી અને પૂર્વ ક્રિકેટર નવજોત સિદ્ધુ અને વિદેશમંત્રી સુષ્મા સ્વરાજને આમંત્રણ આપ્યું છે.
જેમાં સુષ્મા સ્વરાજે આ આમંત્રનો અસ્વીકાર કર્યો છે. કાર્યક્રમમાં ભારતના પ્રતિનિધિ તરીકે હર સિમરત કૌર બાદલ અને હરદીપ સિંહ શામેલ થશે.
શું મહત્વ છે કરતારપુર સાહિબ કોરીડોરનું ?
તમને જણાવી દઈએ કે સીખ સમુદાયના પ્રથમ ગુરુ નાનકદેવે કરતારપુરમાં પોતાના જીવનના કેટલાક અંતિમ દિવસો વિતાવ્યા હતા. અહિયાં એક ગુરુદ્વારા છે જેને કરતારપુર સાહિબ તરીકે ઓળખવામાં આવે છે.
આ ગુરુદ્વારા ભારત-પાકિસ્તાનની સીમાથી આશરે ચાર કિલોમીટર દૂર આવેલ છે.
આ ગુરુદ્વારાનો સંબંધ શીખોના પહેલા ગુરુ શ્રી ગુરુનાનક દેવ સાથે છે. ગુરુનાનકે રાવી નદીના કિનારે એક નગર વસાવ્યું હતું અને ‘ઇશ્વરનું નામ જપો, મહેનત કરો અને વહેંચીને ખાઓ’ એવી શીખ આપી હતી.
ઇતિહાસમાં જણાવ્યા અનુસાર, ગુરુનાનક દેવ તરફથી ભાઈ લહણાજીને ગુરુગાદી પણ આ સ્થાને જ સોંપવામાં આવી હતી.ભાઈ લહણાજીને બીજા ગુરુ અંગદ દેવના નામે ઓળખવામાં આવે છે. ગુરુનાનક દેવે છેલ્લે આ સ્થળે જ સમાધિ લીધી હતી.
