Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Cyber Crime/ 30 મિનિટમાં 37 લાખ છૂઃ સાઇબર ગુનેગારો બેફામ

સાઇબર ગુનેગારો રીતસરના બેફામ બની રહ્યા છે. તેમા પણ બેન્કમાં વધારે રકમ રાખનારા અને તેમા પણ ચાલુ ખાતામાં વધારે રકમ રાખનારાઓએ ચેતતા રહેવાની જરૂર છે.

January 3, 2023jani
Top Stories India
  • મહેસાણાના બિલ્ડરના ખાતામાં વગર ઓટીપીએ 37 લાખ છૂ
  • બેન્કની સિક્યોરિટી સિસ્ટમની ઐસી કી તૈસીઃ કરતાં સાઇબર ગુનેગારો
  • બિલ્ડરો તરત જ ખાતુ બ્લોક કરતાં બાકીના 64 લાખની રકમ બચી ગઈ

સાઇબર ગુનેગારો રીતસરના બેફામ બની રહ્યા છે. તેમા પણ બેન્કમાં વધારે રકમ રાખનારા અને તેમા પણ ચાલુ ખાતામાં વધારે રકમ રાખનારાઓએ ચેતતા રહેવાની જરૂર છે. મહેસાણાના બિલ્ડર સાથે થયેલો સાઇબર ક્રાઇમનો (Cyber crime) બનાવ ભલભલાને વિચારતા કરી દે તેવો છે.

સામાન્ય રીતે સાઇબર ક્રાઇમના કિસ્સામાં(Cyber crime) ઓટીપી શેર કરવામાં આવતા રૂપિયા ઉપડી જા છે. પણ હવે સાઇબર ગઠિયાએ ટેકનોલોજીમાં માસ્ટર બનતા બેન્કની સિકયોરિટી સિસ્ટમની ઐસી કી તૈસી કરીને રૂપિયા ઉપાડી લેતા બિલ્ડરની સાથે-સાથે બેન્ક પણ ચોંકી ઉઠી છે.

બિલ્ડરે જો તાત્કાલિક ખાતુ બ્લોક કર્યુ ન હોત તો સાઇબર ગઠિયો 64 લાખ રૂપિયા તેના ખાતામાંથી તફડાવી ગયો હોત. સાઇબર ગઠિયાએ ફક્ત અડધો કલાકમાં જ બિલ્ડરના ખાતામાંથી 37 લાખ રૂપિયા ત્રણ ટ્રાન્ઝેકશનમાં ઉપાડી લીધા હતા. બિલ્ડરે આ અંગે મહેસાણા સાઇબર ક્રાઇમમાં (Cyber crime) પોલીસ ફરિયાદ નોંધાવી છે. બિલ્ડરે ફરિયાદ નોંધાવી હતી કે વગર ઓટીપી કે કોલ વગર ખાતામાંથી 37 લાખ રૂપિયા કપાઈ ગયા હતા.

મહેસાણાના રાધનપુર રોડ પર કૃષ્મ સોસાયટીમાં રહેતા અને સાંકેત બિઝનેસ હબ ખાતે ઉર્વી કન્સ્ટ્રકશનના કારોબાર સાથે જોડાેલા બિલ્ડર દુષ્યંતભાઈ પટેલ ઓફિસમાં બેઠા હતા. 21 ડિસેમ્બરના રોજ તેમના મોબાઇલ બેન્ક ખાતામાંથી બપોરે ત્રણથી પોણા ચાર વાગે સંદેશો આવ્યો હતો, આ મુજબ આઇસીઆઇસીઆઇ બેન્કમાં તેમના ખાતામાંથી દસ લાખ રૂપિયા કપાઈને બેન્કના જ અન્ય ખાતામાં જમા થયા હતા.

તેના પછી તરત જ બીજો સંદેશ આવ્યો હતો જેમા બીજા દસ લાખ આઇસીઆઇસીઆઇ બેન્કના બીજા ખાતામાં ગયા હતા. આમ વીસ લાખ ખાતામાંથી કપાયાના બે મેસેજ મળતા તેઓ દોડીને ઓફિસ નીચે આવેલી આઇસીઆઇસીઆઇ બેન્કની શાખામાં ગયા હતા. તેઓએ ત્યા બનાવની જાણ બેન્કના કર્મચારીને કરતા હતા તેવામાં ત્રીજો મેસેજ આવ્યો હતો, જેમા વધુ 17 લાખ બેન્કના ખાતામાંથી ઉપડી ગયા હતા. આમ ફક્ત 30 મિનિટમાં 37 લાખ ઉપડી ગયા હતા. તેના પગલે દુષ્યંતભાઈએ બેન્ક ખાતુ બ્લોક કરાવી દીધુ હતુ. તેના પગલે ખાતામાં પડેલા બીજા 64 લાખની રકમ બચી ગઈ હતી.

