Kutch News/ ગુજરાતમાં ભૂકંપની ત્રણ ફોલ્ટ લાઇન કચ્છ, સૌરાષ્ટ્ર અને ખંભાતનો અખાત

ગાંધીનગરની ઇન્સ્ટિટ્યુટ ઓફ સિસ્મોલોજિકલ રિસર્ચ અને હિમાચલ પ્રદેશની યુનિવર્સિટીના સંશોધકો દ્વારા સંયુક્ત અભ્યાસમાં હાથ ધરવામાં આવ્યો હતો. આ અભ્યાસમાં 2008થી 2024માં કચ્છ અને સૌરાષ્ટ્રમાં આવેલા ધરતીકંપની આંચકાઓનો અભ્યાસ હાથ ધરવામાં આવ્યો છે. તેમા 1,300થી વધુ આંચકાનું વિશ્લેષણ હાથ ધરવામાં આવ્યું હતું.

Mantavya Vishesh

કચ્છની ધરાને ધીખતી ધરા કહેવામાં આવે છે. આ વાત 2001માં આવેલા ભૂકંપે તો સાબિત કરી જ હતી, પરંતુ તેના પછી આવતા રહેલા આંચકાઓ પણ તે સાબિત કરતાં આવ્યા છે. દેશમાં નવો સિસ્મિક ઝોન (ભૂકંપ ઝોન)નો નકશો તૈયાર કરવામાં આવ્યો છે અને આ ઝોનમાં કચ્છ ન હોય તેવું તો બને જ નહીં. તેમા કચ્છની ફોલ્ટલાઇન નક્શા સહિત દર્શાવવામાં આવી છે.

આ નવા અભ્યાસમાં સૌરાષ્ટ્ર-કચ્છની નવી ફોલ્ટલાઇનના અનેક પાસા પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. તેમા પણ ખાસ કરીને કચ્છની ફોલ્ટલાઇનમાં આકારમાં સતત પરિવર્તન અને પુર્નરચનાનું સ્તર ઊંચુ હોવાનું તારણ આ અભ્યાસમાં દર્શાવાયું છે.

આ અભ્યાસને ગાંધીનગરની ઇન્સ્ટિટ્યુટ ઓફ સિસ્મોલોજિકલ રિસર્ચ અને હિમાચલ પ્રદેશની યુનિવર્સિટીના સંશોધકો દ્વારા સંયુક્ત અભ્યાસમાં હાથ ધરવામાં આવ્યો હતો. આ અભ્યાસમાં 2008થી 2024માં કચ્છ અને સૌરાષ્ટ્રમાં આવેલા ધરતીકંપની આંચકાઓનો અભ્યાસ હાથ ધરવામાં આવ્યો છે. તેમા 1,300થી વધુ આંચકાનું વિશ્લેષણ હાથ ધરવામાં આવ્યું હતું.

આ અભ્યાસમાં 56 કાયમી અને 20 જેટલા કામચલાઉ સેસ્મિક સ્ટેશનોને ઉપયોગમાં લેવાયા હતા. આ અભ્યાસમાં ગુજરાતના પેટાળને એટલે કે તળિયાને સ્કેન કરીને આંતરિક સંરચનામાં ચાલતી હિલચાલની માહિતી મેળવવાનો અને ટેકટોનિક પ્લેટ્સની થતી હિલચાલની જાણકારી મેળવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. સૌરાષ્ટ્ર-કચ્છની આ ટેકટોનિક પ્લેટ્સનો અભ્યાસ ટેક્ટોનોફિઝિક્સ જર્નલમાં પ્રકાશિત થયો છે.

આ સંશોધક ટીમના ગૌરવ સેકિયાએ જણાવ્યું હતું કે આ અભ્યાસમાં સૌથી મોટો ફેરફાર દેખાતો હોય તો તે કચ્છ બેસિનમાં છે. અહી ભૂપટલ પુર્નરચનાની માત્રા ગુજરાતના બીજા ભાગ કરતાં વધુ પ્રમાણમાં છે. આ વિસ્તારને ભૌગોલિક રીતે કચ્છ બેસિન તરીકે ઓળખવામાં આવે છે. કચ્છના ભૂપટલની સક્રિયતા રાજ્યના બીજા વિસ્તારોના પ્રમાણમાં વધારે છે.

મહત્વની વાત એ છે કે આ પુર્નરચના મજબૂત રીતે કચ્છની મુખ્ય ધરા, અલ્લાહબુંદ, વાગડ તથા ગેડી જેવી સક્રિય ફોલ્ટલાઇન સાથે જોડાયેલી છે. ભૂતકાળમાં આવેલા નાના-મોટા ભૂકંપો માટે આ જ ફોલ્ટલાઇન કારણભૂત હતી.

