વિવાદ સર્જે તો સ્વામિનારાયણ મંદિર નહીં. રાજકોટના સરધારના સ્વામિનારાયણ મંદિરના નિત્યસ્વરૂપ સ્વામીના નિવેદનનો વિવાદ હજી શાંત પણ પડ્યો નથી ત્યાં રાજકોટના રૈયા રોડ પરનું સ્વામિનારાયણ મંદિર વિવાદમાં આવ્યું છે. આમ સ્વામિનારાયણ સંપ્રદાયનો વિવાદ અટકવાનું નામ લેતો નથી.
રાજકોટના રૈયા રોડ પરનું પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર ફરીથી વિવાદમાં આવ્યું છે. આ વખતે આ સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી કોઈએ નિવેદન કર્યું નથી, પરંતુ રાજકોટના રૈયા રોડ પર આવેલા પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિરમાં સ્વામીઓને ભગવાનનો અવતાર બતાવવામાં આવ્યા છે. તો પહેલા કયા અવતારમાં હતા તે લિસ્ટ વાઇરલ થયો છે. આ ઉપરાંત તેમના શિષ્યોને પણ ભગવાનના વિવિધ અવતારોમાં દર્શાવવામાં આવ્યા છે.

આ અંગે હરિભક્ત ભરત યાજ્ઞિકને પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે આ તસ્વીર જૂની હોઈ શે છે અને હું દોઢ વર્ષથી મંદિરમાં સેવા કરું છું, પરંતુ મેં આવું પોસ્ટર જોયું નથી. આ તસ્વીરમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે યાદીમાં લખ્યું છે કે શ્રીજી મહારાજના શિષ્યનો અગાઉનો અવતાર ભગવાન શ્રીકૃષ્ણનો હતો. હવે કોઈ આ વાત ક્યાંથી સ્વીકારી શકે.
જ્યારે મુક્તાનંદ સ્વામીને વ્યાસજી ગણાવવામાં આવ્યા હતા. જ્યારે નિત્યાનંદ સ્વામીને વ્યાસજી ગણાવાયા હતા. આ સિવાય શુક્રમુનિને શુકદેવજી ગણાવાયા હતા. ગુણાતીતાનંદ સ્વામીને અક્ષરધામ ગણાવાયા હતા. આ સિવાય બ્રહ્માનંદ સ્વામીને બૃહસ્પતિનો અવતાર ગણાવાયા હતા. જ્યારે મૂળજી બ્રહ્મચારીને તો હનુમાન ગણાવાયા હતા. હવે ક્યાં હનુમાનજી અને ક્યાં મૂળજી બ્રહ્મચારી સ્વામી. બધા હનુમાનભક્તો મારવા આવે તેવી વાત લખી છે.

જ્યારે ચૈતન્યાનંદ સ્વામીને ભગવાન દત્તાત્રેયનું સ્વરૂપ ગણાવાયા હતા. હવે દત્તાત્રેયના ભક્તો આનાથી ગુસ્સે જ ભરાયને. પૂર્ણાનંદ સ્વામીને પ્રિયવત ગણાવાયા હતા તો નિષ્કુળાનંદ સ્વામીને ભરતજી ગણાવાયા હતા. જ્યારે સ્વરૂપાનંદ સ્વામીને તો ભગવાન શંકરનો અવતાર ગણાવી દેવાયા હતા. હવે આ જોઈને મહાદેવના ભક્તો પણ રસ્તા પર ત્રિશૂળ લઈને ઉતરી પડે તો આશ્ચ્રર્ય ન થવું જોઈએ.
કૃપાનંદ સ્વામીને વેદ ગણાવ્યા હતા. રામાનંદ સ્વામીને તેમણે ઉદ્ધવજી ગણાવ્યા હતા. રામપ્રતાપભાઈને ભગવાન રામચંદ્રનો અવતાર ગણાવાયા હતા. આ જોઈને રામભક્તો તીરકામઠા લઈ આવી પહોંચશે. દાદા ખાચરને તો અર્જુનનો અવતાર ગણાવી દીધા હતા. લાડુબાને રાધાજી અને જીવુબાને લક્ષ્મીજીનો અવતાર કહેતા વિષ્ણુભક્તનો તેમના પર પ્રહાર થશે તે ચોક્કસ છે. જ્યારે રાજબાઈને મા સરસ્વતીનો અવતાર ગણાવાતા હવે લોકોને તેમનું કહેવું મન થાય છે કે આમના મુખેથી વહેતી આ ‘સરસ્વતી’ હવે બંધ ક્યારે થશે, જે સતત વિવાદ સર્જે છે.

