સિંગતેલ સહિત કપાસિયા અને અન્ય સાઇડ ખાદ્યતેલના ભાવમાં નરમાઇનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. સિંગદાણાની બમ્પર આવક સામે માગ ઠંડી રહેતાં તથા પિલાણ માટેની મગફળીના ભાવમાં ટને રૂ. ૨૦૦૦ તૂટતા સિંગતેલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.
દિવાળી બાદ બે સપ્તાહમાં સિંગતેલના ભાવમાં ડબે રૂ. ૫૦થી ૭૦નો ઘટાડો નોંધાઇ હાલ રૂ. ૧૫૨૦થી ૧૫૪૦ની સપાટીએ ભાવ પહોંચી ગયેલો જોવા મળ્યો છે.એટલું જ નહીં કપાસિયા તેલના નવા ડબાના ભાવમાં પણ ઘટાડાની ચાલ જોવા મળી છે. કપાસિયા તેલ ૧૨૦૦ની સપાટી તોડી નીચે ૧૧૭૦થી ૧૧૯૦ની સપાટીએ પહોંચી ગયેલું જોવા મળ્યું છે.
