National News/ રાજસ્થાનના ટોંકમાં ATS ના મોટા દરોડા; આતંકી કનેક્શનના શંકાસ્પદ બે યુવકો ઝડપાયા

Rajasthan ના ટોંકમાં ATS અને સ્ટેટ ઇન્ટેલિજન્સે મોટી કાર્યવાહી કરી છે. જૈશ-એ- મોહમ્મદના શંકાસ્પદ કનેક્શનમાં બાસિત અને બુરહાનની અટકાયત કરવામાં આવી છે.

NATIONAL Top Stories India
Rajasthan

Rajasthan ATS Terrorist Connection Action in Tonk:  રાજસ્થાનના(Rajasthan) ટોંક જિલ્લામાં એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ એટલે કે ATS દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જયપુર ATS અને સ્ટેટ ઈન્ટેલિજન્સ પાસેથી મળેલા ઇનપુટના આધારે બે યુવકોને આતંકી સંગઠન સાથે કથિત કનેક્શન હોવાની શંકામાં અટકાયતમાં લેવામાં આવ્યા છે. તપાસ એજન્સીઓને આશંકા છે કે બંનેના સંપર્ક પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે હોઈ શકે છે.

પહેલા બાસિતની અટકાયત, પૂછપરછ બાદ બુરહાન સુધી પહોંચી ટીમ

મળતી માહિતી મુજબ, ATSએ સૌપ્રથમ 20 વર્ષીય બાસિત નામના યુવકને અટકાયતમાં લીધો હતો. તેની પૂછપરછ દરમિયાન મળેલી માહિતીના આધારે ટોંકના કાર બજાર વિસ્તાર પાસે દરોડો પાડીને બુરહાન નામના અન્ય યુવકને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા. બંને યુવકો પાકિસ્તાનમાં બેઠેલા કોઈ હેન્ડલરના સંપર્કમાં હતા કે નહીં, તે અંગે તપાસ ચાલી રહી છે.

બાસિતના ઘરેથી કેટલીક વસ્તુઓ જપ્ત

બાસિતની અટકાયત બાદ કોઠવાલી પોલીસ અને તપાસ એજન્સીઓએ તેના ઘરે પણ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. તપાસ દરમિયાન ATM કાર્ડ, બેંક પાસબુક અને ઇલેક્ટ્રિક સ્કૂટરના કેટલાક પાર્ટ્સ જપ્ત કરવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી છે. બાસિતના પિતાના જણાવ્યા અનુસાર તેઓ ધન્નાતલાઈ વિસ્તારમાં ઢાબો ચલાવે છે અને બાસિત પણ તેમની સાથે કામ કરતો હતો.

અગાઉ Rajasthan માંથી મહિલાની પણ ધરપકડ થઈ હતી

આ કેસની તપાસ દરમિયાન એજન્સીઓ અગાઉની એક કાર્યવાહીને પણ ધ્યાનમાં લઈ રહી છે. જૂન મહિનામાં રાજસ્થાન ATSએ પાકિસ્તાન સ્થિત જૈશ-એ-મોહમ્મદ સાથે કથિત સંબંધોના આરોપમાં Rajasthan ના જયપુરની બબીતા ધાકડની ધરપકડ કરી હતી. તેને ખદીજા નામથી પણ ઓળખવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું. તપાસ એજન્સીઓએ તેના સોશિયલ મીડિયા અને મેસેજિંગ પ્લેટફોર્મ પરના સંપર્કોની પણ તપાસ કરી હતી. હવે ટોંકના બંને યુવકોના કથિત સંપર્કો અને ડિજિટલ પ્રવૃત્તિઓ અંગે તપાસ ચાલી રહી છે.

હાલ બંને યુવકો સામેના આરોપોની તપાસ ચાલુ છે અને તેમની પાસેથી મળતી માહિતીના આધારે સમગ્ર મામલામાં વધુ ખુલાસા થવાની શક્યતા છે.


આ પણ વાંચો :પશ્ચિમ બંગાળમાં જૈશ-એ-મોહમ્મદનું મોટું કાવતરું; મંત્રીઓ માટે હની-ટ્રેપ પ્લાનનો ખુલાસો

આ પણ વાંચો : જૈશ-એ-મોહમ્મદના કમાન્ડર મસૂદ ઇલ્યાસ કાશ્મીરી કહે છે કે, “ભારતીય સેનાએ મસૂદ અઝહરના પરિવારનો નાશ કર્યો”

આ પણ વાંચો : ગુજરાત ATSનું મોટું ઓપરેશન: જૈશ-એ-મોહમ્મદના 8 આતંકી ઝડપાયા