MANTAVYA Vishesh/ યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રા નીકળી પાક જાસૂસ

ભારતીય યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રા પાક. જાસૂસ નીકળતા ભારત સરકાર ચોંકી ઉઠી છે. આના પગલે હવે દેશના અન્ય યુટ્યુબરો સામે પણ શંકાની સોય તણાઈ છે. આગામી દિવસોમાં જ્યોતિ જેવા બીજા ટ્રાવેલ યુટ્યુબરો સામે પણ તપાસ શરૂ થઈ શકે છે.

Mantavya Vishesh

ભારતીય યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રા પાક. જાસૂસ નીકળતા ભારત સરકાર ચોંકી ઉઠી છે. આના પગલે હવે દેશના અન્ય યુટ્યુબરો સામે પણ શંકાની સોય તણાઈ છે. આગામી દિવસોમાં જ્યોતિ જેવા બીજા ટ્રાવેલ યુટ્યુબરો સામે પણ તપાસ શરૂ થઈ શકે છે.

જ્યોતિ પર લાગેલા આક્ષેપોનો તેના પિતા હરીશ મલ્હોત્રાએ ઇન્કાર કર્યો છે. તેમનું કહેવું છે કે તેણે તેની યુટ્યુબ ચેનલ માટે પાકિસ્તાનનો પ્રવાસ ખેડ્યો હતો. હવે જો તેણે તેના પાકિસ્તાનમાં રહેતા મિત્રોને ફોન કર્યો હોય તો તેમા તે દેશદ્રોહી કેવી રીતે થઈ ગઈ. જ્યોતિ મલ્હોત્રાના પિતા તો માનવા જ તૈયાર નથી કે તેમની પુત્રી દેશદ્રોહી છે.

હરીશ મલ્હોત્રાએ દાવો કર્યો છે કે પોલીસે તેમના કુટુંબના બધાના ફોન, બેન્ક સ્ટેટમેન્ટ, લેપટોપ અને પાસપોર્ટ જપ્ત કરી લીધા છે. તેમણે માંગ કરી કે પોલીસ કમસેકમ તેમના ફોન તો તેને પરત કરે, અમને બીજું કશું જોઈતું નથી. પોલીસે જ્યોતિ મલ્હોત્રાની સાથે અમારા પર પણ ગુનો નોંધ્યો છે. હવે આમા અમારી સંડોવણી ક્યાંથી આવી.

33 વર્ષીય જ્યોતિ મલ્હોત્રા એક ટ્રાવેલ બ્લોગર છે. તેની યુટ્યુબ ચેનલ ટ્રાવેલ વિથ જો પર લગભગ પોણા ચાર લાખ સબસ્ક્રાઇબર છે અને ઇન્સ્ટાગ્રામ પર 1.33 લાખ ફોલોઅર છે. જ્યોતિ પર આરોપ છે કે તે પાકિસ્તાનની જાસૂસી સંસ્થા ઇન્ટર સર્વિસિસ એજન્સી (ISI)ના સંપર્કમાં હતી અને તેણે જાસૂસી સંસ્થાને સંવેદનશીલ માહિતી પૂરી પાડી.

પોલીસના જણાવ્યા મુજબ જ્યોતિએ પાકિસ્તાનમાં તેના બે પ્રવાસ દરમિયાન દૌરાન અલી અહવાન નામની વ્યક્તિ દ્વારા જાસૂસી અધિકારીઓની મુલાકાત કરી. જ્યોતિની ચેનલમાં પણ પાકિસ્તાનના પ્રવાસના ઘણા વિડીયો છે. તેમા ઇન્ડિયન ગર્લ ઇન પાકિસ્તાન અને એક્સ્પ્લોરિંગ લાહોર જેવું શીર્ષક સામેલ છે. આ ફરિયાદમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જ્યોતિએ ભારતમાં પાકિસ્તાનના રાજદૂતાવાસમાં ઘણી વખત દાનિશ સાથે મુલાકાત કરી હતી અને પાકિસ્તાની જાસૂસોના સંપર્કમાં રહી હતી.

પોલીસની એફઆઇઆર મુજબ જ્યોતિની મુલાકાત 2023માં દિલ્હી સ્થિત પાકિસ્તાન હાઈ કમિશનમાં એહસાન-ઉર-રહીમ ઉર્ફ દાનિશ સાથે થઈ હતી. તેની તાજેતરમાં જ જાસૂસીના આરોપમાં ભારતમાંથી હકાલપટ્ટી કરવામાં આવી છે. અહેવાલ મુજબ જ્યોતિએ જટ્ટ રંધાવા નામથી એક પાકિસ્તાની એજન્ટનો નંબર સેવ કર્યો હતો, જેથી તેની ઓળખ છુપાવાઈ શકાય.

પોલીસનું કહેવું છે કે જ્યોતિ સ્નેપચેટ, વોટ્સએપ અને ટેલિગ્રામ જેવા પ્લેટફોર્મ પર પાક એજન્ટના સંપર્કમાં હતી. તેને પાંચ દિવસના રિમાન્ડ પર મોકલવામાં આવી છે અને પોલીસ તપાસ જારી છે. જ્યોતિના વાઇરલ થયેલા વિડીયો જ તેની સામે પુરાવા બન્યા છે. આ વિડીયોમાં તે પાકિસ્તાન હાઈ કમિશનમાં આયોજિત ઇફતાર પાર્ટીમાં તે અધિકારીની સાથે જોવા મળે છે તેને તાજેતરમાં જ ભારત સરકારે જાસૂસીના આરોપો હેઠળ હાંકી કાઢ્યો હતો.

