Ahmedabad News/ અમદાવાદની સ્કૂલોમાં ફાયર સેફ્ટીનું થશે સરપ્રાઈઝ ચેકિંગ

અમદાવાદની શાળાઓમાં ફાયર સેફ્ટી (Fire Safety)નું સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવશે. શહેરના ડીઇઓની ટીમ સ્કૂલોમાં જઈને સરપ્રાઇઝ ચેકિંગ કરશે. શહેરમાં ભયંકર ગરમીના કારણે આગની ઘટનામાં વધારો થયો છે. આના કારણે ચેકિંગ કરવામાં આવશે. ફાયર સેફ્ટીમાં બેદરકારી દાખવનારી શાળાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.

Top Stories Ahmedabad Gujarat Breaking News

Ahmedabad News: અમદાવાદની શાળાઓમાં ફાયર સેફ્ટી (Fire Safety)નું સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવશે. શહેરના ડીઇઓની ટીમ સ્કૂલોમાં જઈને સરપ્રાઇઝ ચેકિંગ કરશે. શહેરમાં ભયંકર ગરમીના કારણે આગની ઘટનામાં વધારો થયો છે. આના કારણે ચેકિંગ કરવામાં આવશે. ફાયર સેફ્ટીમાં બેદરકારી દાખવનારી શાળાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.

ફાયર સેફ્ટીના સાધનોની ચકાસણીનો રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. આગની ઘટનાઓમાં વધારો થવાના કારણે આ ચેકિંગ કરવામાં આવનાર છે. ગરમીના કારણે આગ ન લાગે તે માટે તકેદારી રાખવા પણ સૂચના છે. આ અગાઉ અમદાવાદની સ્કૂલોમાં ફાયર સેફ્ટીને લઈને સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું ત્યારે કેટલીય સ્કૂલોના ફાયર સેફ્ટીમાં ખામી જોવા મળી હતી. તેમા ફાયર લોડથી લઈને વિવિધ ઉપકરણો ઉપયોગમાં પણ લઈ શકાય તેવી સ્થિતિમાં ન હોવાનું જોવાયું હતું.

આ સંદર્ભમાં તે સમયે સૌથી પહેલા ઉદગમ સ્કૂલમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. ફાયર NOC ને લગતા બોર્ડ લગાવવામાં આવ્યા ન હતા. એસેન્શન સ્કૂલમાં શરૂઆતથી જ ખામીઓ જોવા મળી હતી. જેમાં શાળાની વહીવટી કચેરીમાં ફાયરના સાધનોની અછત જોવા મળી હતી. શાળામાં ફાયર લોડ બિલ્ડિંગ મુજબ ન હોવાનું જાણવા મળ્યું હતું. જાહેરમાં રબરની બેઠકો મૂકવામાં આવી હતી. સ્મોક વેન્ટિલેશનની કાળજી લેવામાં આવી ન હતી. શાળામાં લેબોરેટરી સુધી પહોંચવા માટે એકને બદલે બે રસ્તા હોવા જોઈએ. શાળામાં વાયરો પણ ખુલ્લા જોવા મળ્યા હતા. જ્વલનશીલ પદાર્થો વચ્ચે માત્ર એક જ અગ્નિ ઉપકરણ રાખવામાં આવ્યું હતું.

ઉદગમ સ્કૂલમાં હાજર સ્ટાફને પણ આગ ઓલવવા માટેના સાધનો કેવી રીતે ચલાવવા તે અંગે સૂચના આપવામાં આવી હતી, પરંતુ સ્ટાફ પાસે પૂરતી જાણકારી ન હોવાના કારણે ફાયર વિભાગની ટીમે તાત્કાલિક સ્ટાફને સ્થળ પર જ તાલીમ આપી હતી. અગ્નિશામક સાધનો કામ કરી રહ્યા છે કે કેમ તેની પણ ચકાસણી કરવામાં આવી હતી. શાળા શરૂ થાય તે પહેલા તમામ વ્યવસ્થા પૂર્ણ કરવા શાળાને સૂચના આપવામાં આવી છે.

DEO અને ફાયર વિભાગના ચેકિંગમાં સામે આવ્યુ કે સ્કૂલ દ્વારા ફાયર NOC લીધેલી છે અને ફાયર સેફ્ટીના સાધનો પણ છે પરંતુ શાળાના બિલ્ડિંગને જોતા પૂરતો ફાયર લોડ ન હોવાનુ ધ્યાને આવ્યુ છે. આ ઉપરાંત શાળામાં ઈલેક્ટ્રીક ફોલ્ટલાઈન જ્યાથી પસાર થાય છે ત્યાં જ ફોમની ગાદીઓનો મોટો જથ્થો રાખેલો હોવાનુ ધ્યાનમાં આવ્યુ છે. આ ઉપરાંત આ ફોમની ગાદીઓના ઢગલા પાછળ ફાયર સેફ્ટીના સાધનો રાખવામાં આવ્યા હતા. આ બાબત ધ્યાને આવતા જ ઈલેક્ટ્રીક ફોલ્ટલાઈનની બાજુમાંથી રબરની ગાદીઓના જથ્થાને તાત્કાલિક ત્યાથી હટાવવાનો આદેશ કરાયો છે.

આ પછી ગુલબાઈ ટેકરા ખાતે આવેલી નવકાર પબ્લિક સ્કૂલનું પણ DEO અને ફાયરની ટીમ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. નવકાર સ્કૂલ પાસે ફાયર એનઓસી અને અપડેટ સાધનો ઉપલબ્ધ હતા. નવકાર સ્કૂલના બેઝમેન્ટ પાર્કિંગનો ઉપયોગ કાટમાળ સંગ્રહ કરવા માટે કરવામાં આવતો હતો. પાર્કિંગની જગ્યા બંધ કરી દેવામાં આવી હતી અને ખુરશીઓ, સામાન અને અન્ય વસ્તુઓ જગ્યાએ રાખવામાં આવી હતી. મેનેજરને તાત્કાલિક પાર્કિંગની જગ્યા ખાલી કરવા સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત પાંચમા માળે કાગળનો શેડ પણ હતો, તેને દૂર કરવા સૂચના આપવામાં આવી છે. અમદાવાદની આવી ઘણી બધી સ્કૂલોને ફાયર સેફ્ટીનું સરપ્રાઇઝ ચેકિંગ કરાશે તેવી સૂચના આપી દેવામાં આવી છે.


આ પણ વાંચો: અમદાવાદની શાળાઓમાં સરપ્રાઇઝ ચેકિંગ,ફાયર સેફ્ટીની ખામીઓ આવી સામે: વિદ્યાર્થીઓના જીવ જોખમ

આ પણ વાંચો: અમદાવાદ જિલ્લામાં ફાયર સેફ્ટીના સાધનો ન હોય તેવી 110 સ્કૂલોનો નેટિસ

આ પણ વાંચો: અમદાવાદની બધી સ્કૂલોમાં ફાયર સેફટી સ્થાપો, કર્મચારીઓને તાલીમ આપો: હાઈકોર્ટ