MANTAVYA Vishesh/ IAS અધિકારી રાજકુમારઃ બ્યૂરોક્રેસીમાં હોવા છતાં બ્યૂરોક્રેસી જેમને સ્પર્શી નથી

ત્રણ વર્ષમાં વહીવટીતંત્રને નવી દિશા આપનાર પૂર્વ ચીફ સેક્રેટરી IAS Rajkumarની કાર્યશૈલી આજે પણ ગુજરાત માટે માર્ગદર્શક બની રહી છે.

Mantavya Vishesh
ડિજિટલ અને પેપરલેસ ગુજરાત પાછળ IAS Rajkumarનો સિંહફાળો

IAS Rajkumar: ગુજરાતમાં ચીફ સેક્રેટરી એટલે કે મુખ્ય સચિવનું પદ અત્યંત મહત્વનું કહેવાય છે. ગુજરાત સરકારના વહીવટી વિભાગોમાં આ હોદ્દો સૌથી ટોચનો હોદ્દો કહેવાય છે અને આ હોદ્દા પર IAS ઓફિસર રાજકુમારે (IAS Rajkumar) ત્રણ-ત્રણ વર્ષ કામગીરી કરીને બતાવી દીધું હતું કે ગુજરાતના એક ચીફ સેક્રેટરીએ કેવી રીતે કામ કરવું જોઈએ. તેમણે ચીફ સેક્રેટરી તરીકેની કામગીરીના પ્રસ્થાપિત કરેલા નવા માપદંડને બીજા અધિકારીઓ માટે માર્ગદર્શક જ નહીં પણ પડકાર બનીને ઉભરી શકે તેમ છે. હાલમાં તો તેમના સ્થાને મનોજકુમાર દાસે આ પદ સંભાળ્યું છે.

IAS Rajkumar

1987 બેચના IAS Rajkumar: વહીવટીતંત્રને આપ્યો નવો ઓપ

1987ની કેડરના આ અધિકારીએ ગુજરાત સરકારના આખા તંત્રને નવો જ ઓપ આપવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. વહીવટીક્ષેત્રની આ શિરમોર ભૂમિકામાં તેમની કામગીરી પણ શિરમોર રહી હતી. આજે ગુજરાત ડિજિટલ ગવર્નન્સ અને પેપરલેસ ગવર્નન્સ તરફ આગળ વધી રહ્યું છે અને વિધાનસભાથી લઈને ગ્રામ પંચાયતને પણ પેપરલેસ બનાવવાની વાતો થઈ રહી છે તેમાં રાજકુમારનો સિંહફાળો છે. આમ તેમનું નામ જ રાજકુમાર નથી, તેમની કામગીરી પણ રાજકુમાર જેવી જ રહી છે.

IAS Rajkumar

IAS Rajkumarની IIT કાનપુરથી ટોક્યો સુધીનું શૈક્ષણિક પૃષ્ઠભૂમિ

1987માં IAS કરનારા આ અધિકારી ઉત્તરપ્રદેશના બદાયુના વતની છે, જે શહેર જાણીતા ગીતકાર શકીલ બદાયુનીના નામના કારણે વધારે જાણીતું છે. તેમણે કાનગુરમાં આવેલી આઇઆઇટીમાં ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગમાં બીટેક સુધીનો અભ્યાસ કર્યો છે. તેના પછી પણ તેમણે જાપાનમાં ટોક્યોમાં પબ્લિક પોલિસીમાં માસ્ટરની ડિગ્રી લીધી છે.

IAS Rajkumar

ભુપેન્દ્ર પટેલ સરકાર માટે મજબૂત પીઠબળ

આશ્ચર્યની વાત એ છે કે ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે નવા નીમાયેલા ભુપેન્દ્ર પટેલનો કાર્યકાળ શરૂ થયો હતો તે જ સમયે તેમની આ હોદ્દા પર નિમણૂક થઈ હતી. તેઓ દરેક સ્થિતિમાં સરકાર માટે જાણે મોટુ પીઠબળ બનીને રહ્યા હતા. આમ પણ ચીફ સેક્રેટરીના હોદ્દાને સરકારની કરોડરજ્જુ માનવામાં આવે છે. રાજ્ય સરકારની કામગીરીનો જવાબ તેમણે આપવો પડતો હોય છે.

