MANTAVYA Vishesh/ રાજકોટના કાળીપાટ ગામે ગરીબોની જમીન ભૂમાફિયાઓ (land mafias) એ પચાવી પાડી

આ ભૂમાફિયા land mafias જેવા નેતાઓ અમારી જમીન પચાવી પાડે છે. જે અમને રાજકોટ rajkot માં કાળીપાટ ગામ ( kalipat village ) ના અનુસૂચિત જાતિના લોકો સ્વમાનથી જીવી શકે તે માટે સરકારે મંડળી બનાવીને આપી હતી

Mantavya Vishesh
સરકારે મંડળી બનાવીને આપેલ જમીન આ ભૂમાફિયા land mafias જેવા નેતાઓ પચાવી પાડે છે.

કહેવત છે ગરીબ કી જોરું સબ કી ભાભી. હવે આવું જ ગરીબની જમીન અંગે પણ કહી શકાય. રાજકોટમાં કાળીપાટ ગામે ગરીબોની જમીન પર કૌભાંડીઓનો ( land mafias ) ડોળો પડ્યો અને વાત ખતમ. બસ તેઓ આ જમીન કબ્જે કરીને જ બેઠા, હવે જેની પોતાની જમીન છે તે પોતે હવે આ જમીન માટે સરકારી ઓફિસોના ધક્કા ખઈ રહ્યા છે, ટેબલે-ટેબલે ભટકી રહ્યા છે. તેમા પણ ગરીબ અનુસૂચિત જાતિનો હોય પછી તો પૂછવાનું જ શું, કૌભાંડીઓ કોઈ કારી મૂકતા હશે.

રાજકોટ (Rajkot) ના કાળીપાટ ગામે ( kalipat village ) ગરીબોની જમીન ભૂમાફિયાઓ (land mafias) એ પચાવી પાડી

કાળીપાટ ગામ ( kalipat village ) ના અનુસૂચિત જાતિના લોકો સ્વમાનથી જીવી શકે તે માટે સરકારે મંડળી બનાવીને તેમને અનુસૂચિત જાતિ સામુદાયિક ખેતી સહકારી મડંળી સર્વે નંબર 173ની જમીન આપી હતી. આ જમીન આ અનુસૂચિત જાતિ સામુદાયિક ખેતી સહકારી મંડળીના નામની હતી. હવે આ મંડળીએ કોઈપણ કાર્યવાહી કરી નથી તો પણ આખો દસ્તાવેજ રાજકોટ ભાજપના નેતા અને તેના પિતાના નામે થઈ ગયો હોવાનો આક્ષેપ કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે. આ વાત ફક્ત રાજકોટ કે ગાંધીનગરના મુખ્યમંત્રી કચેરી સુધી જ સીમિત ન રહેતા તેની ફરિયાદ છેક પીએમઓ સુધી થવાના કારણે સૌરાષ્ટ્રના રાજકારણમાં જાણે નવો જ ભૂકંપ આવ્યો છે.

જ્યારે વિપક્ષ કોંગ્રેસને આ કિસ્સામાં બગાસુ ખાતા પતાસુ મળી ગયું હોવાનું કહેવાય છે. આગામી વર્ષે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે ત્યારે આ સ્થાનિક મુદ્દો અને તેમા પણ શાસક પક્ષના આગેવાનોનો સમાવેશે વિપક્ષને તાસક ભર ધરીને મુદ્દો આપ્યો છે. રાજકોટ તાલુકા અનુસૂચિત જાતિ સામુદાયિક ખેતી સહકારી મંડળીના પ્રમુખ શૈલેષ પરમાર અને અન્ય સભ્યોનો દાવો છે કે ડેપ્યુટી કલેક્ટરે મંડળીની જમીનને ગેરરીતિ આચરીને શરતભંગ કરી પહેલા ખાલસા કરી હતી, તેના પછી કાયદાકીય કાવાદાવા કરીને ભાજપના નેતાના નામે દસ્તાવેજ કરવાનો નિર્ણય કર્યો હતો.

