Mantavya Vishesh: POKમાં હવે માત્ર પાકિસ્તાન વિરોધી નારા નથી ગુંજી રહ્યા… હવે વાત સીધી LoC સુધી પહોંચી (POK Protest) ગઈ છે! મંધોલમાં 25 હજાર લોકોની ભીડ… LoCથી માત્ર 7 કિલોમીટર દૂર મોટો હલ્લાબોલ… અને માંગ છે…LoCની ફેન્સિંગ હટાવો, પુંછ-માંઢેરના જૂના રસ્તા (Poonch Mendhar Road) ખોલો! તો સવાલ એ છે કે 115 દિવસના આક્રોશ બાદ શું POKમાં ખરેખર કંઈક મોટું બદલાવાની શરૂઆત થઈ ગઈ છે? અને સૌથી મોટો સવાલ…શું POK ક્યારેય ભારત સાથે જોડાઈ શકે?
POK Protest: LoC પર જનસૈલાબ, ભારત તરફ રસ્તો ખોલવાની માંગ
પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરમાં (Kashmir) ચાલી રહેલું આંદોલન હવે માત્ર મોંઘવારી, વીજળી, રોજગાર, ભ્રષ્ટાચાર કે સ્થાનિક અધિકારો પૂરતું રહ્યું નથી. મંધોલની તાજેતરની રેલીમાં JKJAACના નેતાઓએ પાકિસ્તાનના નિયંત્રણ સામે સીધો સવાલ ઉઠાવ્યો. આયોજકોના જણાવ્યા પ્રમાણે લગભગ 25 હજાર લોકો અહીં એકઠા થયા અને LoCને લઈને મોટી માંગો કરી. ખાસ કરીને પુંછ અને માંઢેર સાથેના જૂના માર્ગો ફરી ખોલવાની વાત થઈ. એટલે આંદોલનનો એક મહત્વનો તબક્કો હવે સ્થાનિક અધિકારોથી આગળ વધીને વિસ્તારના રાજકીય ભવિષ્ય સુધી પહોંચી રહ્યો છે.
ભારત સાથે જોડાવાની વાત કેટલી મોટી છે?…આ સૌથી સંવેદનશીલ મુદ્દો છે. આંદોલન સાથે જોડાયેલા કેટલાક નેતાઓ અને રેલીઓમાં ભારત સાથે જોડાવા અથવા LoC દૂર (LoC Protest) કરવાની વાતો સામે આવી છે. જુલાઈમાં પણ JAAC તરફથી ભારત પાસે માનવતાવાદી મદદ અને LoC મારફતે આવશ્યક સામગ્રીની વ્યવસ્થા કરવાની અપીલના અહેવાલ આવ્યા હતા. પરંતુ અહીં એક વાત સમજવી જરૂરી છે…રેલીમાં ઉઠેલી માંગ અને વાસ્તવિક રાજકીય એકીકરણ બે અલગ બાબતો છે.

શું પાકિસ્તાન માટે આ મોટો પડકાર છે?….હા, કારણ કે આંદોલન લાંબા સમયથી ચાલે છે અને તેની પાછળ માત્ર એક જ મુદ્દો નથી. JAACના 38 મુદ્દાના ચાર્ટરમાં રાજકીય પ્રતિનિધિત્વ, ભ્રષ્ટાચાર, આરોગ્ય, શિક્ષણ, રોજગાર, પોલીસ કાર્યવાહી અને સ્થાનિક સત્તા જેવા મુદ્દાઓ સામેલ છે. એટલે પાકિસ્તાન સામે પડકાર એ છે કે આ અસંતોષ માત્ર એક દિવસની રેલી નથી. અગાઉ પણ આંદોલનને દબાવવા માટે ધરપકડ અને સુરક્ષા કાર્યવાહી થઈ હોવાના અહેવાલ આવ્યા છે, જ્યારે સરકાર તરફથી કેટલાક મુદ્દાઓ પર અમલ થયાનો દાવો પણ કરવામાં આવ્યો છે.
તો શું POK ભારત (POK India) સાથે જોડાઈ શકશે?….અત્યારે તેનો સીધો જવાબ હા કે ના…બન્ને રીતે આપવો વહેલો છે. જમીન પર વિરોધ વધ્યો છે, LoCને લઈને માંગો વધુ ખુલ્લી થઈ છે અને પાકિસ્તાનના નિયંત્રણ સામે અસંતોષ વ્યક્ત થઈ રહ્યો છે. પરંતુ કોઈ વિસ્તારનું રાજકીય ભવિષ્ય માત્ર જનઆંદોલનથી નક્કી થતું નથી. તેના માટે લાંબી રાજકીય પ્રક્રિયા, સુરક્ષા પરિસ્થિતિ અને ભારત-પાકિસ્તાન વચ્ચેના સંબંધો સહિત અનેક પરિબળો મહત્વના રહેશે. એટલે હાલની સૌથી મોટી ઘટના એ નથી કે “POK આઝાદ થઈ ગયું” અથવા “ભારત સાથે જોડાઈ ગયું”… સૌથી મોટી ઘટના એ છે કે POKના કેટલાક વિસ્તારોમાં પાકિસ્તાનના નિયંત્રણ અને LoCના અસ્તિત્વ સામે ઉઠતી માંગ હવે પહેલા કરતાં વધુ ખુલ્લી અને મોટા જનસમૂહ સાથે સામે આવી રહી છે.
હવે નજર મંધોલ પછીના આગળના પગલા પર છે… શું આંદોલન ખરેખર LoC સુધી પહોંચશે? શું પુંછ-માંઢેરના રસ્તા ખોલવાની માંગ વધુ ઉગ્ર બનશે? કે પછી પાકિસ્તાન ફરી કોઈ રાજકીય સમાધાનથી આ આક્રોશને શાંત કરશે? એક વાત ચોક્કસ છે…POKમાં છેલ્લા કેટલાય મહિનાથી ચાલતો અસંતોષ હવે માત્ર રોટી, વીજળી અને રોજગારનો મુદ્દો રહ્યો નથી… હવે સવાલ ત્યાંના લોકોના રાજકીય ભવિષ્યનો પણ બની રહ્યો છે.
આ પણ વાંચો: PoKમાં વિરોધ પ્રદર્શન ઉગ્ર બન્યું, સુરક્ષા દળોના ગોળીબારમાં 9 લોકોના મોતનો દાવો, ઇન્ટરનેટ સેવા બંધ
આ પણ વાંચો: PoKમાં હિંસક અથડામણ: પ્રદર્શન ઉગ્ર બનતા 7ના મોત, 60થી વધુ ઘાયલ; ઇન્ટરનેટ સેવાઓ બંધ
આ પણ વાંચો: કારગિલ વિજય દિવસે રાજનાથ સિંહની પાકિસ્તાનને ચેતવણી, “હવે વાતચીત થશે તો માત્ર PoK પર જ”