આ બનાવના પગલે ફરિયાદીએ સાઇબર ક્રાઇમના ટોલ ફ્રી નંબર પર ફરિયાદ નોંધાવી હતી. સાઇબર સેલે 37 લાખની રકમનું પેમેન્ટ પણ જપ્ત કર્યુ છે. આમ બેન્કના બીજા ખાતામાં ગયેલી રકમને ગઠિયો ઉપાડી નહી શકે. પણ આ તો બિલ્ડરે તાત્કાલિક પગલાં લેતા તેની બાકીની રકમ બચી ગઈ હતી. હવે જો તેની ઓફિસ બેન્ક શાખાથી દૂર હોત તો અને તેને બેન્કમાં પહોંચવામાં મોડું થયું હોત તો તેનું ખાતુ સાવ સાફ થઈ ગયું હોત.

આ ઘટના બતાવે છે કે સાઇબર અપરાધીઓ બેન્કની સિક્યોરિટી સિસ્ટમને તોડવામાં સફળ રહ્યા છે. હવે તેઓ તમારા અને બેન્ક કરતાં પણ આગળ વિચારી રહ્યા છે. આ ઘટના રીતસરની ઇલેક્ટ્રોનિક સિક્યોરિટી માટે મોટો પડકાર છે. આ બતાવે છે કે સાઇબર ક્રાઇમ હવે ફક્ત સંગઠિત ગુનાખોરી પૂરતો સીમિત નથી, તે તમારા ઘરઆંગણા સુધી આવી ગયો છે.

આ પણ વાંચોઃ

Accidents/ ભારતીય રસ્તાઓ પર વાહન ચલાવવાનો આ સમય સૌથી ખતરનાક

Delhi Kanjhawala Accident/ દિલ્હી અકસ્માત કેસમાં નવા CCTV ફૂટેજ સામે આવતા થયા અનેક ખુલાસા, પોલીસે શરૂ કરી તપાસ

Post navigation

મંત્રીના નિવેદન માટે સરકાર જવાબદાર નથી, સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો
થાઈલેન્ડ જતી ઈન્ડિગોની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી સર્જાતા ઇમરજન્શી લેન્ડિંગ

More Posts

Not Set/ મેઘાલય રેસ્ક્યુ : ખાણમાં ફસાયેલા ૧૫ મજૂરોમાંથી ૧નો મૃતદેહ નેવીએ કાઢ્યો બહાર

January 25, 2019January 24, 2019Harshid Patel

Not Set/ જુઓ મમતા બેનર્જીએ કેન્દ્ર સરકારને શુ ચીમકી આપી

October 26, 2017January 22, 2018Mantavya Team
Desert festival kicks off in the white desert of Kutch, tourism puts Kutch on the world stage

Desert festival/ કચ્છના સફેદ રણમાં રણ ઉત્સવનો પ્રારંભ, ટુરીઝમ ક્ષેત્રે કચ્છ પોહ્ચ્યું વિશ્વ ફલક પર

November 12, 2023khusbu pandya

Ahmedabad/ અમદાવાદના ઝવેરી ગ્રુપ પર ઈન્ક્મટેક્સના દરોડા

June 15, 2024Nikunj Patel

Jamnagar News/ જામનગરના દરેડ જી.આઇ.ડી.સી ફેસ-૨ નાં કારખાનામાં થયેલી ૩.૫૫ લાખ ની માલમત્તા ની ચોરી નો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલાયો

January 23, 2025Nikunj Patel

Not Set/ ….તો આ કારણે પીએમ મોદીની કેરળની મુલાકાત થઇ ગઈ સ્થગિત

January 5, 2019January 5, 2019foram patel

દુર્ઘટના/ અફઘાનિસ્તાનમાં સર્જાયો અકસ્માત, સ્પેશિયલ ફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, 9 લોકોનાં મોત

March 18, 2021March 18, 2021Maya Sindhav

Politics/ આને કહેવાય રાજકારણ ! અરુણાચલમાં ભાજપે જ જેડીયુને તોડ્યું, બિહારમાં શું અસર પડશે?

December 25, 2020December 25, 2020Bhavesh Vyas
Abdasa seat of Kutch

Gujarat Election/ કચ્છની અબડાસા બેઠક પર ઓવૈસીની એન્ટ્રીથી આવ્યો ટ્વિસ્ટ

November 18, 2022Rahul Rathod
જગન મોહન

આંધ્રપ્રદેશ/ મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીનું પોસ્ટર ફાડવા બદલ શ્વાન પર FIR, ધરપકડની માંગ

April 14, 2023April 14, 2023Maya Sindhav
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy