વિદેશોને લાગ્યુ માતાનું ઘેલું/ મા અંબાના દર્શને જતા માઇ ભક્તોની સેવામાં લાગ્યા વિદેશીઓ, પદયાત્રીઓ સાથે ગરબે ઝૂમ્યા

આ વિદેશી વિદ્યાર્થીઓની ઉત્સુકતા અહીંયા ખેંચી લાવી છે અને હાલમાં તેઓ શ્રદ્ધા વિશ્વાસમાં ઓતપ્રોત બની ‘બોલ મારી અંબે, જય જય અંબે’ના નાદ સાથે ભરપૂર આનંદ માણી રહ્યા છે

Gujarat Others
આ વિદેશી વિદ્યાર્થીઓની ઉત્સુકતા અહીંયા ખેંચી લાવી છે અને હાલમાં તેઓ શ્રદ્ધા વિશ્વાસમાં ઓતપ્રોત બની ‘બોલ મારી અંબે, જય વિદેશીઓ

શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળાનું અનેરું મહત્વ છે. જેમાં દર વર્ષની જેમ ચાલુ સાલે પણ લાખ્ખો સંખ્યામાં માઇભક્તો મા અંબાના ધામમાં પગપાળા જય રહ્યા છે ત્યારે મોટી સંખ્યામાં માઇ ભક્તોએ મા અંબાના ચરણોમાં શીશ નમાવવા વાટ પકડી છે અને અસંખ્ય પદયાત્રીઓ અંબાજી પગપાળા જવા પ્રસ્થાન કર્યું છે. જેને લઈ સમગ્ર રૂટ પર ‘બોલ મારી અંબે, જય જય અંબે’નો નાદ ગુંજી ઉઠ્યો છે. ત્યારે પાટણ જિલ્લાના સિદ્ધપુર હાઈવે પર આવેલા મા અંબાના ભક્તોના સેવા કેમ્પમાં વિદેશીઓ જોડાતા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

સિદ્ધપુરના હાઇવે પર મા અંબાના દર્શન માટે જતા માઇભક્તો માટે અનેક સેવાકીય સંસ્થાઓ દ્વારા સેવા કેમ્પ લગાવી સેવામાં જોતરાયા છે. ત્યારે આવો જ એક સેવા કેમ્પ સિદ્ધપુરના સુજાણપુર હાઇવે પર આવેલ ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી દ્વારા લગાવાયો છે.

આ સેવા કેમ્પમાં કોલેજના વિદ્યાર્થીઓ સાથે સાત સમુંદર પાર આવેલા આફ્રિકાના યુગાન્ડાના યુવાનો પણ માઇ ભક્તોની સેવામાં જોતરાયા છે. આફ્રિકાના યુગાન્ડાના 9 યુવકો અંબાજી જતા પદયાત્રીઓની સેવામાં લાગ્યા છે.

તેઓ ભારતીય સંસ્કૃતીથી એટલા પ્રભાવિત થયા છે કે તેઓ પદયાત્રીઓ સાથે સેવાની સાથે સાથે નાચતા-ગાતા પણ જોવા મળ્યા. આ યુગાન્ડાના વિદ્યાર્થીઓ ગોકુલ ગ્લોબલ યુનિવર્સીટીમાં પી.એચ.ડીનો અભ્યાસ કરે છે.

જોકે આ વિદેશી વિદ્યાર્થીઓની ઉત્સુકતા અહીંયા ખેંચી લાવી છે અને હાલમાં તેઓ શ્રદ્ધા વિશ્વાસમાં ઓતપ્રોત બની ‘બોલ મારી અંબે, જય જય અંબે’ના નાદ સાથે ભરપૂર આનંદ માણી રહ્યા છે.

બાકી સવાર તો આવી જ સમજો / ક્યાં જઈ રહ્યા છો? આત્મહત્યા કરવા?

આસ્થાનો રંગ / સિદ્ધપુર થી અંબાજી માર્ગ પર પદયાત્રીઓની ભીડ, વિવિધ સંગઠનો દ્વારા સેવા કેમ્પનું આયોજન