New Delhi : નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે શનિવારે તેમના બજેટ ભાષણમાં નવા ‘સ્વામી’ ફંડની જાહેરાત કરી છે. નાણાપ્રધાને જણાવ્યું હતું કે હાઉસિંગ પ્રોજેક્ટ્સમાં એક લાખ યુનિટ પૂર્ણ કરવા માટે 15,000 કરોડ રૂપિયાનું નવું ‘સ્વામી’ ફંડ બનાવવામાં આવશે. આ યોજનાનો ઉદ્દેશ્ય એવા ઘર ખરીદનારાઓને રાહત આપવાનો છે જેમના ઘરનો કબજો અટવાયેલો છે. કેન્દ્રએ નવેમ્બર 2019માં અટકેલા હાઉસિંગ પ્રોજેક્ટ્સને પૂર્ણ કરવા માટે સ્વામી નામના ફંડની જાહેરાત કરી હતી.
સ્વામી ફંડ-2 કરવામાં આવશે
આ ફંડનું સંચાલન સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ગ્રુપની કંપની SBIcap વેન્ચર્સ લિમિટેડ દ્વારા કરવામાં આવે છે. પ્રથમ ફંડની સફળતા બાદ સીતારમણે તેમના બજેટ ભાષણમાં સ્વામિહ ફંડ-2ની જાહેરાત કરી હતી. નાણાપ્રધાને જણાવ્યું હતું કે સ્વામી ફંડ-1 હેઠળ સ્ટ્રેસ્ડ હાઉસિંગ પ્રોજેક્ટ્સમાં 50,000 આવાસ એકમો પૂર્ણ કરવામાં આવ્યા છે અને ઘર ખરીદનારાઓને ચાવીઓ સોંપવામાં આવી છે.
આ વર્ષે 40,000 એકમો પૂર્ણ થશે
નાણામંત્રીએ કહ્યું કે વર્ષ 2025માં 40,000 વધુ એકમો પૂર્ણ થશે, જે મધ્યમ વર્ગના પરિવારોને મદદ કરશે. આ પરિવારો હોમ લોન પર EMI ચૂકવતા હતા. ઘરનું ભાડું પણ ચૂકવતા હતા. “આ સફળતાના આધારે, સરકાર, બેંકો અને ખાનગી રોકાણકારોના યોગદાન સાથે સ્વામી ફંડ-2ની સ્થાપના કરવામાં આવશે,” સીતારમણે જણાવ્યું હતું કે કુલ ફંડનું લક્ષ્ય રૂ. 15,000 કરોડનું છે જે ઝડપથી પૂર્ણ.
આ પણ વાંચો: શું જૂની ટેક્સ વ્યવસ્થા નાબૂદ થશે ? નાણામંત્રીએ આપ્યો જવાબ
આ પણ વાંચો: બજેટથી ગુજરાતીઓ સાથે સમગ્ર દેશના ખેડૂતો, મહિલાઓ, ગરીબો, યુવાનો અને મધ્યમ વર્ગને નિરાશા
આ પણ વાંચો: બજેટ 2025: શિક્ષણ સેક્ટર માટે 6.65% વધીને રૂ. 1.28 લાખ કરોડની ફાળવણી
