international news/ કચરાથી બનેલો ટાપુ અને ત્યાં વસે છે વન્યજીવો! સિંગાપોરે કેવી રીતે કરી કમાલ?

Singapore Semakau Landfill: સિંગાપોરે કચરાની રાખના નિકાલ માટે દરિયાની વચ્ચે 350 હેક્ટરનું Semakau Landfill બનાવ્યું છે. Waste-to-Energy પ્રક્રિયા, 7 કિમીની દરિયાઈ દીવાલ, Coral Reef, Mangroves અને Migratory Birds સાથે આ લેન્ડફિલ આજે અનોખા પર્યાવરણ અને પ્રવાસન સ્થળમાં ફેરવાયું છે.

Mantavya Vishesh World
Singapore Semakau Landfill: કચરાની રાખમાંથી બન્યું 350 હેક્ટરનું Wildlife Paradise

દરિયાની વચ્ચે આટલો મોટો ટાપુ… દેખાવમાં કુદરતી સ્વર્ગ, પરંતુ તેની નીચે (Singapore Semakau Landfill) દટાયેલું છે કચરું! અહીં પક્ષીઓ આવે છે, કોરલ રીફ વિકસે છે, દરિયાઈ જીવો જોવા મળે છે અને પ્રવાસીઓ પણ ફરવા આવે છે…પરંતુ સૌથી મોટું રહસ્ય એ છે કે આ ટાપુ માટી કે પથ્થરમાંથી નહીં, કચરાની રાખમાંથી બનાવવામાં આવ્યો છે!હા, તમે બરાબર સાંભળ્યું… સિંગાપોરે પોતાના કચરામાંથી નીકળતી રાખને દરિયામાં લઈ જઈને એક વિશાળ લેન્ડફિલ તૈયાર કર્યું અને આજે એ જ જગ્યા વન્યજીવો માટેના આશ્રયસ્થાન જેવી બની ગઈ છે.પણ સવાલ એ છે કે… સિંગાપોરે કચરાને કુદરત માટેની તકોમાં કેવી રીતે ફેરવ્યો? અને શું આ ખરેખર કાયમી ઉકેલ છે?ચાલો સમજીએ સિંગાપોરના અનોખા સેમાકાઉની આખી કહાની…

Singapore Semakau Landfill : કચરાની રાખમાંથી બન્યું 350 હેક્ટરનું Wildlife Paradise

સિંગાપોર… વિસ્તારની દૃષ્ટિએ નાનો દેશ, પરંતુ વસ્તી લાખોમાં.જમીન મર્યાદિત હોવાથી અહીં કચરો ફેંકવા માટે વિશાળ જમીન શોધવી સરળ નહોતી.એટલે સિંગાપોરે એક એવો રસ્તો પસંદ કર્યો, જે સાંભળવામાં વિચિત્ર લાગે છે…કચરાને જમીન પર નહીં, પરંતુ દરિયાની વચ્ચે મેનેજ કરવાનું!આ રીતે બે નાના ટાપુઓ વચ્ચેના દરિયાઈ વિસ્તારને ઘેરીને બનાવવામાં આવ્યું સેમાકાઉ લેન્ડફિલ.આ વિસ્તાર લગભગ ૩૫૦ હેક્ટર જેટલો છે.પરંતુ આ માત્ર એક કચરાનો નિકાલ સ્થળ નથી.તેને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું કે આસપાસનું દરિયાઈ પર્યાવરણ શક્ય તેટલું સુરક્ષિત રહે.

હવે સવાલ એ છે કે આખરે આટલો કચરો દરિયામાં જાય (Singapore Waste Management) છે કેવી રીતે?અહીં આવે છે સિંગાપોરની કચરા વ્યવસ્થાપનની બીજી મહત્વની કડી.દેશના મોટા પ્રમાણમાં ઘન કચરાને ખાસ પ્લાન્ટમાં બાળવામાં આવે છે.આ પ્રક્રિયાથી કચરાનો જથ્થો લગભગ ૯૦ ટકા સુધી ઘટી શકે છે.અને આ પ્રક્રિયામાં વીજળીનું ઉત્પાદન પણ થાય છે.પરંતુ કચરો બળ્યા પછી બધું જ ગાયબ થઈ જતું નથી.પાછળ રહે છે રાખ અને ન બળી શકે એવો કચરો.અને આ જ બચેલો કચરો સેમાકાઉ સુધી પહોંચાડવામાં આવે છે.