IAS Rajkumar

ડિજિટલ ગવર્નન્સથી વહીવટી પારદર્શિતામાં વધારો

વ્યવસ્થાને સારી રીતે જાણતા હોવાના કારણે તેમણે તેના અનેક લેયરો વચ્ચે થઈને પ્રજાકીય કલ્યાણ કઈ રીતે કરી શકાય તે બતાવી આપ્યું છે. તેની સાથે-સાથે સમય વીતવાની સાથે વહીવટીતંત્રના બિનજરૂરી સ્તરોને તેમણે હટાવ્યા છે. ભ્રષ્ટાચારમાં ઘટાડો કરવા માટે તેમણે પહેલાં તો રાજ્ય સરકારમાં જ્યાં પણ ગયાં ત્યાં કમ્પ્યુટરાઇઝેશનને પ્રોત્સાહન આપ્યું હતું. આ સમયગાળામાં જ રાજ્યનું વહીવટીતંત્ર વધુને વધુ કાર્યક્ષમ બનવા માટે વહીવટના બિનજરૂરી સ્તરોને દૂર કરવા માંડ્યું હતું.

પહેલા કમ્પ્યુટરાઇઝેશન અને પછી ડિજિટલ ગવર્નન્સનો ઉપયોગ કરીને તેમણે વહીવટી પારદર્શિતામાં નોંધપાત્ર વધારો કર્યો હતો. તેના કારણે વહીવટમાં અનેક સ્તરે ભ્રષ્ટાચારને ઘટાડી શકાયો છે.

IAS Rajkumar

વાઇબ્રન્ટ ગુજરાતમાં રાજકુમારની નિર્ણાયક ભૂમિકા

આ ઉપરાંત ચીફ સેક્રેટરી તરીકે વાઇબ્રન્ટ ગુજરાતના આયોજનમાં તેમણે ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી છે. વાઇબ્રન્ટ ગુજરાતમાં વધુ એક ડગલું આગળ વધતાં તેમણે જિલ્લા દીઠ રોકાણનો અભિગમ અપનાવ્યો હતો. તેના કારણે હવે ઉદ્યોગોનુ રોકાણ પણ જિલ્લાદીઠ કરવામાં આવી રહ્યુ છે. ટૂંકમાં વાઇબ્રન્ટ ગુજરાતના સ્વરૂપમાં હવે રાજ્યનું દરેક શહેર રોકાણ માટે વાઇબ્રન્ટ બન્યું છે.

IAS Rajkumar

સિંગલ વિન્ડો સિસ્ટમથી ઉદ્યોગોને મોટી રાહત

તેમણે ફક્ત રોકાણ આકર્ષ્યુ છે એટલું જ નહીં પણ આકર્ષેલા રોકાણની સાથે-સાથે તેને લગતું તંત્ર પણ સક્ષમ બનાવ્યું છે, આ બધા રોકાણને ઝડપથી વાસ્તવિકતાની એરણ પર પાર પાડવા તેમને મંજૂરી માટે સિંગલ વિન્ડો સિસ્ટમ અપનાવી છે, જેના કારણ ઉદ્યોગે દરેક મંજૂરી માટે જુદી-જુદી સરકારી ઓફિસોએ ધક્કા ખાવા પડતા નથી, પરંતુ એક જ સ્થળેથી બધી મંજૂરી મળી જાય છે. આ કામગીરી પાછી બધી ઓનલાઇન થાય છે અને ચકાસણી પણ ઓનલાઇન થાય છે તથા મંજૂરી પણ ઓનલાઇન મળી જાય છે. તેના કારણે ગુજરાત રોકાણકારો માટે આકર્ષક સ્થળ બન્યું છે.

ગિફ્ટ સિટી અને સ્થાનિક રોકાણને મળ્યો વેગ

આજે તેમના આ અભિગમથી જ ગિફ્ટ સિટીમાં રોકાણનો પ્રવાહ નિયમિત વહે છે. બહારથી આવતા રોકાણ ઉપરાંત સ્થાનિક રોકાણને પણ વેગવંતુ બનાવવાના સઘન પ્રયત્નો તેમણે કર્યા છે. તેના કારણે તેમની પ્રતિષ્ઠા પણ ઇન્વેસ્ટર ફ્રેન્ડલી તરીકેની પડી ગઈ છે. તેમના આ અભિગમના કારણે કહેવાય છે કે તે બ્યૂરોક્રેસીમાં હોવા છતાં પણ તેમને બ્યૂરોક્રેસી જરા પણ સ્પર્શી નથી.


આ પણ વાંચો:IAS અધિકારી ડો. વિપિન ગર્ગ, રીક્ષાવાળાની પ્રામાણિકતા બની પ્રેરણાસ્ત્રોત

આ પણ વાંચો:પુસ્તકોને સેવા માટે પથદર્શક માને છે IAS અધિકારી સુજીત કુમાર

આ પણ વાંચો:IAS ઓફિસર ક્ષિપ્રા આગ્રેનું સૂત્રઃ લોકોના પ્રશ્નો ઉકેલવા જ નહીં, જીવનસ્તર ઊંચે લઈ જવું સાચી સફળતા