MANTAVYA Vishesh/ અકસ્માતગ્રસ્તોને કેશલેસ ટ્રીટમેન્ટને લઈ સુપ્રીમે કેન્દ્રનો કાન આમળ્યો !

સંસદે મોટર વ્હીકલ્સ એક્ટ પસાર કર્યાને બે વર્ષ થયા હોવા છતાં પણ માર્ગ અકસ્માતમાં ગંભીર ઇજા પામનારને ‘ગોલ્ડન અવર’ દરમિયાન કેશલેસ ટ્રીટમેન્ટ મળવી જોઈએ તે હજી સુધી મળતી નથી. માર્ગ અકસ્માતમાં ઇજા પામનારને ઇજા થાય પછીનો પહેલો કલાક મહત્વનો હોય છે. ઘણી વખત વ્યક્તિના જીવનમરણનો આધાર તેના પર હોય છે.

Mantavya Vishesh

સંસદે મોટર વ્હીકલ્સ એક્ટ પસાર કર્યાને બે વર્ષ થયા હોવા છતાં પણ માર્ગ અકસ્માતમાં ગંભીર ઇજા પામનારને ‘ગોલ્ડન અવર’ દરમિયાન કેશલેસ ટ્રીટમેન્ટ મળવી જોઈએ તે હજી સુધી મળતી નથી. માર્ગ અકસ્માતમાં ઇજા પામનારને ઇજા થાય પછીનો પહેલો કલાક મહત્વનો હોય છે. ઘણી વખત વ્યક્તિના જીવનમરણનો આધાર તેના પર હોય છે.

સુપ્રીમ કોર્ટે પણ આ યોજનાનો અમલ ન થવાની બાબતની ગંભીર નોંધ લીધી છે અને માર્ગ પરિવહન અને હાઇવેઝ મંત્રાલયને 28મી એપ્રિલના રોજ કોર્ટમાં હાજર થવા નોટિસ પાઠવી છે અને આટલા સમય સુધી સરકારે પોતે જ નક્કી કરેલા કાયદાનો અમલ કેમ હજી સુધી થયો નથી તે સમજાવવાનું કહ્યું છે.

કેન્દ્ર સરકારે માર્ગ અકસ્માતના કિસ્સામાં નવી કેશલેસ ટ્રીટમેન્ટની સ્કીમની જાહેરાત કરી હતી. આ યોજના હેઠળ અકસ્માતના કિસ્સામાં પ્રથમ સાત દિવસના 1.5 લાખ રૂપિયા સુધીનો બધો તબીબી ખર્ચ સરકાર પૂરો પાડે છે. આના લીધે કોઈપણ વ્યક્તિ ગંભીર ઇજા પામ્યો હોય તો પણ તેની સારવાર થઈ શકે છે. સારવારના અભાવે કોઈનું પણ મૃત્યુ ન થાય તે માટે આ સ્કીમ લોન્ચ કરવામાં આવી છે.

નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે પોલીસને અકસ્માત અંગે અકસ્માત થયાના 24 કલાકમાં જણાવાશે તો સારવાર વિના મૂલ્ય થશે. તેમણે આ ઉપરાંત હિટ એન્ડ રનના કેસમાં મૃતકના કુટુંબ માટે બે લાખ રૂપિયાના એક્સ ગ્રેશિયા પેમેન્ટની પણ જાહેરાત કરી હતી.

માર્ગ પરિવહન અને હાઇવેઝ મંત્રાલયે 14 માર્ચ 2024ના રોજ ચંદીગઢમાં કેશલેસ ટ્રીટમેન્ટનો પાયલોટ પ્રોજેક્ટ લોન્ચ કર્યો હતો અને પછી તેનો છ રાજ્યોમાં વિસ્તાર કરવામાં આવનાર હતો. પણ કોઈ અગમ્ય કારણસર તેનો હજી સુધી અમલ થયો નથી.

ન્યાયાધીશ એએસ ઓકા અને ઉજ્જલ ભુયાનની બેન્ચે આ કેસની સુનાવણી કરતી વખતે આ કાયદાના અમલના નિયમો અને માળખાની ગેરહાજરીને લઈને કેન્દ્રના કાન આમળ્યા હતા. સુપ્રીમ કોર્ટે કડક શબ્દોમાં જણાવ્યું હતું કે આ તમારો પોતાનો કાયદો છે અને તેનો અમલ થવો જોઈએ. તેનો અમલ ન થવાના લીધે લોકો જીવ ગુમાવી રહ્યા છે. હવે જો તમે કાર્યવાહી નહીં કરે તો અમે તમારી સામે કોર્ટના તિરસ્કારની કાર્યવાહી કરીશું.

કોર્ટે એમિકસ ક્યુરી દ્વારા રજૂ કરવામાં આવેલા અહેવાલ પર કાર્યવાહી કરી હતી. તેમા ખુલાસો થયો હતો કે સરકાર કેશલેસ ટ્રીટમેન્ટ સ્કીમનો અમલ કરવામાં નિષ્ફળ રહી છે, એટલું જ નહીં સરકારે તેના માટે જરૂરી નિયમોનો મુસદ્દો પણ તૈયાર કર્યો નથી. આ યોજના 2022ના સુધારાનો ભાગ છે, જેનો હેતુ માર્ગ અકસ્માતમાં અને તેમા પણ ખાસ કરીને હિટ એન્ડ રનના કેસોમાં સમયસર તબીબી મદદ પૂરી પાડી શકાય તે સુનિશ્ચિત કરવાનું છે.

