Surat News/ સુરતના લસકાણામાં ST બસે એક્ટિવા ચાલક યુવતીને કચડી નાખી

સુરતના માર્ગ અકસ્માતની જાણે નવાઈ જ રહી નથી. એક દિવસ પૂરો થાય ત્યા બીજો અકસ્માત થાય છે. બુધવારે જાહેર રસ્તા પર એસટી બસે એક બીબીએમાં ભણતી એક યુવતીને કચડી નાખી હતી.

Top Stories Gujarat Surat Breaking News

Surat News: સુરતના લસકાણામાં એસટી (ST) બસે એક્ટિવા ચાલક યુવતીને અડફેટે લેતા કચડી નાખી હતી. બસે અડફેટે લેતા બીબીએ (BBA)ની વિદ્યાર્થીની સ્વાતિ સોલંકી (Swati Solanki) નું મોત થયું છે. શ્યામધામ મંદિર પાસે પૂરઝડપે આવતી એસટી બસે યુવતીને કચડી નાખી હતી. આખી દુર્ઘટના સીસીટીવી (CCTV(માં કેદ થઈ છે. અકસ્માત સર્જીને એસટીનો બસચાલક ફરાર થઈ ગયો હતો. લસકાણા પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

સુરતમાં અકસ્માત (Surat Accident)

આ બતાવે છે કે શહેરની અંદર નાના વાહનો તો બેફામ દોડે જ છે, પરંતુ મોટા વાહનચાલકો પણ પાછળ નથી. આમ બેફામ રીતે વાહન ચલાવવાના કારણે લોકોના જીવ જોખમમાં મૂકાય છે અને ઘણી વખત લોકો જીવ પણ ગુમાવે છે. સુરતમાં હવે માર્ગ અકસ્માત જાણે રોજની વાત બની ગઈ છે. હવે એસટી બસ જેવા જાહેર નિગમની બસો જો આ રીતે દોડતી હોય તો પછી ખાનગી વાહનોની તો વાત જ શું કરવી.

સુરતમાં STએ યુવતીને કચડી નાખી
સુરતમાં STએ યુવતીને કચડી નાખી

યુવતી ST નીચે કચડાઈ

આ ઘટના બનતા સ્થાનિકો તરત જ દોડી આવ્યા હતા અને યુવતીને બચાવવા માટે ઘટનાસ્થળે તરત જ એમ્બ્યુલન્સ પણ બોલાવવામાં આવી હતી. યુવતીને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં તેને ફરજ પરના ડોક્ટરોએ મૃત્યુ પામેલી જાહેર કરી હતી. સુરત પોલીસે યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને બસ ચાલકની તપાસ આદરી છે. તેની સાથે તે વિસ્તારના સીસીટીવી ફૂટેજ પણ કબ્જામાં લીધા છે.

યુવતીના કુટુંબીજનોને જ્યારે આ સમાચાર મળ્યા ત્યારે તે સ્તબ્ધ થઈ ગયા હતા. તેઓ વિચારી જ શકતા ન હતા કે હજી હમણા-હમણા જ રોજની જેમ વાહન લઈને નીકળેલ તેમનુ સ્વજન આ પ્રકારની પરિસ્થિતિમાં આવશે. તેઓ હવે તેને ક્યારેય જીવિત જોઈ નહી શકે. તેમની પાછળ તેમના કેટલા અરમાનો હતા, તે બધા જ સપનાઓ તે યુવતીના મૃત્યુની સાથે બળીને રાખ થઈ ગયા છે.


આ પણ વાંચો: સુરત વસ્તાદેવડી રોડ પર અકસ્માત, BCA વિદ્યાર્થીનું બસના ટાયર નીચે કચડાઈ મોત

આ પણ વાંચો: સુરતમાં સો. મીડિયા ઈન્ફ્લુએન્સરનો અકસ્માત

આ પણ વાંચો: સુરતમાં અકસ્માત : કતારગામમાં ‘રોંગ સાઇડ રાજુ’એ હીરા કારખાનેદારનો ભોગ લીધો