પશ્ચિમ બંગાળમાં ચૂંટણીનાં પરિણામ બાદથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુમ થયા છે, એક વ્યક્તિએ તેમની વિરુદ્ધ દિલ્હી પોલીસમાં ગુમ થયા હોવાની રિપોર્ટ નોંધાવી છે. જણાવી દઇએ કે, કોરોના વાયરસ મહામારીની બીજી લહેરે દેશમાં હાહાકાર મચાવ્યો છે. આરોગ્ય તંત્ર હચમચી જવાના કારણે કેન્દ્ર સરકાર અને મંત્રીઓની ચારે બાજુથી ટીકાઓ થઈ છે. નેશનલ સ્ટૂડન્ટ યૂનિયન ઓફ ઈન્ડિયા(NSUI) એ રાષ્ટ્રીય મહાસચિવ નાગેશ કરિયપ્પાએ ગૃહમંત્રી અમિત શાહ પર નિશાનો સાધતા હવે પોલીસમાં તેમના વિરુદ્ધ ગુમ થયા હોવાની ફરિયાદ નોંધાવી છે.
રાહુલનો કટાક્ષ / રાહુલ ગાંધીએ PM મોદી પર સાધ્યું નિશાન, કહ્યું- વેક્સિન, ઓક્સિજન અને દવાઓની સાથે સાથે વડા પ્રધાન પણ….
વિદ્યાર્થી નેતાએ બુધવારે સંસદનાં સ્ટ્રીટ પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ નોંધાવી છે, અને આક્ષેપ કર્યો છે કે મંત્રી “કોવિડ-19 મહામારી દરમિયાન ગાયબ થઈ ગયા છે અને નાગરિક સંકટમાં છે.” કેરિયપ્પાએ કહ્યું કે, રાજકારણીઓએ દેશની સેવા કરવી જોઈએ અને સંકટની પરિસ્થિતિથી ભાગવું જોઈએ નહીં. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, જ્યારે દેશ ભયંકર મહામારીમાંથી પસાર થઈ રહ્યો છે અને નાગરિકો સંકટમાં છે ત્યારે આ રાજકારણીઓની ફરજ છે કે તેઓ સમગ્ર દેશ માટે જવાબદેહ રહે. પક્ષનાં રાષ્ટ્રીય સચિવ અને મીડિયા અને સંદેશાવ્યવહારનાં પ્રભારી લોકેશ ચુગે જણાવ્યું હતું કે, “2013 સુધીમાં, રાજકારણીઓ નાગરિકો પ્રત્યે જવાબદાર હતા, પરંતુ 2014 માં ભાજપનાં સત્તા પર આવ્યા પછી બાબતો સંપૂર્ણપણે બદલાઈ ગઈ હતી. મહામારીની વચ્ચે જવાબદાર વ્યક્તિ ગુમ થયેલ છે.” આ દરમિયાન નાગેશ કરિયપ્પાએ પૂછ્યું, “અમિત શાહ દેશનાં ગૃહ પ્રધાન છે કે માત્ર ભાજપનાં?” કરિયપ્પાએ આરોપ લગાવ્યો હતો કે વર્તમાન સરકાર નિષ્ફળ ગઈ છે અને તેથી એનએસયુઆઈએ ગુમ થયા હોવાની ફરિયાદ નોંધાવી છે. તેમણે કહ્યું કે, અમે સરકારની પ્રતિક્રિયા આવવાની રાહ જોઈ રહ્યા છીએ.
Name : Amit shah
Designation : Home Minster of India
Last seen : During Bengal
election campaigns.
Missing Complaint registered with @DelhiPolice #AmitShahMissing pic.twitter.com/nX7mKP3nLB— Nagesh Kariyappa 🇮🇳 (@Nagesh_nsui6) May 12, 2021
મોટી જાહેરાત / કોરોનાના લીધે માતાપિતા ગુમાવનાર બાળકોને મધ્યપ્રદેશ સરકાર મહિને 5 હજાર પેન્શન આપશે
પોલીસ ટીમે તેના ઓફિસ આવવા પાછળનું કારણ પૂછવા પર, NSUI એ કહ્યુ કે, તે કરિયપ્પાને ફરિયાદ અંગે પૂછપરછ કરવા આવ્યા હતા. જોકે, દિલ્હી પોલીસે કહ્યું કે એનએસયુઆઈનાં નેતાઓએ પોલીસને બોલાવ્યા હતા. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું કે, “તેમણે પોલીસ કન્ટ્રોલ રૂમમાં ફોન કર્યો હતો કે મંત્રી ગુમ થયા છે. પોલીસ આ બાબતની તપાસ માટે એનએસયુઆઈ ઓફિસમાં ગઈ હતી.” અન્ય એક અધિકારીએ કહ્યું કે, “આ એક Prank છે અને પોલીસ આવી ફરિયાદ પર કાર્યવાહી કરશે નહીં.”

