નવી દિલ્હી,
દેશની ટોચની તપાસ એજન્સી સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન (CBI) છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં છે. લાંચ કાંડમાં ફસાયેલી તપાસ એર્જ્ન્સી CBIના ટોચના બે અધિકારીઓ આલોક વર્મા અને રાકેશ અસ્થાના વચ્ચે ચાલી રહેલા ધમાસાણનો મામલો હવે કોર્ટ સુધી પહોંચી ચુક્યો છે.
બીજી બાજુ બુધવારે આ મામલે મોદી સરકાર દ્વારા એક્શન લેવામાં આવ્યા છે અને CBI ડાયરેક્ટર આલોક વર્મા અને સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાને રજા પર મોકલી આપવામાં આવ્યા છે. જયારે નાગેશ્વર રાવને CBIની કમાન સોપવામાં આવી છે.
જાણો, કોણ છે આલોક વર્મા ?
CBIના ચીફ એવા આલોક વર્માની વાત કરવામાં આવે તો, તેઓનો જન્મ ૧૪ જુલાઈ, ૧૯૫૭ના રોજ થયો હતો. તેઓએ રાજધાની દિલ્હીની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં અને સ્નાતકની ડિગ્રી સેન્ટ સ્ટિફન કોલેજમાં લીધી હતી.

ત્યારબાદ તેઓ ૨૨ વર્ષની ઉંમરમાં ૧૯૭૯માં IPS ઓફિસર બન્યા હતા અને તેઓને IPS ઓફિસર તરીકે અરુણાચલ પ્રદેશ, ગોવા, મિઝોરમ અને કેન્દ્ર શાસિત પ્રદેશો (એજીએમયુટી)નું કેડર આપવામાં આવ્યું હતું.
જોવામાં આવે તો, આલોક વર્મા પોતાની બેચમાં સૌથી નાની વયના IPS અધિકારી હતા.
CBIના ડાયરેકટરનું પદ સંભાળતા પહેલા આલોક વર્મા દિલ્હીમાં પોલીસ કમિશનર, દિલ્હી જેલમાં ડિરેક્ટર, મિઝોરમ અને પોન્ડુંચેરીના DGP, અંદમાન-નિકોબારના IGP જેવા મહત્વના પદો પર નિયુક્ત કરવામાં આવી ચુક્યા છે.

બીજી બાજુ તપાસ એજન્સી CBIની વાત કરવામાં આવે તો, આલોક વર્મા એકમાત્ર ડાયરેક્ટર છે, કે જેઓ એજન્સીમાં કામ કર્યા વગર જ સીધા જ ડાયરેક્ટર પદે નિયુક્ત કરાયા હતા.
આ ઉપરાંત તેઓને વર્ષ ૨૦૦૩માં તેમની વિશિષ્ટ સેવાઓ બદલ પ્રેસિડેન્ટ પોલીસ મેડલ તેમજ ૧૯૯૭માં પોલીસ મેડલ આપવામાં આવ્યો છે.

દેશની ટોચની તપાસ એજન્સી સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન (CBI) છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં છે. લાંચ કાંડમાં ફસાયેલી તપાસ એર્જ્ન્સી CBIના ટોચના બે અધિકારીઓ આલોક વર્મા અને રાકેશ અસ્થાના વચ્ચે ચાલી રહેલા ધમાસાણનો મામલો હવે કોર્ટ સુધી પહોંચી ચુક્યો છે.
બીજી બાજુ બુધવારે આ મામલે મોદી સરકાર દ્વારા એક્શન લેવામાં આવ્યા છે અને CBI ડાયરેક્ટર આલોક વારમાં અને સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાને રજા પર મોકલી આપવામાં આવ્યા છે. જયારે નાગેશ્વર રાવને CBIની કમાન સોપવામાં આવી છે.
