Business News: નવું વર્ષ 2026 કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટી ખુશખબર લઈને આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારએ 8મા પગાર પંચને મંજૂરી આપી અને પગારમાં વધારો (Salary Hike) કર્યો છે અને તે આજથી એટલે કે 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવી ગયું છે.
આ નિર્ણયથી દેશભરના આશરે 50 લાખ કાર્યરત કર્મચારીઓ અને 65 લાખ પેન્શનરોને સીધો લાભ મળશે. સરકારના આ પગલાને વધતી મોંઘવારી, જીવનનિર્વાહ ખર્ચ અને કર્મચારીઓની લાંબા સમયથી ચાલી રહેલી માંગના સંદર્ભમાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.
પગારમાં કેટલો વધારો (Salary Hike) થશે? (અંદાજિત)
હાલ સુધી સરકારે સત્તાવાર રીતે ટકાવારી જાહેર નથી કરી, પરંતુ નિષ્ણાતો અને મીડિયા રિપોર્ટ્સ અનુસાર ફિટમેન્ટ ફેક્ટરના આધારે પગારમાં મોટો ઉછાળો (Salary Hike)આવી શકે છે.
લઘુત્તમ પગાર
હાલનો લઘુત્તમ મૂળ પગાર ₹18,000 છે, જે વધીને ₹38,700 થી ₹51,480 વચ્ચે થઈ શકે છે.
ફિટમેન્ટ ફેક્ટર
8મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 2.15 થી 2.57 વચ્ચે રહેવાની સંભાવના છે.
| પગાર સ્તર | હાલનો પગાર (₹) | નવો અંદાજિત પગાર (₹) | વધારો (₹) |
|---|---|---|---|
| લેવલ 1 (ગ્રુપ D) | 18,000 | 38,700 | 20,700 |
| લેવલ 5 (ગ્રુપ C) | 29,200 | 62,780 | 33,580 |
| લેવલ 10 (ગ્રુપ B) | 56,100 | 1,20,615 | 64,515 |
| લેવલ 15 (ગ્રુપ A) | 1,82,200 | 3,91,730 | 2,09,530 |
| લેવલ 18 (ટોપ અધિકારી) | 2,50,000 | 5,37,500 | 2,87,500 |
મોંઘવારી ભથ્થા (DA) અંગે સરકારની સ્પષ્ટતા
તાજેતરમાં સોશિયલ મીડિયા પર એવી અફવાઓ ફેલાઈ હતી કે નવા નાણાકીય અધિનિયમ 2025 હેઠળ પેન્શનરોનું DA બંધ થઈ જશે.સરકારે આ અહેવાલોને ખોટા અને ભ્રામક ગણાવ્યા છે.
સરકાર મુજબ:
DA અને પેન્શનના તમામ લાભો યથાવત રહેશે. માત્ર ગંભીર ગેરરીતિ બદલ બરતરફ કરાયેલા કર્મચારીઓના લાભો જ અટકાવવામાં આવશે
8મું પગાર પંચ કેમ મહત્વપૂર્ણ છે?
સરકાર સામાન્ય રીતે દર 10 વર્ષે પગાર પંચની રચના કરે છે. 7મું પગાર પંચ 2016માં લાગુ પડ્યું હતું.નિષ્ણાતો માને છે કે પગાર વધારા (Salary Hike)થી બજારમાં ખર્ચ વધશે અને આર્થિક ગતિને વેગ મળશે.
8મું પગાર પંચ:
વધતી મોંઘવારી (Salary Hike) સામે રાહત આપશે
કર્મચારીઓની ખરીદ શક્તિ વધારશે
દેશની અર્થવ્યવસ્થામાં માંગ વધારશે
8મા પગાર પંચના અમલથી કર્મચારીઓ અને પેન્શનરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઘણા વર્ષોથી જે માંગ ચાલી રહી હતી તે આખરે પૂર્ણ થતાં નવા વર્ષની શરૂઆત ખુશખબર સાથે થઈ છે.
આ પણ વાંચો:નવું વર્ષ શરૂ થતાં જ મોંઘવારીનો ફટકો, 19 કિલો LPG સિલિન્ડરના ભાવ વધ્યા
આ પણ વાંચો:આઠમા પગાર પંચથી લઈને LPGના ભાવ… આજથી બદલાશે આ 10 નિયમો, તમારા ખિસ્સાને થશે અસર
આ પણ વાંચો:આધાર OTP વિના ટ્રેન ટિકિટ નહીં! IRCTCના નવા નિયમોથી જનરલ મુસાફરોને આધાર કાર્ડ લિંક જરૂરી….
