kerala news/ મુસ્લિમ સંગઠનો ઝુમ્બાનો વિરોધ કેમ કરી રહ્યા છે? જાણો આ ડાન્સની શરૂઆત કોણે કરી

ઝુમ્બા ડાન્સના વિરોધ છતાં કેરળ સરકારે ઝુમ્બા ડાન્સ ક્લાસ શરૂ કરવાનો નિર્ણય લીધો

India

Kerala News : કેરળમાં મુસ્લિમ સંગઠ્ઠનો દ્વારા ઝુમ્બા ડાન્સનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ બનાવની વિગત મુજબ કેરળની કેટલીક સ્કૂલમાં ઝુમ્બા ડાન્સ ક્લાસ શરૂ કરવામાં આવ્યા હતા. જેનો મુખ્ય હેતુ નશા વિરોધી અભિયાનને પ્રોત્સાહન આપવાનો હતો, પરંતુ કેટલાક મુસ્લિમ સંગઠનોએ ઝુમ્બા ડાન્સ ક્લાસનો વિરોધ કર્યો હતો. તેમનું કહેવું છે કે, ‘ઝુમ્બા ડાન્સ ક્લાસમાં છોકરાઓ અને છોકરીઓને ટૂંકા કપડા પહેરીને સાથે નાચતા જોવા મળે છે, જે ધાર્મિક અને સાંસ્કૃતિક દૃષ્ટિકોણથી યોગ્ય નથી.’

વિઝડમ ઇસ્લામિક ઓર્ગેનાઇઝેશનના જનરલ સેક્રેટરી ટી.કે. અશરફે સોશિયલ મીડિયા પર લખ્યું કે, ‘હું આ પ્રકારના ક્લાસને સ્વીકારતા નથી.’ આ ઉપરાંત સમસ્તા (એક મુખ્ય મુસ્લિમ સંગઠન)ના નેતા નાસર ફૈઝી કુડાથાયે પણ ઝુમ્બા ડાન્સ ક્લાસનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે,’ ઝુમ્બા ડાન્સ ક્લાસ વિદ્યાર્થીઓના વ્યક્તિગત અધિકાર અને તેમના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન છે, કારણ કે તેને ફરજિયાત બનાવવું તેમની ધાર્મિક માન્યતાઓની વિરુદ્ધ છે.’કેરળ સરકારનું શું વલણ છે?

ઝુમ્બા ડાન્સના વિરોધ છતાં કેરળ સરકારે ઝુમ્બા ડાન્સ ક્લાસ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. શિક્ષણ મંત્રી વી. શિવનકુટ્ટીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, ‘વિદ્યાર્થીઓ તેમના નિયમિત ડ્રેસમાં ઝુમ્બામાં ભાગ લઈ શકે છે અને આ કાર્યક્રમ કોઈપણ રીતે વાંધાજનક ગણવામાં આવશે નહીં.’

ઝુમ્બા ડાન્સ શું છે?

ઝુમ્બા ડાન્સ એક પ્રકારની કસરત છે જે ડાન્સ અને એરોબિક્સનું મિશ્રણ છે. જેમાં ખાસ પ્રકારના ડાન્સ મૂવ્સ દ્વારા આખા શરીરની કસરત કરવામાં આવે છે. ઝુમ્બામાં કોઈપણ પ્રકારના જીમ સાધનોની જરૂર નથી, ફક્ત આરામદાયક કપડા અને જૂતાની જરૂર પડે છે. ઝુમ્બા ડાન્સમાં સંગીત મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને આ કસરત એક ઉર્જાવાન અનુભવ બની જાય છે.
ઝુમ્બાની શરૂઆત કેવી રીતે થઈ?

અહેવાલો અનુસાર, ઝુમ્બા ડાન્સની શરૂઆત વર્ષ 1986માં એરોબિક્સ ટ્રેનર અલ્બર્ટો બેટો પેરેઝે કરી હતી. એક દિવસ તે ક્લાસ માટે પોપ મ્યુઝિકની કેસેટ ભૂલી ગયો હતો અને તેની પાસે કારમાં લેટિન ગીતો હતા. તેથી તેમણે લેટિન ગીતોનો ઉપયોગ કરીને 30 મિનિટનો ક્લાસ લીધો. તેના વિદ્યાર્થીઓને કસરતની આ પદ્ધતિ ખૂબ ગમતી હતી અને તે જ સમયે ઝુમ્બાની શરૂઆત થઈ. ધીમે ધીમે આ કસરત આખી દુનિયામાં ફેલાઈ ગઈ અને 2001માં બેટો પેરેઝે ‘ઝુમ્બા ફિટનેસ’ નામની કંપની શરૂ કરી હતી.

ઝુમ્બાના પ્રકારો

ઝુમ્બામાં વિવિધ પ્રકારના ક્લાસ હોય છે. જેથી દરેક ઉંમરના લોકો તેમની શારીરિક ક્ષમતા અનુસાર તે કરી શકે છે.

ઝુમ્બિની: આ બાળકો માટે સરળ મૂવ્સ સાથેનો ઝુમ્બાનો એક પ્રકાર છે.

ઝુમ્બા ગોલ્ડ: આ સીનિયર નાગરિકો માટે છે, જેમાં હળવા અને ઓછા પડકારજનક પગલાં લેવામાં આવે છે.

એક્વા ઝુમ્બા: આ ઝુમ્બા પાણીમાં કરવામાં આવે છે.

ઝુમ્બા ટોનિંગ: સ્નાયુઓને ટોન કરવા માટે આ હળવા વજનથી કરવામાં આવે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:કર્નલ સોફિયાને આતંકીઓની બહેન કહેનારા BJP મંત્રી સામે કેસ નોંધાશે:4 જ કલાકમાં FIR નોંધવાનો MP હાઇકોર્ટનો ડીજીને હુકમ

આ પણ વાંચો:હાઈકોર્ટમાં ઘેરાયા બાદ રાજીનામું, હવે MS યુનિવર્સિટીના ભૂતપૂર્વ VC તેના બંગલામાં રહી રહ્યા છે… BJPના સાંસદ હેમાંગ જોશીએ લખ્યો પત્ર

આ પણ વાંચો:ગુજરાત કોંગ્રેસમાં રાહુલ ગાંધીના એક નિવેદનથી ફફડાટ, BJP ની બી ટીમ તરીકે કામ કરતા નેતાઓને હાંકી કઢાશે ?