સુપ્રીમ કોર્ટમાં જણાવાયું હતું કે ભારતમાં 70 ટકા માર્ગ અકસ્માતો અને 64 ટકા જાનહાનિ મુખ્યત્વે 10 રાજ્યોમાં સૌથી વધુ પ્રમાણમાં જોવા મળે છે. આ રાજ્યોમાં ઇલેક્ટ્રોનિક મોનિટરિંગ અને અકસ્માત રિપોર્ટિંગ સિસ્ટમ હજી પણ કાર્યરત થઈ નથી. આ રાજ્યોમાં ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, કેરળ, પંજાબ, દિલ્હી, કર્ણાટક અને તમિલનાડુનો સમાવેશ થાય છે.

મંત્રાલયના અહેવાલમાં નોંધવામાં આવ્યું હતું કે અકસ્માતના અહેવાલ અને પીડિતને વળતર માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર  બનાવવા માટે માર્ચમાં બેઠકો યોજવામાં આવી હતી. જો કે હજી સુધી તેને અંતિમ ઓપ અપાયો નથી. ડ્રાફ્ટ કરાયેલી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજરમાં ઇ-વિગતવાર અકસ્માત અહેવાલ સિસ્ટમ, સીસીટીવી સર્વેલન્સની સ્થાપના, સ્પીડ કેમેરા અને વાંધાજનક વાહનોને ટ્રેક કરવા માટે ઓટોમેટિક નંબર પ્લેટ રેકગ્નિશન ટેકનોલોજી જેવા પગલાંનો સમાવેશ થાય છે.

ઇન્ટિગ્રેટેડ રોડ એક્સિડન્ટ ડેટા બેઝ અને ઇ-ચલણ કોર્ટ સિસ્ટમ્સ જેવી મુખ્ય સિસ્ટમોનું એકીકરણ હજી બાકી છે. મંત્રાલયે વિલંબ માટેના એક કારણ તરીકે સ્ટાફની અછતને ટાંકી હતી, જે અકસ્માતની જાણ કરવા અને વાહનની ઓળખથી લઈને ટ્રાફિક ચલણ જારી કરવા તથા વળતર આપવા સુધીની દરેક બાબતમાં અવરોધ સર્જે છે.

દરમિયાન જનરલ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન (જીઆઇસી)એ કોર્ટને જણાવ્યું હતું કે હિટ એન્ડ રન પીડિતો મટે વળતર પણ નોંધપાત્ર અવરોધોના લીધે વિલંબિત થઈ રહ્યું છે. એક મુખ્ય મુદ્દો એ છે કે ઘણા રાજ્યોમાં જિલ્લા અધિકારીઓ દાવાઓની પ્રક્રિયા માટે ઉપયોગમાં લેવાતા જીઆઇસી પોર્ટલ પર જરૂરી દસ્તાવેજો જેવા કે એફઆઇઆર, મેડિકલ રિપોર્ટ અને મૃત્યુ પ્રમાણપત્રો અપલોડ કરતાં નથી.

જીઆઇસીના વકીલે બેન્ચને જાણ કરી હતી કે અકસ્માતના કિસ્સામાં ઘણી વખત અનેક વીમા એજન્સીઓ સામેલ હોય છે. ઘણા રાજ્યો ક્લેમ માટે સમસયસર જીઆઇસી પોર્ટલ પર દસ્તાવેજો અપલોડ કરતાં નથી.

આના પગલે કોર્ટે તમામ રાજ્યોના મુખ્ય સચિવો અથવા પરિવહન સચિવોને તે સુનિશ્ચિત કરવાનો આદેશ આપ્યો છે કે જિલ્લા મેજિસ્ટ્રેટ વિના વિલંબે જરૂરી દસ્તાવેજો અપલોડ કરે. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે પોર્ટલને લઈ ટેકનિકલ સમસ્યા હોય તો તેનો ઉકેલ લાવવા સીધો જીઆઇસીનો સંપર્ક સાધવો જોઈએ.

અકસ્માતના અહેવાલ અને વળતર માટેની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજરને અંતિમ સ્વરૂપ આપવા કેન્દ્રઅને રાજ્યોને વધુ સમય આપતા કોર્ટે સ્પષ્ટકર્યું કે કાયદા હેઠળ જીવન બચાવતી યોજનાઓને લાગુ કરવામાં થતો વિલંબ અસ્વીકાર્ય છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વિદેશમાં વસતા ગુજરાતીઓની હિંસા એક વરવી હકીકત

આ પણ વાંચો:  ટ્રાફિકે બગાડ્યો 108નો રિસ્પોન્સ ટાઇમ

આ પણ વાંચો: મોરબીમાં ભ્રષ્ટાચારીઓ જ ‘ભવનાથ’ !