જ્યોતિને 2023માં પાકિસ્તાનના પ્રવાસ દરમિયાન એક વીમા એજન્ટના માધ્યમથી આ કોન્ટેક્ટ મળ્યો હતો. આ દરમિયાન તેની મુલાકાત દાનિશ સાથે થઈ હતી. અહીંથી પાકિસ્તાની જાસૂસી સંસ્થાઓ સાથે તેના સંપર્કનો પ્રારંભ થયો હતો.

જ્યોતિનો એક વિડીયો સામે આવ્યો છે, જેમા તેને દાનિશની સાથે પાકિસ્તાનના હાઈ કમિશનમાં જોઈ શકાય છે. વિડીયોમાં દાનિશ તેની મહેમાનો સાથે ઓળખાણ કરાવે છે. વિડીયોના અંતમાં દાનિશ અને તેની પત્ની જ્યોતિની સાથે પાકિસ્તાન નેશનલ ડેની ચર્ચા કરે છે. આ ઉપરાંત જ્યોતિ પાર્ટીમાં હાજર અન્ય ભારતીય મહેમાનોને પણ પૂછે છે કે તે પાકિસ્તાન ગયા છે તો તેમનો અનુભવ કેવો રહ્યો. તે આ ઇફતાર પાર્ટીમાં કેટલાક ચીની અધિકારીઓને પણ મળી હતી.

દાનિશે આ પાર્ટીમાં તેની પત્ની સાથે આવ્યો હતો અને જ્યોતિની તેની સાથે મુલાકાત કરાવી હતી. દાનિશ જાણે જ્યોતિને ખૂબ જ નજીકથી ઓળખતો હોય તે રીતે વર્તતો હતો.

હરિયાણાના હિસારથી જાસૂસીના આરોપમાં પકડાયેલી જ્યોતિને પાકિસ્તાનમાં વીઆઇપી ટ્રીટમેન્ટ મળતી હતી. આ બધુ પાક. દૂતાવાસના અધિકારી દાનિશ અને પાક ગુપ્તચર અધિકારીઓ સાથેના સંપર્કના લીધે શક્ય બન્યું હતું. આના કારણે તે પાકિસ્તાનમાં જ્યાં જવું હોય ત્યાં જઈ શકતી હતી. તેને પાકિસ્તાન પોલીસ તરફથી સુરક્ષા પણ મળી હતી. હાઈપ્રોફાઇલ મીટિંગમાં જ્યોતિની મુલાકાત પાક. જાસૂસી સંસ્થાઓના ઉચ્ચ અધિકારીઓ સાથે થઈ હતી. તેણે હિસાર પોલીસ સાથેની પૂછપરછમાં આ વાત કબૂલી પણ લીધી છે.

આ ઉપરાંત તે કાશ્મીરની પણ મુલાકાત લઈ ચૂકી છે. તેણે પાક. જાસૂસી સંસ્થાના અધિકારી સાથે ઇન્ડોનેશિયાના બાલીની પણ મુલાકાત લીધી હતી. પાકિસ્તાન, ચીન, નેપાળ, થાઇલેન્ડ, ભૂટાનની પણ મુલાકાત લીધી હતી. તે હંમેશા ફ્લાઇટમાં ફર્સ્ટ ક્લાસમાં મુસાફરી કરતી હતી. તે ગમે તે દેશમાં પહોંચે ત્યાં તે મોંઘી હોટેલમાં રોકાતી હતી. તે મોંઘી રેસ્ટોરામાં ખાતી અને મોંઘા જ્વેલરી શોપમાં જતી હતી. આ બધા દેશોમાં તે વીવીઆઇપી હતી, પરંતુ ભારતમાં તે હરિયાણાની હિસારની સામાન્ય યુવતી હતી.

તે 2024માં પાકિસ્તાન અને પછી ચીનની મુલાકાતે ગઈ ત્યારે સુરક્ષા એજન્સીઓના રડાર પર આવી હતી. તેના પગલે સુરક્ષા એજન્સીઓએ તેના પર નજર રાખવાનો પ્રારંભ કર્યો હતો, તેના પછી તેનો ટ્રેક રાખવામાં આવ્યો હતો. આજુબાજુના પડોશીઓનું પણ કહેવું છે કે જ્યોતિ પડોશમાં કોઈની જોડે ખાસ ભળતી ન હતી. તે દિલ્હીમાં ભણી હતી. નોકરી ગુમાવ્યા પછી તેણે યુ ટ્યુબ ચાલુ કર્યુ હતુ. તેના પછી તે યુટ્યુબર બની હતી. તે ટ્રાવેલ વિડીયો પોસ્ટ કરતી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ધારી તાલુકામાં રોડ માટે રોડ પર ઉતર્યા ગ્રામજનો

આ પણ વાંચો: ઉપલેટા ભાજપમાં ભડકો, ધારાસભ્ય સામે ‘લેટરબોમ્બ’ ફૂટ્યો

આ પણ વાંચો: વાંકાનેર તાલુકાના ખેડૂતોની બરબાદી નોતરશે GETCOની ગુંડાગર્દી