રાત્રિના સમયે મોટી બાર્જ દ્વારા આ રાખને સેમાકાઉ લઈ જવામાં આવે છે.પરંતુ અહીં પણ કચરો સીધો દરિયામાં ફેંકી દેવામાં આવતો નથી.સેમાકાઉમાં ખાસ બનાવેલા વિભાગોમાં તેને ભરવામાં આવે છે અને ઉપરથી ઢાંકી દેવામાં આવે છે.આ આખી વ્યવસ્થા પાછળ છે એક મોટું એન્જિનિયરિંગ કામ.બે ટાપુઓ વચ્ચે લગભગ સાત કિલોમીટર લાંબી પથ્થરની દીવાલ બનાવવામાં આવી.આ દીવાલની અંદર વોટરપ્રૂફ પડ અને દરિયાઈ માટીનો ઉપયોગ કરવામાં આવ્યો, જેથી લેન્ડફિલમાંથી નીકળતું પ્રદૂષિત પ્રવાહી એટલે કે લીચેટ બહારના સમુદ્રમાં ન જાય.તેને અંદર જ રાખીને સારવાર કરવામાં આવે છે.એટલે અહીં માત્ર કચરો ભરવાનો વિચાર નહોતો…કચરાને નિયંત્રિત રીતે મેનેજ કરવાનો આખો પ્રોજેક્ટ હતો.

પરંતુ સેમાકાઉની કહાની અહીંથી વધુ રસપ્રદ બને છે.કારણ કે સમય પસાર થયો…અને જ્યાં કચરાની રાખ ભરાઈ રહી હતી, ત્યાં કુદરતે પોતાનું કામ શરૂ કર્યું.મેન્ગ્રોવ્સ ફરી ઊભા થયા.સી-ગ્રાસના મેદાનો ટકી રહ્યા.કોરલ રીફ વિકસતા રહ્યા.અને સ્થળાંતર કરીને આવતા પક્ષીઓ માટે પણ આ વિસ્તાર મહત્વનો બન્યો.એટલે આજે સેમાકાઉની આસપાસ એવા અનેક દરિયાઈ જીવો જોવા મળે છે, જે સિંગાપોરના ભારે વિકસિત શહેરી વિસ્તારોમાં ભાગ્યે જ નજરે પડે.

હવે આવીએ એ વાત પર, જેના કારણે આ સ્ટોરી દુનિયાભરમાં ધ્યાન ખેંચે છે.આ કચરાના નિકાલના સ્થળે પ્રવાસીઓ પણ આવે છે!2005થી સેમાકાઉને મનોરંજન અને પ્રકૃતિ આધારિત પ્રવૃત્તિઓ માટે ખોલવામાં આવ્યું.અહીં માર્ગદર્શક સાથે ભરતી-ઓટ વિસ્તારમાં વોક કરી શકાય છે.પક્ષીદર્શન કરી શકાય છે.સ્પોર્ટ ફિશિંગ અને તારાઓનું નિરીક્ષણ પણ કરી શકાય છે.અને જ્યારે ઓટ આવે ત્યારે રીફ ફ્લેટ્સ પર ચાલતા તમને સ્ટારફિશ, ઓક્ટોપસ અને (Waste to Energy Singapore) જીવંત કોરલ જેવા દરિયાઈ જીવો પણ જોવા મળી શકે છે.વિચારો…જે જગ્યાએ કચરાની રાખનો નિકાલ કરવામાં આવે છે, ત્યાં લોકો કુદરત જોવા માટે આવી રહ્યા છે! હાલની અપેક્ષા મુજબ આ સ્થળ લગભગ 2035  સુધી કચરાની રાખના નિકાલ માટે ઉપયોગી રહેશે.એટલે સિંગાપોર સામે હવે આગળનો સવાલ છે…2035પછી શું?આ જ કારણસર સિંગાપોર હવે ભવિષ્યના કચરા વ્યવસ્થાપન માટે નવા રસ્તાઓ પર સંશોધન કરી રહ્યું છે.

સેમાકાઉ આપણને એક મહત્વનો પાઠ આપે છે…કચરો માત્ર ફેંકી દેવાની વસ્તુ નથી.યોગ્ય ટેક્નોલોજી, આયોજન અને પર્યાવરણની કાળજી સાથે તેને મેનેજ કરી શકાય છે.પરંતુ સાથે એક સવાલ પણ છોડે છે…કચરાને રાખમાં ફેરવીને ટાપુ બનાવવો એ ઉકેલ છે કે કચરો ઓછો કરવો એ સાચો ઉકેલ છે?સિંગાપોરે હાલ માટે કચરાની સમસ્યાને દરિયાની વચ્ચે જગ્યા આપી છે…પરંતુ હવે દુનિયાની નજર એ વાત પર રહેશે કે 2035 પછી સિંગાપોર કચરાની આ કહાનીનો આગળનો અધ્યાય કેવી રીતે લખે છે.


આ પણ વાંચો: નાઈજીરિયામાં કસ્ટડીમાં 37 લોકોના મોતથી ખળભળાટ, બીમારીના દાવા વચ્ચે ખરાબ વેન્ટિલેશનની આશંકા

આ પણ વાંચો: UN રિપોર્ટમાં ઈરાનની ગર્લ્સ સ્કૂલ પર હુમલાનો ઉલ્લેખ, 120 થી વધુના મોતની આશંકા

આ પણ વાંચો: US સંસદમાં 100% ટેરિફનું બિલ પાસ, ટ્રમ્પના હાથમાં મોટું હથિયાર, ભારત પર શું અસર થશે?