ભારતમાં કોરોનાની બીજી લહેરમાં અનેક લોકોના મોત થયાં છે .કોરોનાના લીધે અનેક પરિવાર ઉજડી ગયાં છે. ઘણાબધા બાળકો માતાપિતાની છત્રછાયા ગુમાવી દીધી છે. જેના લીધે મધ્યપ્રદેશના મુખ્યમંત્રીએ મહત્વની જાહેરાત કરી છે . કોરોના સંક્રમણ વચ્ચે જે બાળકોએ માતાપિતા ગુમાવ્યા છે તેવા બાળકોને શિવરાજ સરકાર મદદ કરશે.
મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ગુરુવારે મોટી જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે જે બાળકોએ કોરોનામાં માતાપિતા ગુમાવ્યા છે તેમની જવાબદારી સરકાર લેશે. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું છે કે જે બાળકોએ માતાપિતા ગુમાવ્યા છે તેમની જવાબદારી સરકાર ઉઠાવશે. આવા પરિવારોને દર મહિને 5000 પેન્શન આપવામાં આવશે. જે ઘરમાં કોઈ કમાનાર નથી તે બાળકો માટે મફત શિક્ષાની વ્યવસ્થા પણ સરકાર કરશે. મુખ્યમંત્રી શિવરાજ સિંહે કહ્યું છે કે આવા તમામ પરિવારને ફ્રીમાં રાશન પણ આપવામાં આવશે. આ સિવાય યુવતીઓને આર્થિક મદદ કરશે જેથી તેઓ પોતાનો સ્વતંત્ર વ્યવસાય શરુ કરી શકે.ઉલ્લેકનીય છે કે કોરોનાના લીધે ઘણા લોકો મરી રહ્યા છે અને કોરોના લીધે ઘણાબધા બાળકો અનાથ થઇ રહ્યા છે.
