Not Set/ 4 વર્ષમાં સૌથી વધુ ઊંચાઈ પર જથ્થાબંધ મોંઘવારી દર : જૂનમાં 5.77 ટકા નોંધાયો

નવી દિલ્હી, જથ્થાબંધ ભાવાંક પર આધારિત ફુગાવો જૂનમાં વધીને 5.77 ટકા સુધી પહોંચી ગયો છે, જે 4 વર્ષમાં સર્વાધિક છે. મુખ્ય રૂપથી શાકભાજી અને ઇંધણના ભાવ વધવાથી ફુગાવાનું દબાણ વધ્યું છે. મેં મહિનામાં જથ્થાબંધ ભાવાંક પર આધારિત ફુગાવો 4.43 ટકા અને ગયા વર્ષે જૂનમાં 0.90 ટકા હતો. સોમવારે જાહેર કરવામાં આવેલા સરકારી આંકડાઓ મુજબ ખાદ્ય વસ્તુઓના […]

Top Stories India Business

નવી દિલ્હી,

જથ્થાબંધ ભાવાંક પર આધારિત ફુગાવો જૂનમાં વધીને 5.77 ટકા સુધી પહોંચી ગયો છે, જે 4 વર્ષમાં સર્વાધિક છે. મુખ્ય રૂપથી શાકભાજી અને ઇંધણના ભાવ વધવાથી ફુગાવાનું દબાણ વધ્યું છે. મેં મહિનામાં જથ્થાબંધ ભાવાંક પર આધારિત ફુગાવો 4.43 ટકા અને ગયા વર્ષે જૂનમાં 0.90 ટકા હતો.

સોમવારે જાહેર કરવામાં આવેલા સરકારી આંકડાઓ મુજબ ખાદ્ય વસ્તુઓના વર્ગમાં ફુગાવો જૂન 2018માં 1.80 ટકા,  જે મેં મહિનામાં 1.60 ટકા હતો. શાકભાજી ના ભાવ વાર્ષિક આધાર પર 8.12 ટકા ઊંચા રહ્યા છે. મેં મહિનામાં શાકભાજી ની કિંમત 2.51 ટકા વધી હતી. વીજળી અને ઇંધણ ક્ષેત્રનો ફુગાવો જૂનમાં વધીને 16.18 ટકા થયો હતો જે મેં મહિનામાં 11.22 ટકા હતો.

આનું મુખ્ય કારણ વૈશ્વિક બજારમાં ઓઈલની કિંમતમાં થયેલો વધારો છે. આ દરમિયાન બટેટાની કિંમતો ગયા વર્ષની તુલનામાં 99.02 ટકા વધી છે. મેં મહિનામાં બટેટાની કિંમતોમાં ફુગાવો 81.93 ટકા હતો. આ જ રીતે  ડુંગળીનો મોંઘવારી દર જૂનમાં 18.25 ટકા રહ્યો, જે મેં મહિનામાં 13.20 ટકા હતો. દાળોના ભાવમાં ઘટાડો ચાલી રહ્યો છે. જૂનમાં દાળોના ભાવમાં વાર્ષિક આધાર પર  20.23 ટકાનો ઘટાડો નોંધાયો છે. સરકારે એપ્રિલના જથ્થાબંધ ભાવાંક ફુગાવાને 3.62 ટકા કરી દીધો હતો. પ્રારંભિક આંકડાઓમાં આ 3.18 ટકા રહેવાનું અનુમાન છે.

ગયા અઠવાડિયે રિટેલ ફુગાવાના આંકડાઓ જાહેર થયા હતા. ગ્રાહક સૂચકાંક આધારિત ગ્રાહક ફુગાવામાં જૂનમાં પાંચ ટકા રહ્યો હતો, જે પાંચ મહિનાનું મહત્તમ સ્તર છે. ઉલ્લેખનીય છે કે દેશની મુદ્રા નીતિને નક્કી કરવામાં  રિઝર્વ બેંક દ્વારા  મુખ્યત્વે રિટેલ ફુગાવાના આંકડાઓનો ઉપયોગ થાય છે.

વધતો મોંઘવારી દર રિઝર્વ બેન્કના અનુમાન મુજબ છે. બેંકે હાલના અનુમાનમાં  ઓક્ટોબર-માર્ચ ના છ માસિક ગાળામાં રિટેલ મોંઘવારી દર 4.7 ટકા રહેવાનું અનુમાન લગાવ્યું છે. આ પહેલાનું પૂર્વાનુમાન 4.4 ટકા હતું. મુદ્રા નીતિ સમીક્ષાની ગઈ બેઠકમાં રિઝર્વ બેંકે વ્યાજ દરોમાં 0.25 ટકાનો વધારો કર્યો હતો.