એરિક ઇન્ટરનેટ પર પોર્ન શોધતી વખતે પોતાને એક વીડિયોમાં જોતાં ચોંકી ગયો. આ ઘટના હોંગકોંગના (hong kong)
એરિક સાથે બની હતી. એરિક 2023 માં તેની ગર્લફ્રેન્ડ સાથે ચીન ગયો હતો. આ સમય દરમિયાન, તે બંને એક હોટલમાં રોકાયા હતા ત્યારે એક હિડન કેમેરા દ્વારા બંનેનો વીડિયો બનાવવામાં આવ્યો હતો. બાદમાં, આ વીડિયો એક એડલ્ટ કન્ટેન્ટ સાઇટ પર અપલોડ કરવામાં આવ્યો હતો. બાદમાં, જ્યારે એરિકને એડલ્ટ કન્ટેન્ટ શોધતી વખતે આ વીડિયો મળ્યો, ત્યારે તે ચોંકી ગયો.
વીડિયો ફૂટેજમાં શું છે
એરિક તેની ગર્લફ્રેન્ડ સાથે તેના રૂમમાં પ્રવેશ કરે છે. પછી તેઓ પોતાની બેગ નીચે મૂકી દે છે અને એકબીજા સાથે અંગત પળો મનાવવાનું શરૂ કરે છે. તેમને ખબર નથી કે હોટલના રૂમમાં એક હિડન કેમેરા તેમની હરકતો રેકોર્ડ કરી રહ્યો છે. એક અહેવાલમાં જમાવ્યા અનુસાર, આ વીડિયો તેમની પરમિશન વગર એડલ્ટ વેબસાઈટ પર અપલોડ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ વિશ્વભરના હજારો યુઝર્સોએ તેમનો વીડિયો જોયો છે.
એરિકે આ અનુભવને ભયાનક ગણાવ્યો
એરિકે કહ્યું કે જ્યારે તેને પહેલી વાર પોતાને જોયો, ત્યારે તે તેના પર વિશ્વાસ કરી શક્યો નહીં. જ્યારે તેણે તેની ગર્લફ્રેન્ડને આ વાત કહી, ત્યારે તેને લાગ્યું કે એરિક મજાક કરી રહ્યો છે. પરંતુ જ્યારે તેને પોતે વીડિઓ જોયો, ત્યારે તે ગભરાઈ ગઈ. તે વિચારીને ડરી ગઈ કે જે લોકો તેને ઓળખે છે, મિત્રો, પરિવારના સભ્યો, સંબંધીઓ, સહકાર્યકરો પહેલાથી જ આ ફૂટેજ ઓનલાઈન જોઈ ચૂક્યા છે. વીડિઓ સામે આવ્યા પછી, દંપતીએ થોડા અઠવાડિયા સુધી વાત પણ કરી ન હતી. હવે, જ્યારે પણ તે બંને બહાર જાય છે, ત્યારે તેઓ પોતાની ઓળખ છુપાવવા માટે ટોપી પહેરે છે. તે જ સમયે, તેઓ શક્ય તેટલું હોટલથી દૂર રહેવાનો પ્રયાસ કરે છે.
એરિકનો અભિપ્રાય બદલાઈ ગયો છે.
એરિક કહે છે કે આ અનુભવથી સ્પાય-કેમ પોર્નોગ્રાફી વિશેનો તેમનો અભિપ્રાય સંપૂર્ણપણે બદલાઈ ગયો છે. તેમણે કહ્યું કે તેમણે હવે આવી સામગ્રી જોવાનું બંધ કરી દીધું છે. તેમણે આવેબસાઇટ્સ જોવાનું બંધ કરી દીધુ છે. હા, તેમણે એક વાર તપાસ કરી હતી કે તેમનો અને તેમની ગર્લફ્રેન્ડનો વીડિઓ હજુ પણ ત્યાં છે કે નહીં. એ નોંધવું જોઈએ કે સ્પાયકેમ પોર્ન ચીનમાં 10 વર્ષથી વધુ સમયથી છે, જોકે ત્યાં પોર્નોગ્રાફિક કંટેન્ટ બનાવવું અને શેર કરવુ ગેરકાયદે છે. આવા વીડિઓઝ સામાન્ય રીતે હોટલોમાં ગુપ્ત રીતે રેકોર્ડ કરવામાં આવે છે.
આ પણ વાંચો:વડોદરામાં ખાખીની આબરુ પર કલંક, PSI લાંચ લેતો વીડિયો વાયરલ
આ પણ વાંચો:અમદાવાદના જુહાપુરા ફતેહવાડીમાં જાહેર રસ્તા પર છરાબાજી, વીડિયો વાયરલ થતા પોલીસ એક્શનમાં
આ પણ વાંચો:રાજકોટમાં ધમકીથી પરેશાન મહિલાએ પોલીસ સ્ટેશનમાં જ પીધું ફિનાઇલ, વીડિયો વાયરલ
