સમગ્ર દેશમાં સીએએ અને એનઆરસીનો વિરોધ થઈ રહ્યો છે. આ સાથે અનેક પ્રકારની અફવાઓ પણ જોર પકડી રહી છે. આ અફવાઓને કારણે ઘણી વખત લોકોનો જીવ જોખમમાં મુકાઇ રહ્યો છે. શનિવારે મેરઠમાં પણ આવું જ કંઈક બન્યું હતું. અહીં આવેલી પોલિયો ડ્રોપ પીવડાવવા ગયેલી ટીમને નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર (એનપીઆર) ટીમ તરીકે સમજી લોકો બંધક બનાવીને માર માર્યો હતો.
આ સાથે, તેમના સત્તાવાર રજિસ્ટર ફાડી દીધા હતા. તેમની પાસેથી રસી છીનવી લીધી હતી. લગભગ એક કલાક સુધી હંગામો ચાલુ રહ્યો હતો. ત્યારબાદ આરોગ્ય વિભાગનાં અધિકારીઓએ આવીને લોકોને સમજાવ્યા હતા અને કોઈ રીતે ટીમને ત્યાંથી બહાર કાઠ્યા હતા. આ કેસમાં લિસાડી ગેટ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જણાવી દઇએ કે, પોલિયો રસી અને સરકારી દસ્તાવેજો છીનવી લીધા બાદ ટોળાએ પલ્સ પોલિયો ટીમને કહ્યું કે તમે એનપીઆરની ટીમ છો. આજે તમને છોડીશું નહીં ટોળાએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર શરૂ કર્યા અને તેમને ઘણા માર્યા હતા.
A polio vaccination team was thrashed&held hostage allegedly after locals mistook it for National Population Register (NPR) enumerators in Meerut. The team was rescued by police later. (25.01.2020) pic.twitter.com/hfTDRZWBjP
— ANI UP/Uttarakhand (@ANINewsUP) January 27, 2020
હોબાળા વચ્ચે, આરોગ્ય વિભાગની ટીમનાં બંને સભ્યોએ તેમનું ઓળખપત્ર બતાવ્યું. તેમ છતાં, ટોળું કંઈપણ સાંભળવા તૈયાર નહોતું. કોઈ રીતે એક શખ્સે તબીબી અધિકારીને ફોન કરી ઘટનાની જાણકારી આપી. લાખીપુરા યુપીએચસીનાં મેડિકલ ઓફિસર ઇન્ચાર્જ ડો.કદીર અહમદ ખાન તેમની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા. ડબ્લ્યુએચઓ નાં ફિલ્ડ મોનિટર પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ટીમે ટોળાને સમજાવ્યું કે તેઓ આરોગ્ય વિભાગની ટીમ છે. પોલિયો રસી આપવા માટે આવ્યા છે. તેનાથી સંબંધિત પુરાવા બતાવ્યા ત્યારબાદ ભીડનો ગુસ્સો શાંત થયો હતો.
પોલીસ સ્ટેશનનાં ઇન્સ્પેક્ટર પ્રશાંત કપિલે જણાવ્યું હતું કે, કેટલાક અજાણ્યા લોકો સામે પલ્સ પોલિયો ટીમને બંધક બનાવીને માર મારવાની ગંભીર કલમોમાં કેસ નોંધવામાં આવ્યો છે. આરોપીઓની ધરપકડ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
