બેદરકારી/ ત્રીજી લહેરની આશંકા વચ્ચે મહાકાળનાં દર્શન કરવા પહોંચ્યા લોકો, ઘણા થયા ઈજાગ્રસ્ત, Video

દેશમાં હજુ કોરોનાકાળ પૂર્ણ રીતે ગયો નથી. ત્રીજી લહેરની આજે પણ આશંકા હોવાના કારણે લોકોની મોટી સંખ્યામાં ભીડ ભેગી કરવી જે કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ બરોબર કહી શકાય છે.

Top Stories India
ત્રીજી લહેર

દેશમાં હજુ કોરોનાકાળ પૂર્ણ રીતે ગયો નથી. ત્રીજી લહેરની આજે પણ આશંકા હોવાના કારણે લોકોની મોટી સંખ્યામાં ભીડ ભેગી કરવી જે કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ બરોબર કહી શકાય છે. પરંતુ આજે પણ લોકો બીજી લહેરનાં કહેરનાં અનુભવને સમજી શક્યા નથી. તાજેતરમાં આવો એક કિસ્સો સામે આવ્યો છે જેમા ભક્તો મોટી સંખ્યામાં મહાકાળનાં દર્શન કરવા ઉમટ્યા હતા અને ધક્કામુક્કી કરતા જોવા મળ્યા હતા.

આસામ-મિઝોરમ હિંસા / રાહુલનો ગૃહમંત્રી પર કટાક્ષ, કહ્યુ- તમે નફરત અને અવિશ્વાસ વાવીને દેશને નિષ્ફળ બનાવ્યો

આપને જણાવી દઇએ કે, વિશ્વ વિખ્યાત મહાકાલ મંદિરમાં દર્શન માટે દરવાજાને સોમવારે 2 કલાક માટે ખોલવામાં આવ્યા હતા. અહી શ્રાવણનાં પહેલા સોમવારે ભક્તોમાં દર્શન માટે અંદર જવાની જાણે હરીફાઈ થઈ ગઇ હતી અને તેઓ એકબીજા પર ચડીને મંદિરની અંદર દોડ્યા હતા. સોમવારે ઉજ્જૈનનાં મહાકાળેશ્વર મંદિરમાં નાસભાગ જેવી સ્થિતિને કારણે અનેક મહિલાઓ અને બાળકો ઘાયલ થયા હતા. મંદિરનાં 4 નંબરનાં ગેટ પરથી શ્રદ્ધાળુઓએ સુરક્ષિત બાઉન્ડ્રીને તોડી અંદર દોડી આવ્યા હતા. જો કે અહી કોઇ મોટો અકસ્માત થયો નહી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, મંદિરની મુલાકાત લેવા આવેલા વીઆઈપી સાથે મંદિરમાં ભીડ હતી, જેના કારણે પરિસ્થિતિ કાબૂમાંથી બહાર થઈ ગઈ હતી.

Raj Kundra case / રાજ કુંદ્રા પર અમદાવાદના વેપારીએ લગાવ્યો છેતરપિંડીનો આરોપ, જાણો સમગ્ર મામલો

શ્રાવણનાં પહેલા સોમવારે મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, પૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતી અને ઘણા વીઆઇપી મંદિરનાં દર્શન માટે પહોંચ્યા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, મંદિરનાં ગેટ નંબર 4 પરથી શ્રદ્ધાળુઓએ સુરક્ષિત બાઉન્ડ્રીને તોડી અંદર દોડી આવ્યા હતા, જેના કારણે નાસભાગ જેવી પરિસ્થિતિ સર્જાઇ હતી. રાહતની વાત એ હતી કે અકસ્માત ટળી ગયો અને કોઈનું મોત નીપજ્યું નહી. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવા માટે તૈનાત પોલીસ સાથે પણ ધક્કા-મુક્કી કરવામાં આવી હતી.

કોરોનાની અસર / આર્થિક તંગીનો શિકાર થયો આ એક્ટર, દિકરીની School ફી ભરવા પણ નથી પૈસા

ગયા મહિને પણ મંદિરને ખોલવામાં આવ્યું હતું, પરંતુ ફક્ત તે જ લોકોને જેમણે વેક્સિનનો ઓછામાં ઓછો એક ડોઝ લીધો હતો અથવા 48 કલાક જૂનો નેગેટિવ આરટીપીઆર રિપોર્ટ બતાવવાની હતી. સવારે 6 થી સાંજનાં 8 દરમ્યાન, એક દિવસમાં કુલ 3,500 શ્રદ્ધાળુઓને અંદર પ્રવેશ આપવામાં આવ્યો. આ માટે, પ્રત્યેક બે કલાકનાં સાત ટાઇમ સ્લોટ્સ બનાવવામાં આવ્યાં હતાં. આ બે કલાકમાં ફક્ત 500 લોકો અંદર જઇ શક્યા હતા. પરંતુ આજે ઉમા ભારતી અને મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ જેવા વીઆઈપી તેમના પરિવારનાં સભ્યો સાથે મંદિર પહોંચ્યા હતા. આ પછી ભક્તો તેમજ વહીવટ માટે પરિસ્થિતિ વધુ મુશ્કેલ બની ગઈ હતી.