National News/ નાસિકમાં અશોક ખરાત જેવો બીજો કાંડ, નોકરીની લાલચ આપી મહિલાઓના ગુપ્ત વીડિયો બનાવનાર આરોપીની ધરપકડ

Nashikના સાતપુરમાં એક્સ્ટોર્શન કેસમાં મોટો વળાંક આવ્યો છે. ફરિયાદ કરનાર રવિન્દ્ર એરંડે પાસેથી 121 અશ્લીલ વીડિયો મળતા પોલીસે તેની ધરપકડ કરી છે. વાંચો આ ચોંકાવનારા સેક્સ સ્કેન્ડલની વિગત.

NATIONAL Top Stories India
Nashik

Nashik Sex Scandal Update: નાસિકના (Nashik) સાતપુર વિસ્તારમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં ખંડણીની ફરિયાદ નોંધાવનાર વૃદ્ધ પોતે જ એક મોટા સેક્સ સ્કેન્ડલનો મુખ્ય આરોપી નીકળ્યો છે. આરોપી રવિન્દ્ર એરંડે પાસેથી 121 અશ્લીલ વીડિયો ક્લિપ્સ મળી આવતા પોલીસે તેની ધરપકડ કરી છે. આ ઘટનાએ નાસિકના વિખ્યાત ‘અશોક ખરાત’ કાંડની યાદ તાજી કરી દીધી છે.

Nashikમાં ફરિયાદી જ નીકળ્યો અસલી ગુનેગાર

આ કિસ્સાની શરૂઆત 2 એપ્રિલ 2026 ના રોજ થઈ હતી, જ્યારે 63 વર્ષીય રવિન્દ્ર એરંડેએ ચાર લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે તેના અંગત વીડિયો વાયરલ કરવાની ધમકી આપી તેની પાસે પૈસા માંગવામાં આવી રહ્યા છે. Nashik પોલીસે તપાસ શરૂ કરી અને ચાર આરોપીઓની ધરપકડ કરી તેમનો મોબાઈલ, પેન ડ્રાઈવ અને મેમરી કાર્ડ જપ્ત કર્યા. જોકે, આ ડિજિટલ પુરાવાઓની તપાસમાં પોલીસના હોશ ઉડી ગયા હતા. તેમાં 121 એવી અશ્લીલ ક્લિપ્સ મળી જેમાં રવિન્દ્ર એરંડે અલગ-અલગ મહિલાઓ સાથે વાંધાજનક સ્થિતિમાં જોવા મળ્યો હતો.

Nashik

નોકરીની લાલચ આપી મહિલાનું શોષણ

આ દરમિયાન એક પીડિત મહિલાએ સાતપુર પોલીસનો સંપર્ક કરી રવિન્દ્ર પર ગંભીર આક્ષેપો કર્યા છે. મહિલાના (Nashik) જણાવ્યા અનુસાર, આરોપીએ તેના પુત્રને સરકારી નોકરી અપાવવાનું બહાનું કાઢી તેનો વિશ્વાસ જીત્યો હતો. ત્યારબાદ નાસિક અને ઈગતપુરીની વિવિધ હોટલોમાં લઈ જઈ તેનું વારંવાર જાતીય શોષણ કર્યું હતું. આરોપીને ખબર હતી કે મહિલા અનુસૂચિત જાતિની છે, તેમ છતાં તેણે આ કૃત્ય આચર્યું હતું.

ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ

પોલીસે આરોપી રવિન્દ્ર એરંડે વિરુદ્ધ BNS ની કલમ 69 અને 77, આઈટી એક્ટની કલમ 67(A) અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે. કોર્ટે આરોપીને બે દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી આપ્યો છે. ડીસીપી કિશોર કાલેના જણાવ્યા અનુસાર, આરોપીએ ઘણી મહિલાઓ સાથે સંબંધ બાંધી તેમના ગુપ્ત વીડિયો રેકોર્ડ કર્યા હોવાની આશંકા છે, જે એક મોટા સેક્સ રેકેટ તરફ ઈશારો કરે છે.

પોલીસે અપીલ કરી છે કે જો અન્ય કોઈ મહિલા આ આરોપીનો (Nashik) શિકાર બની હોય તો ડર્યા વગર સામે આવે, તેમની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે. આ કેસની વધુ તપાસ આસિસ્ટન્ટ પોલીસ કમિશનર સચિન બારીના માર્ગદર્શન હેઠળ ચાલી રહી છે.


આ પણ વાંચો:અશોક ખરાતના અશ્લીલ વીડિયો વાયરલ થતા પીડિતો ‘વર્ક ફ્રોમ હોમ’ કરવા મજબૂર

આ પણ વાંચો:મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસે નિશિકાંત દુબેને આપી સલાહ

આ પણ વાંચો:સીએમ બન્યા બાદ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું- બદલાની નહીં, પરિવર્તનની રાજનીતિ કરો