Not Set/ સલમાનની સાથે ખાંટા સંબંધોને લઇને પહેલીવાર બોલી દેશી ગર્લ

બોલિવૂડની દેશી ગર્લ પ્રિયંકા ચોપડા આજકાલ તેની ફિલ્મ ‘ધ સ્કાય ઇઝ પિંક’નું પ્રમોશન કરી રહી છે. ફિલ્મનું ટ્રેલર થોડા દિવસો પહેલા રિલીઝ થયું હતું, જેને દર્શકોએ ખૂબ પસંદ કર્યું હતું. આ ફિલ્મ 11 ઓક્ટોબરે રિલીઝ થશે. પ્રિયંકાએ આ ફિલ્મ માટે સલમાન ખાનની ‘ભારત’ ફિલ્મને છોડી દીધી હતી. સલમાને ફિલ્મનાં પ્રમોશન દરમિયાન પ્રિયંકા સામે ઘણું કહ્યું […]

Uncategorized

બોલિવૂડની દેશી ગર્લ પ્રિયંકા ચોપડા આજકાલ તેની ફિલ્મ ‘ધ સ્કાય ઇઝ પિંક’નું પ્રમોશન કરી રહી છે. ફિલ્મનું ટ્રેલર થોડા દિવસો પહેલા રિલીઝ થયું હતું, જેને દર્શકોએ ખૂબ પસંદ કર્યું હતું. આ ફિલ્મ 11 ઓક્ટોબરે રિલીઝ થશે. પ્રિયંકાએ આ ફિલ્મ માટે સલમાન ખાનની ‘ભારત’ ફિલ્મને છોડી દીધી હતી. સલમાને ફિલ્મનાં પ્રમોશન દરમિયાન પ્રિયંકા સામે ઘણું કહ્યું પણ પ્રિયંકા તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નહી. એવું પણ કહેવાતું હતું કે બંને કલાકારો વચ્ચેનાં સંબંધ પહેલા જેવા નથી રહ્યા. હવે પ્રિયંકાએ આ અંગે પ્રતિક્રિયા આપી છે. પ્રિયંકાએ સલમાન ખાન સાથે સંબંધ બગડતા હોવાના અહેવાલોને નકારી દીધા છે.

જ્યારે પ્રિયંકાને પૂછવામાં આવ્યું કે શું તે ‘ભારત’ ફિલ્મથી બહાર નીકળ્યા બાદ સલમાન સાથે વાત કરે છે? તેના જવાબમાં પ્રિયંકાએ કહ્યું- જો મારે પ્રતિક્રિયા આપવી હોત તો હું ત્યારે જ બોલી હોત. સલમાન એક મહાન માણસ છે. મેં હંમેશાં તેમની પ્રશંસા કરી છે. સલમાનની બહેન અર્પિતા મારી નજીકની મિત્ર છે. મારે સલમાન ખાન સાથે કોઈ વિવાદ નથી.

સલમાન મારા અને નિકનાં રિસેપ્શનમાં આવ્યા હતા અને તેમની વચ્ચે કોઈ સમસ્યા નથી. આપને જણાવી દઇએ કે પ્રિયંકા ચોપડા હાલમાં ફરહાન અખ્તર, ડિરેક્ટર શોનાલી બોઝ અને નિર્માતા સિદ્ધાર્થ રોય કપૂર સાથે ધ સ્કાય ઇઝ પિંકનાં પ્રમોશનમાં વ્યસ્ત છે. હાલમાં જ ટોરંન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન પણ આ ફિલ્મનો પ્રીમિયર કરવામાં આવ્યો હતો. આ ફિલ્મમાં પ્રિયંકા ચોપરા ઉપરાંત ફરહાન અખ્તર અને ઝાયરા વસીમ પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.