World News/ અમેરિકાનો ઈરાન પર મોટો હવાઈ હુમલો, ટ્રમ્પની ચેતવણી બાદ અનેક સૈન્ય ઠેકાણાઓને બનાવ્યા નિશાન

US Airstrikes on Iran: અમેરિકાએ ઈરાન સામે શરૂ કર્યા નવા હવાઈ હુમલા, ટ્રમ્પની ચેતવણી બાદ ઈરાની સૈન્ય ઠેકાણાઓ બન્યા નિશાન. પશ્ચિમ એશિયામાં વધતા તણાવ અને LNG જહાજ પર ડ્રોન હુમલાની સંપૂર્ણ માહિતી વાંચો.

Top Stories World

US Airstrikes on Iran: પશ્ચિમ એશિયામાં તણાવ વધુ ઘેરો બન્યો છે. અમેરિકાએ ઈરાન સામે નવા હવાઈ હુમલાઓ શરૂ કર્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ ચેતવણી આપી હતી કે જોર્ડનમાં આવેલા અમેરિકન સૈન્ય બેઝ પર થયેલા ઈરાની હુમલાનો કડક જવાબ આપવામાં આવશે, ત્યારબાદ અમેરિકાએ આ સૈન્ય કાર્યવાહી હાથ ધરી છે.

થોડા દિવસો અગાઉ ઈરાને અમેરિકન બેઝ પર બેલિસ્ટિક મિસાઈલોથી હુમલો કર્યો હતો. આ હુમલાને ટ્રમ્પે “આશ્ચર્યજનક હુમલો” ગણાવીને કહ્યું હતું કે અમેરિકા તેનો કડક જવાબ આપશે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે અમેરિકન સૈનિકો પર કોઈપણ હુમલો સહન કરવામાં આવશે નહીં.

અમેરિકન સેનાએ ઈરાનના અનેક સૈન્ય ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા છે. યુએસ સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM)એ પણ પુષ્ટિ કરી છે કે આ કાર્યવાહી ઈરાન દ્વારા કરાયેલા હુમલાના જવાબમાં કરવામાં આવી છે. ટ્રમ્પે ઈરાન સમર્થિત સશસ્ત્ર જૂથોને “વિશ્વ માટે કેન્સર સમાન” ગણાવતા તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની પણ ચેતવણી આપી હતી.

આ દરમિયાન સંઘર્ષ હવે ઊર્જા ક્ષેત્ર સુધી પહોંચતો જોવા મળી રહ્યો છે. બુધવારે ઇજિપ્તના દામિએટા બંદર પર ડ્રોન હુમલા બાદ અમેરિકન માલિકીના લિક્વિફાઇડ નેચરલ ગેસ (LNG) જહાજમાં વિસ્ફોટ થતાં આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા વધી છે.

એક અહેવાલ મુજબ, મેરીટાઇમ સુરક્ષા કંપની એમ્બ્રેએ જણાવ્યું છે કે કાર્ગો અનલોડિંગ દરમિયાન બંદર પર વિસ્ફોટ થયો હતો. કંપનીના જણાવ્યા અનુસાર, અમેરિકન માલિકીના ફ્લોટિંગ સ્ટોરેજ જહાજ “એનર્ગોસ વિન્ટર” પર ડોકિંગ દરમિયાન ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનાએ પશ્ચિમ એશિયાના સંઘર્ષના વધુ વિસ્તરણની આશંકાઓને વેગ આપ્યો છે.


આ પણ વાંચો: ટ્રમ્પે ઈરાન પર નવા હુમલાઓ રોક્યા, યુદ્ધ નહીં પરંતુ વાટાઘાટોને આપી પ્રાથમિકતા

આ પણ વાંચો: અમેરિકા પર ભડક્યા ઈરાનના નેતા મોજતબા ખામેનેઈ: કહ્યું ‘ટ્રમ્પના હસ્તાક્ષરની કોઈ કિંમત નથી’

આ પણ વાંચો: યુદ્ધ વચ્ચે ટ્રમ્પે કરી ઈરાનની પ્રશંસા, અમેરિકન મહિલાની મુક્તિ બાદ બાઈડેન પર સાધ્યું નિશાન