ભરૂચમાં વસાવા વિ. વસાવાનો જંગ છેડાઈ ગયો લાગે છે. મનસુખ વસાવા અને ચૈતર વસાવા વચ્ચેનો રાજકીય જંગ દિનપ્રતિદિન વધુ આકરો થઈ રહ્યો છે. કોઈ દિવસ બાકી ન હોય જ્યારે ચૈતર વસાવા મનસુખ વસાવા પર કટાક્ષ કરવાનું છોડતા નથી અને મનસુખ વસાવા તેના પર સામો પ્રહાર કરવાનું પણ છોડતા નથી. જો કે આ વખતે મનસુખ વસાવાએ ચૈતર વસાવા સામે પ્રહારો કરતાં-કરતાં ભાજપના બીજા નેતાઓની પણ ટીકા કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે ભાજપના બીજા નેતાઓએ પણ ચૈતર વસાવાનો વિરોધ કરવો જોઈએ, નહીં તો આ ચૈતર ક્યારે તમારી અમાસ લાવી દેશે તેની ખબર પણ નહીં પડે. તેમણે જણાવ્યું હતું કે ચૈતર વસાવા ગુનાહિત માનસિકતા ધરાવતો વ્યક્તિ છે. તેની સામે 18થી વધુ ગુના નોંધાયેલા છે. તેમણે તાજેતરમાં સંજય વસાવા પર હુમલો કર્યો તે બદલ તેની સામે કાયદાકીય કાર્યવાહી કરાઈ છે. હવે આના કારણે આમ આદમી પાર્ટી અપ્રચાર કરે છે કે કે ચૈતર વસાવાને અન્યાય થઈ રહ્યો છે, આવું કશું જ છે નહી. તેઓએ વાસ્તવમાં વસાવાના છોડાવવો નથી, પરંતુ તેને જેલમાં રાખીને જ આ રીતે પ્રચાર કરવો છે. શાસક પક્ષને બદનામ કરવો છે. છોડાવવો હોય તો કોઈ સારો વકીલ રોકે.
તેમણે દાવો કર્યો હતો કે ચૈતર વસાવા જેવાને હાથો બનાવીને આદિવાસી સંસ્કૃતિને ખતમ કરવાનું રીતસરનું અભિયાન છેડાયું છે. તેઓ તેમની ગુંડાટોળકીની મદદથી ગરીબ આદિવાસીઓને દબડાવી રહ્યા છે. આ આખી ગુંડાટોળકી સામે જાણે હું એકલો જ લડતો હોઉં તેવી સ્થિતિ છે. બીજા નેતાઓને ચૈતર વસાવા સામે લડતાં શું સાપ સુંઘી ગયો હોય તેવું લાગે છે. તેઓને હું જણાવું છું કે તેઓએ કંઈ ચૈતરની ગુંડાગીરીથી ડરવાની જરૂર નથી. આવા અસામાજિક અને તોફાની તત્વો સામે મૌન રહીશું તો આપણે તો ખતમ થઈ જ જઈશું, પણ આપણી સંસ્કૃતિ પણ ખતમ થઈ જશે.
આ પણ વાંચો: મારી પત્ની લેસ્બિયનઃ કાલુપુર સ્વામિનારાયણ મંદિરના ભાવિ ગાદીપતિના આક્ષેપથી ખળભળાટ
આ પણ વાંચો: રાજ્યમાં મોટાપાયા પર લગ્ન નોંધણી કૌભાંડનો ગોપાલ ઇટાલિયાનો આક્ષેપ
આ પણ વાંચો: IPS કેડરમાં પણ હવે સ્ત્રીશક્તિ પર મૂકાતો ભાર