આખા કિસ્સામાં આશ્ચર્યની વાત એ છે કે અમારી જમીન હોવા છતાં અમને કશું જ પૂછવામાં આવ્યું નથી. અમને જમીન માટે રૂપિયાની ઓફર કરવામાં આવી નથી. આ અંગે અમારો કોઈ સંપર્ક કરવામાં આવ્યો નથી. આ તો સીધી અમારી જમીન સરકારી અધિકારી અને શાસક પક્ષના નેતાએ મળીને પચાવી જ પાડી છે. સરકાર એકબાજુએ અમને ગૌરવપૂર્વક જીવવાનો અધિકાર આપી રહી છે ત્યારે આ ભૂમાફિયા land mafias જેવા નેતાઓ અમારી જમીન પચાવી પાડે છે. આ રીતે તેઓ અમારી પાસેથી ગૌરવપૂર્વક જીવવાનો અધિકાર પણ છીનવી લેવા માંગે છે. અમારી જ જમીન પર અમને જમીનના માલિકમાંથી ખેતમજૂર બનાવી દેવાનો આ કારસો છે. અમારે શું આ રીતે અમારું જીવન બીજાની દયા પર જ ગુજારવાનું છે. અમારી પીડાઓને કોઈ સાંભળનારું નથી. હાલમાં તો સરકારી તંત્ર અમને જાણે ઠેબે લઈ રહ્યુ હોય તેવી સ્થિતિ છે. તેમા પણ વગદાર લોકોની સામે અમે કોર્ટથી લઈને કોઈપણ રીતે ટકી ન શકીએ તેવી અમારી સ્થિતિ છે.

સહકારી મંડળીના સભ્યો શૈલેષ પરમાર અને અન્ય સભ્યોએ રજૂઆત કરી હતી કે અમારી કોઈપણ પ્રકારની મૌખિક કે લેખિત સંમતિ વગર ડેપ્યુટી કલેક્ટરે મંડળીની જમીન શરતભંગ કરી હતી. તેમા કાળીપાટ ગામની જે જમીન પર અમે ખેતી કરતા હતા એ જમીન પ્રાંત-ટુ ગંભીરસિંહ ધાકરે એએલસી હેઠળ સરકાર હસ્તક લીધેલ ગરાસદારોના વારસદારોના બોગસ વસિયતનામાના આધારે ગેરકાયદેસર રીતે પરત આપેલ છે. ભૂમાફિયાઓ land mafias એ આ જમીનનો વેચાણ દસ્તાવેજ પણ પાછો રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 2019માં કરાવી લીધો હતો. અમારે તેના કારણે ન્યાય માટે દર-દર ભટકવાની સ્થિતિ આવી છે.

અમારું તો ફક્ત એટલું કહેવું છે કે બસ અમારી સાથે ન્યાય કરવામાં આવે. ભૂમાફિયાઓ land mafias એ અમારી લીધેલી જમીન પરત કરી દેવામાં આવે. અમને સન્માનપૂર્વક જીવવાનો અમારો હક્ક પરત આપવામાં આવે.  તેમણે દાવો કર્યો હતો કે અધિકારીઓ અને રાજકીય આગેવાનોએ તેમની સત્તાનો ઉપયોગ કરીને અમારા જેવા ગરીબોની જમીન પડાવી લીધી છે, અમારે બીજું કશું જ નહીં અમારી જમીન પરત જોઈએ છે. આ અંગે અમે પીએમઓ સુદ્ધામાં અરજી કરી છે. આ ઉપરાંત રાજકોટ જો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવે તો અમે તેમને આ બાબતને લઈને મળવા પણ માંગીએ છીએ.

તેમણે જણાવ્યું હતું કે આજે પરિસ્થિતિ એવી છે કે અમારી જ જમીન હોવા છતાં અમે જઈ શકતા નથી, અમને અમારી જ જમીન પર પગ મૂકવા દેવામાં આવતો નથી. અમે અમારી જમીન પર જઈએ તો અમારા પર ઘાતક શસ્ત્રો વડે હુમલા કરવામાં આવે છે. અમને વિનંતી છે કે પોલીસ રક્ષણ પર અમને જમીન પર પરત આપવામાં આવે. તેની સાથે અમારા પર હુમલો કરનારાઓ પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.

આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે ત્યારે આ મુદ્દો વિપક્ષ નહીં ચગાવે તો જ મોટું આશ્ચર્ય થશે. વિપક્ષ અહીં શાસક પક્ષમાં બેઠેલા ભૂમાફિયાને ટાર્ગેટ બનાવી શકે છે, ગરીબોની ફરિયાદ સામે શાસક પક્ષ દ્વારા કાર્યવાહી નહીં થાય તો વિપક્ષ ગરીબોનું બેલી બનવા માટે મેદાનમાં ઉતરી શકે છે. આ સંજોગોમાં નવા વર્ષમાં નવા જ રાજકીય જંગના મંડાણ થાય તો આશ્ચર્ય નહી થાય. રાજકોટ ફરી પાછું વિવાદના કેન્દ્રમાં રહે તેવી પૂરી સંભાવના છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુજરાતમાં 20 લાખથી પણ વધુ નામ મતદાર યાદીમાંથી દૂર થશે

આ પણ વાંચો: લે ભાઈ લેતો જા, ઠગાઈની ફરિયાદ સામે અલ્પેશ ઢોલરિયાનો 10 કરોડનો બદનક્ષીનો દાવો