આટલેથી ન અટકતા અરૈયા ખાચરને ગોરખનાથનો અવતાર ગણાવ્યા હતા, હવે યોગી આદિત્યનાથ જ્યારે આ જાણશે ત્યારે ચોક્કસ ભડકશે. આખો ગોરખ સંપ્રદાય તેમની સામે બાંયો ચઢાવે તેવી વાત છે. જ્યારે ભંગુજીને મચ્છંદરનાથ ગણાવાયા હતા. રાઠોડ ઘાંઘલની પત્ની રાણાબાને દેવકીજીનો અવતાર ગણાવ્યા હતા.
આ ઉપરાંત જાનબાઈને સીતાજી, રુક્મણિ અને દેવયાની એમ ત્રણેયનો અવતાર ગણાવ્યા હતા. હવે આમને શું કહેવું આ રીતે તે પોતાના સ્વામીઓ અને શિષ્યોને હિંદુ ધર્મના અવતાર ગણાવીને સાબિત શું કરવા માંગે છે. હજી આટલેથી પણ ન અટકતા તેમણે વાઘા ખાચરને સૂર્યદેવ ગણાવ્યા હતા, જ્યારે અદભુતાનંદ સ્વામીને વિષ્ણુનો અવતાર ગણાવ્યા હતા. આખા વૈષ્ણવ સંપ્રદાયમાં આક્રોશની સ્થિતિ સર્જાય તેવી આ વાત છે.

આમ સ્વામિનારાયણ સંપ્રદાયની આ યાદીએ શૈવભક્તો, વૈષ્ણવ સંપ્રદાય, રામભક્તો અને હનુમાનભક્તો કોઈને છોડ્યા નથી. જાણે બધાની સાથે એકસાથે જંગ માડવાનો હોય તેવી સ્થિતિ તેમની આ યાદીમાં પેદા કરી દીધી છે. શું તેમને વિચાર આવતો નથી કે તેઓ શું બોલી રહ્યા છે. તેઓ ધાર્મિક બાબતને લોકોની શ્રદ્ધાનો વિષય બનાવીને આગળ વધારવાના બદલે આ પ્રકારના અનાવશ્યક નિવેદનો અને આવી યાદીઓ બનાવીને હુંસાતુંસી તથા સંઘર્ષનો માર્ગ અપનાવી રહ્યા છે.
હવે મંદિરમાં આવી યાદી હોવા છતાં પણ ઘણા બધા તેના અંગે અજ્ઞાન વ્યક્ત કરે છે તે બતાવે છે કે વાસ્તવમાં તેઓ ડરના કારણે બોલતા નથી. હવે જો તેઓ આ યાદી ખોટી છે તેમ કહે તો તેમને મંદિરમાં પેસવા જ દેવામાં જ ન આવે અને આ યાદીને સમર્થન આપે તો સ્વામિનારાયમ મંદિરની બહાર તેમનો કોઈ કેડો મ મૂકે. આમ તેમની સ્થિતિ સૂડી વચ્ચે સોપારી જેવી હોવાથી તેઓએ અમે કશું જાણતા નથી તેવું કહીને વિવાદમાંથી છટકવાની બારી શોધી લીધી છે.
હવે અહીં સૌથી મોટો સવાલ એ છે કે સ્વામિનારાયણ મંદિરમાં વિવાદાસ્પદ યાદી બનાવી કોણે અને મૂકી કોણે. આટલી મોટી યાદી કોઈની જાણ બહાર તો મૂકાઈ જ ના હોય. આ પ્રકારની યાદી બનાવવાની જવાબદારી કોણ લેશે. અત્યારે ભલે વિવાદના કારણે બધાના મોઢા ચૂપ થઈ ગયા હોય, પણ કંઈ આ યાદી રાતોરાત તો બની ન હોય. કોઈ સ્વામીના મગજમાં વિચાર આવ્યો અને તે બની ગઈ હોય તેવું પણ ન હોય. આટલી મોટી યાદી બનાવવું તે કંઈ એક જણનું કામ નથી. ઘણા બધા લોકોએ જોડે બેસીને આ યાદી બનાવી હશે, પણ આજે વિવાદ સર્જાતા બધાના મોઢા ચૂપ થઈ ગયા છે, પછી ગુપચુપ રીતે આ યાદી હટાવી પણ દેવાશે. પછી આ યાદી પાછી ક્યારે યથાવત્ સ્થાને આવી જશે તેની ખબર પણ નહીં પડે.
આશ્ચર્યની વાત એ છે કે આટલો મોટો વિવાદ સર્જાવવા છતાં કોઈ મગનું નામ મરી પાડવા તૈયાર નથી. આ સંજોગોમાં સીધા મંદિરના સંચાલકો કે તેનું સંચાલક મંડળ જ દોષિત ઠરી શકે છે. જો કાયદાકીય કાર્યવાહી થશે તો મંદિરના સંચાલકોની સ્થિતિ વધુ વરવી થઈ જશે. સ્વામિનારાયણ સંપ્રદાયે પોતે તેમના દ્વારા સર્જવામાં આવતા આ વિવાદો પર પૂર્ણવિરામ મૂકવું પડશે, નહીં તો સનાતન સમાજ વીફરશે તો ક્યાંક સંપ્રદાય પર પૂર્ણવિરામ ન લાગી જાય !
આ પણ વાંચો:વિદેશમાં વસતા ગુજરાતીઓની હિંસા એક વરવી હકીકત
આ પણ વાંચો: ટ્રાફિકે બગાડ્યો 108નો રિસ્પોન્સ ટાઇમ
આ પણ વાંચો: મોરબીમાં ભ્રષ્ટાચારીઓ જ ‘ભવનાથ’ !
