@ભરત સુંદેશા, મંતવ્ય ન્યૂઝ-બનાસકાંઠા
- દાંતીવાડાના ભાખર પાસે સગીર યુવતીની હત્યા
- મુકબધીર 12 વર્ષિય સગીરાનું ગળું કાપી હત્યા
- સગીરાની હત્યા કરાયેલ હાલતમાં મૃતદેહ મળ્યો
- ડીસા સ્પોર્ટ કલબ પાસે યુવતી રહેતી હતી
- દાંતીવાડા પોલીસ ઘટના સ્થળે
દાંતીવાડા પંથકના ભાખર પાસે મુકબધીર કિશોરીનું ગળું કાપી હત્યા કરાઇ હોવાની ઘટના પ્રકાશમાં આવતાં ખળભળાટ મચી ગયો છે. ઘટનાની જાણ થતાં સ્થાનિકો સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં એકઠા થઇ ગયા હતા. પ્રાથમિક તપાસમાં કિશોરી ગઇકાલે ગુમ થયા બાદ આજે દાંતીવાડાના ગામે અવાવરૂ જગ્યાએ હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવીતાં ચકચાર મચી ગઇ છે. પોલીસે હત્યારો અને તેનું કારણ શોધવા મથામણ શરૂ કરી છે.
બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા પંથકના ભાખર પાસે મુકબધીર સગીરાનું ગળું રહેંસી નાંખી હત્યા કરાયેલી લાશ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.૧૨ વર્ષીય સગીરાની ક્રુરતા પૂર્વક હત્યા કરાયેલી હાલતમાં લાશ અવાવરૂ જગ્યાએ મળી હોવાની વાત પંથકમાં ફેલાઇ જતાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. ગઇકાલે બાળકી ગુમ થયા બાદ પ્રાથમિક તપાસમાં બાળકીને લઇ બાઇક પર લઇ જતો શખ્સ સીસીટીવી કેમેરામાં કેદ થતાં પોલીસે તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
