નવી દિલ્હીઃ નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા NEETની પરીક્ષાની નવી તારીખો જાહેર કરવામાં આવી છે. આ પરીક્ષા 21 જૂને યોજવામાં આવશે. અગાઉ ત્રીજી મેના રોજ લેવાયેલી પરીક્ષામાં પેપર લીક સ્કેમનો પર્દાફાશ થતાં આ પરીક્ષી રદ કરવામાં આવી છે. આમ 22 લાખ વિદ્યાર્થીઓએ હવે નવેસરથી પરીક્ષા આપવી પડશે.

NEET ની પરીક્ષાની નવી તારીખ
ગુરુવારે, NEET પેપર લીક અંગે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના નિવાસસ્થાને એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. નીટ 2026 પરીક્ષા રદ થયાના બે દિવસ પછી યોજાયેલી આ બેઠકમાં પરીક્ષા ફરીથી યોજવાની શક્યતા અંગે ચર્ચા કરવામાં આવી હતી.
ઉચ્ચ શિક્ષણ સચિવ વિનીત જોશી, શાળા શિક્ષણ સચિવ સંજય કુમાર, રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સીના મહાનિર્દેશક અભિષેક સિંહ, CBSE ચેરમેન રાહુલ સિંહ, કેન્દ્રીય વિદ્યાલય સંગઠન (KVS) અને નવોદય વિદ્યાલય સમિતિ (NVS) ના કમિશનરો અને અન્ય અધિકારીઓ બેઠકમાં હાજર રહ્યા હતા.

શિક્ષણપ્રધાન ધર્મેન્દ્રપ્રધાને જાહેરાત કરી
નીટ પેપર લીક અંગે દેશવ્યાપી વિરોધ વચ્ચે, ગુરુવારે અમદાવાદમાં NSUI કાર્યકરોએ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સામે કાળા વાવટા ફરકાવીને વિરોધ પ્રદર્શન કર્યું અને તેમના કાફલાને રોકવાનો પ્રયાસ કર્યો, જેના પગલે પોલીસે વિરોધીઓની અટકાયત કરી.
અમદાવાદમાં આજે NEET પરીક્ષા પેપર લીક (NEET Paper Leak) મામલે રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. કેન્દ્રીય શિક્ષણમંત્રી Dharmendra Pradhanની અમદાવાદ મુલાકાત દરમિયાન NSUIના કાર્યકરોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. પેપર લીક કાંડ બાદ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે મંત્રીની મુલાકાતને લઈને તંત્ર દ્વારા વિશેષ સતર્કતા દાખવવામાં આવી હતી.

અમદાવાદની મુલાકાતમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રીને કાળા વાવટા બતાવાયા
કેન્દ્રીય શિક્ષણમંત્રી અમદાવાદમાં Indian Institute of Management Ahmedabad ખાતે એક ખાનગી કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા હતા. નીટ પેપર લીક (નીટ Paper Leak) વિવાદને ધ્યાનમાં રાખીને મંત્રીના કાર્યક્રમની વિગતો ખૂબ જ ગુપ્ત રાખવામાં આવી હતી, છતાં NSUIના કાર્યકરોને આ અંગે જાણ થઈ ગઈ હતી.
મંત્રીના આગમન પહેલા જ IIM અમદાવાદની બહાર ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. મંત્રીનો કાફલો બહાર નીકળતા જ NSUIના કાર્યકરો કાળા વાવટા અને કાળા કપડાં સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા. કાર્યકરોએ મંત્રીના કાફલાને રોકવાનો પ્રયાસ કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. પરિસ્થિતિ વધુ વણસે તે પહેલા જ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી અને વિરોધ કરી રહેલા તમામ કાર્યકરોની અટકાયત કરી હતી. ઘટનાના પગલે થોડા સમય માટે વિસ્તારમાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો.
આ પણ વાંચો:ગુજરાતમાં NEETની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓમાં અસમંજસની સ્થિતિ
આ પણ વાંચો:ડૉક્ટર પાસેથી ₹30 લાખમાં ખરીદાયું NEET પેપર? તપાસમાં ચોંકાવનારો દાવો
આ પણ વાંચો:NEET કેસની સુનાવણી સ્થગિત, જાણો હવે ક્યારે થશે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી
