સંઘર્ષવિરામની વાતથી અમેરીકા સહીત દુનિયાના બીજા દેશોએ ખુશી વ્યક્ત કરી છે. પણ સંઘર્ષવિરામ કેટલો લાંબો ચાલશે તેના પર પ્રશ્નાર્થ છે. કારણ કે પાછલી હરકતો જોતાં આપણે પાકિસ્તાન પર ભરોસો કરી શકીએ તેમ જરાય નથી. પણ જે પ્રકારની સ્થિતીઓ એકાએક પેદા થાય છે તેને જોતાં કહેવું અશક્ય છે કે આ સંઘર્ષ વિરામ કેટલો લાંબો ચાલશે.
તમને જણાવી દઇએ કે ભારત અને પાકિસ્તાનની વચ્ચે ૨૦૦૩માં યુદ્ધવિરામ સમજૂતિ થઇ હતી. તે અંતર્ગત એલઓસી પર બંને દેશોએ યુદ્ધવિરામ ઉલ્લંઘન એટલે કે ફાયરીંગ અને ગોળીબારી કરવાનો પ્રતિબંધ હતો. પણ પાછલા કેટલાક વર્ષોથી બંને દેશો વચ્ચે એટલા સીઝફાયર ઉલ્લંઘન થયા. જેનાથી સરહદની હાલત તંગ બની ગઇ. ભારતનો સતત આરોપ હતો કે પાકિસ્તાની સેના એલઓસી પર આતંવાદીઓને ઘૂસણખોરી કરાવવાના ઇરાદે ફાયરીંગ કરતી આવી છે.

જો કે ભારતીય સેના પણ પાકિસ્તાનના આ ગોળીબારનો મોઢાતોડ જવાબ આપતી આવે છે. બંને દેશોની સેનાઓ સ્મોલ-આર્મસ ફાયરીંગથી લઇને સ્નાઇપર ફાયરીંગ, મોર્ટાર, રોકેટ, તોપ અને એન્ટી-ટેન્ક ગાઇડેડ મિસાઇલ સુધી ફાયરીંગ કરતી આવી છે. ભારતયી સેનાઓના આંકડાઓનું માનીએ તો વર્ષ ૨૦૧૮માં પાકિસ્તાની સેનાએ એલઓસી પર ૧૬૯૨ વાર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યુ છે. જયારે ૨૦૧૯માં આંકડો ૩૧૬૮ પર છે. અને તે ૨૦૨૦માં ૪૬૪પ હજાર પર પહોચી ગયો.
આજ વર્ષે એટલે કે બે મહિના પહેલાં અત્યાર સુધી પાકિસ્તાન તરફથી પ૯૦ સીઝફાયરની ઘટનાઓ સામે આવી ચૂકી છે. આ ફાયરીંગમાં બંને દેશોના સૈનિકો હતાહત થાય છે. તેની સાથે સીમાવર્તી ગામોમાં રહેનારા લોકોને પણ નુકશાન થાય છે. અને એજ કારણ છે કે.,બંને દેશો યુદ્ધવિરામ સમજૂતિના અમલ માટે તૈયાર થઇ ગયા છે.

રક્ષામંત્રાલયના નિવેદન પ્રમાણે ડીજીએમઓ સ્તરની વાતચીતમાં બંને દેશોએ નકકી કર્યુ છે કે બંને દેશોની સેનાઓ વચ્ચે કોઇ અપ્રત્યાશિત સ્થિતી કે કોઇ શંકાસ્પદ હિલચાલ જણાય તો તેને ઉમેલવા માટે હોટલાઇન કે પછી ફ્લેગ મિટીંગ દ્વારા ઉકેલવાનો પ્રયાસ કરાશે.
સ્પષ્ટ છે કે.,તાજેતરમાં ભારતે એલએસી એટલે કે લાઇન ઓફ એક્ચુઅલ કંટ્રોલ પર પાછલા નવ મહિનાથી ચીન સાથે ચાલી રહેલા ટકરાવને પુરો કરવાની દિશામાં મહત્વના પગલાં ભરતાં ડિસએન્ગેજમેન્ટ સમજૂતિ કરી છે. બુધવારે સેના પ્રમુખ જનરલ નરવણેએ કહયુ હતુ કે ભારત ટૂ-એન્ડ હોફ ફ્રંટ એટલે કે ચીન-પાકિસ્તાન અને આંતરિક સુરક્ષા સામે લડવા સક્ષમ છે.
પણ એ નવ મહિના દરમિયાન જ્યારે ચીન સાથે ટકરાવ ચાલી રહયો હતો ત્યારે પાકીસ્તાન તરફથી કોઇ પણ પ્રકારની કોઇ ઉત્તેજક કાર્યવાહી કે પછી સેનાની મુવમેન્ટ જોવાઇ નથી. જેનાથી એવું લાગે કે પાકીસ્તાની સેના ભારત સામે મોરચો ખોલી રહી છે.

ભારત અને પાકીસ્તાન વચ્ચે થયેલા સંઘર્ષવિરામ પર અમેરીકા અને સંયુક્ત રાષ્ટ્રએ ખુશી જાહેર કરી છે. અમેરીકાએ આ પગલાંનું સ્વાગત કર્યુ છે. અમેરીકાએ તેને દક્ષિણ એશિયામાં શાંતિ અને સ્થાયિત્વ માટે એક સકારાત્મક પગલું ગણાવ્યુ છે. પણ હવે બંને દેશો વચ્ચેના જૂનો ઇતિહાસ.,ચરમપંથ,ઘૂસણખોરી, અને સંઘર્ષ વિરામના ઉલ્લંઘનના ખરાબ અનુભવો જોતાં એ સવાલ જરૂર ઉભો થાય છે કે આ સંઘર્ષવિરામ કેટલો લાંબો ચાલશે.?
બંને દેશો વચ્ચે આ સંઘર્ષવિરામ પર ટકી રહેવું સૌથી મોટો પડકાર છે. આ મુદ્દા પર રાજકીય અવસરવાદનો ઉપયોગ ન થવો જોઇએ. કારણ કે ભારતની ઘરેલું રાજનીતીમાં પાકીસ્તાન એક મોટો મુદ્દા હોવાનું પણ એક મોટું ફેક્ટર છે. આ સંઘર્ષવિરામ ટકાઉ બને તેમાં બે પડકારો મુખ્ય છે. પહેલો તો એ કે આપણે પાકિસ્તાન પર ભરોસો ન કરી શકીએ.

અને બીજોએ કે હાલની સરકારની ડોમેસ્ટિક પોલીસીમાં ફોરેન પોલીસીની ઘાલમેલ થતી જોવા મળે છે. ઘરેલું રાજનીતીમાં પણ પાકિસ્તાનના મુદ્દાનો ઉપયોગ થાય છે. તેવામાં એ કહેવું અશક્ય છે કે.,આ સંઘર્ષવિરામ કેટલો ટકશે..?
