NEET 2026 Paper Leak/ ડૉક્ટર પાસેથી ₹30 લાખમાં ખરીદાયું NEET પેપર? તપાસમાં ચોંકાવનારો દાવો

NEET 2026 પેપર લીક મામલે તપાસમાં મોટું નેટવર્ક સામે આવ્યું, ₹30 લાખમાં પેપર ખરીદી 700 વિદ્યાર્થીઓ સુધી પહોંચાડ્યાનો આરોપ.

Top Stories India Breaking News
NEET 2026 પેપર લીક મામલે મોટું નેટવર્ક બહાર આવ્યું

NEET 2026 Paper Leak: NEET 2026 ની પરીક્ષાના પેપર લીક મામલે તપાસ એજન્સીઓએ એક મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે હરિયાણાના Gurugram માં રહેતા એક ડૉક્ટર પાસેથી પ્રશ્નપત્ર આશરે ₹30 લાખમાં ખરીદવામાં આવ્યું હતું. તપાસ અનુસાર, જમવારામગઢના બે ભાઈઓ માંગીલાલ બિવાલ અને દિનેશ બિવાલે 26 અને 27 એપ્રિલ દરમિયાન પેપર મેળવ્યું હતું. બાદમાં આ પ્રશ્નપત્ર દિનેશ બિવાલે પોતાના પુત્રને આપ્યું હતું, જે Sikar ખાતે રહીને મેડિકલ પ્રવેશ પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો.

700 વિદ્યાર્થીઓ સુધી પેપર પહોંચાડ્યાનો આરોપ

દેહરાદૂન (Dehradun)થી ઝડપાયેલા આરોપી રાકેશ કુમાર મંડવારિયા વિશે તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીએ આશરે 700 વિદ્યાર્થીઓ સુધી પ્રશ્નપત્ર પહોંચાડ્યું હતું.પેપર પહેલા ડિજિટલ માધ્યમથી શેર કરવામાં આવતું અને ત્યારબાદ તેની પ્રિન્ટ કાઢીને લાખો રૂપિયામાં વેચવામાં આવતી હતી. આ કેસમાં હરિયાણાના યશ યાદવ નામના અન્ય આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે.

સીકરના કોચિંગ સેન્ટરો તપાસ હેઠળ

રાજસ્થાનનું સીકર મેડિકલ કોચિંગ માટે જાણીતું કેન્દ્ર છે અને હવે તપાસ એજન્સીઓના રડાર પર આવ્યું છે. તપાસમાં સામે આવ્યું છે કે કેટલાક વિદ્યાર્થીઓ અને કોચિંગ સંચાલકોએ WhatsApp અને Telegram ગ્રુપ બનાવી પ્રશ્નપત્ર અને જવાબો શેર કર્યા હતા.હવે તપાસ એજન્સીઓ આ ગ્રુપ્સના એડમિન અને સભ્યોની ડિજિટલ વિગતોની ઊંડી તપાસ કરી રહી છે.

આરોપીના પરિવારના 4 બાળકો અગાઉ NEET પાસ

તપાસ દરમિયાન સામે આવ્યું છે કે મુખ્ય આરોપી દિનેશ બિવાલના પરિવારના ચાર બાળકોએ ગયા વર્ષે NEET 2026 પરીક્ષા પાસ કરી હતી. આરોપીઓએ કબૂલ્યું છે કે તેમને એક મહિના પહેલા જ પેપર લીક થવાની માહિતી મળી ગઈ હતી.

વિદ્યાર્થીઓ અને વાલીઓમાં રોષ

આ સમગ્ર ઘટનાને લઈને દેશભરના વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અનેક વિદ્યાર્થી સંગઠનોએ પરીક્ષાની પારદર્શિતા પર સવાલ ઉઠાવી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.તપાસ એજન્સીઓ હાલમાં આ કૌભાંડ સાથે જોડાયેલા અન્ય લોકો સુધી પહોંચવા માટે સતત દરોડા અને ડિજિટલ તપાસ ચલાવી રહી છે.


આ પણ વાંચો:NEET 2026 પેપર લીકનો મોટો ખુલાસો? પરીક્ષા પહેલા 140 પ્રશ્નો વાયરલ, SOG તપાસમાં ચોંકાવનારી વિગતો

આ પણ વાંચો:NEET-UG 2026 પરીક્ષા રદ્દ: પેપરલીક બાદ NTA નો મોટો નિર્ણય, તપાસ CBI ને સોંપાઈ

આ પણ વાંચો:NEET UG જાપાન ભારતીય વિદ્યાર્થીઓ માટે નવું મેડિકલ ડેસ્ટિનેશન બની રહ્યું છે,જાણો  કારણ