આ અભ્યાસમાં જણાવાયું હતું કે કચ્છમાં ચાર વખત રિક્ટર સ્કેલ પર 6ની તીવ્રતા કરતાં વધુ માત્ર ધરાવતા ભૂકંપ નોંધાયા છે. કચ્છમાં 1819માં 7.8ની તીવ્રતાનો ભૂકંપ અલ્લાહબુંદ ફોલ્ટ લાઇનમાં આવ્યો હતો. તેના પછી 2001માં 7.1ની તીવ્રતાના ભયાનક ભૂકંપથી આખુ કચ્છ જ નહીં ગુજરાત હચમચી ગયું હતું. છેક મહારાષ્ટ્રના પ્રારંભિક ભાગોમાં આ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

સૈકિયાનું કહેવું છે કે ભૂ-પટલન પુર્નરચના મોટી ફોલ્ટલાઇન સાથે જોડાયેલી છે કે લોકલ ફોલ્ટ સ્ટ્રકચરનો ભાગ છે તે ચકાસવામાં આવ્યું હતું. તેમા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં નર્મદા બેસિનમાં પુર્નરચના લોકલ ફોલ્ટ સ્ટ્રકચર સાથે જોડાયેલી હોવાનું સ્પષ્ટ જણાઈ આવ્યું હતું. ઉત્તર ગુજરાત અને ખંભાત બેસિનમાં પુર્નરચનાની દિશા ભારતીય પ્લેટની હિલચાલ પર આધારિત હોય તેમ દેખાય છે.

સંશોધકોનો દાવો છે કે આ અભ્યાસના કારણે રાજ્યમાં વારંવાર ભૂકંપના કારણો સમજવામાં મદદ મળશે. તેના પગલે કચ્છ જેવા સિસ્મિક રીતે એક્ટિવ ક્ષેત્રો અંગે જાણવા મળશે. તેમા પણ ખાસ કરીને કચ્છમાં ચાલતી પ્રવૃત્તિ પર ભૂકંપની પ્રવૃત્તિ પર ધ્યાન કેન્દ્રિત કરી શકાશે. તેના સતત અભ્યાસના આધારે તેના અંગેના કયા પ્રકારના પગલાં લેવા જોઈએ તેની પણ ખબર પડશે.

ગુજરાતમાં કચ્છ, સૌરાષ્ટ્ર અને નર્મદા બેસિન એમ ત્રણ ફોલ્ટ લાઇન સક્રિય છે. મોટાભાગે ભૂકંપ આવવાની સંભાવના આ ફોલ્ટ લાઇનમાં જ રહેલી છે. આ ફોલ્ટ લાઇન ઇન્ડિયન ટેકટોનિક પ્લેટના શિફ્ટિંગને અનુસરે છે. તેમા ફક્ત કચ્છની જ ફોલ્ટલાઇન વધુ સક્રિય હોવાથી તેના સતત આંચકા આવતા રહે છે અને તે સૌરાષ્ટ્રની ફોલ્ટ લાઇન સુધી પહોંચતા હોવાથી ત્યાં પણ આંચકા આવે છે. તેની તુલનાએ ખંભાત કે નર્મદાની ફોલ્ટલાઇન પ્રમાણમાં શાંત છે.

તેના આધારે કચ્છમાં કયા પ્રકારના બાંધકામ કરવા તેની ગાઇડલાઇન તૈયાર કરી શકાશે. કચ્છમાં વધુને વધુ ઉદ્યોગો આવી રહ્યા છે ત્યારે તેમને આ પ્રદેશની સિસ્મિક એક્ટિવિટી અંગે જણાવવું ખાસ જરૂરી છે જેથી તેમને તેના  આધારે બાંધકામ કેવી રીતે કરવું તેની પણ ખબર પડે. આ રીતે સક્રિય પુર્નરચના અને ફોલ્ટલાઇનની ઓળખના પગલે ભૂકંપની ભયાનકતાની આગાહી કરવાથી લઈને સમીક્ષા કરવામાં મદદ મળી શકે છે. તેના આધારે શહેરી આયોજનો તૈયાર કરી શકાય છે અને જોખમો સામે પૂર્વઆયોજન પણ કરી શકાય છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં 2001ના ભયાનક ધરતીકંપની 25મી વરસી આગામી વર્ષે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુજરાતમાં 20 લાખથી પણ વધુ નામ મતદાર યાદીમાંથી દૂર થશે

આ પણ વાંચો: લે ભાઈ લેતો જા, ઠગાઈની ફરિયાદ સામે અલ્પેશ ઢોલરિયાનો 10 કરોડનો બદનક્ષીનો દાવો