MANTAVYA Vishesh/ વડોદરામાં વેપારીને ભ્રષ્ટાચારની ફરિયાદ ભારે પડી

વડોદરામાં ખાણખનિજ વિભાગનો ભ્રષ્ટાચાર ખુલ્લો પાડનારાનું આવી બન્યું છે. તેને મોતની ધમકીઓ મળવા લાગી છે. તેણે પોલીસ ફરિયાદ કરવાની ફરજ પડી છે.

Mantavya Vishesh

તંત્ર એકબાજુ તેને ત્યાં ચાલતો ભ્રષ્ટાચાર ખુલ્લો પાડવા માટે ટીવી પર હાકલ કરતું ફરે છે, એન્ટિ કરપ્શન બ્યૂરો (એસીબી)ના ફોન નંબર આપે છે. પણ બસ તંત્રની જવાબદારી આટલું કરીને પૂરી થઈ જાય છે, પણ જ્યારે ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરનારને ધમકીઓ મળવા લાગે છે ત્યારે તંત્ર ધમકી આપનારા સામે કોઈ પગલું ભરતું નથી, ઉપરથી પારોઠનાં પગલાં ભરે છે.

વડોદરા જિલ્લામાં આવી જ સ્થિતિનું નિર્માણ થયું છે. વડોદરામાં ખાણખનિજ વિભાગનો ભ્રષ્ટાચાર ખુલ્લો પાડનારાનું આવી બન્યું છે. તેને મોતની ધમકીઓ મળવા લાગી છે. તેણે પોલીસ ફરિયાદ કરવાની ફરજ પડી છે, પણ પોલીસ તંત્રએ રાબેતા મુજબની જેમ તેને મળેલી ધમકીઓને ધ્યાનમાં લીધી નથી. પોલીસ સામાન્ય રીતે ગુનો બને છે તેના પછી આવે છે, હવે આ કિસ્સામાં વેપારીએ ફરિયાદ નોંધાવી છે ત્યારે પોલીસ શું કાર્યવાહી કરશે તેના પર નજર છે. હવે ભ્રષ્ટાચારીઓની સામે પડનારો આ વેપારી જાય તો પછી ક્યાં જાય. તેણે કદાચ હવે હાઇકોર્ટના દરવાજા ખખડાવવા પડે તો આશ્ચર્ય નહીં થાય.

આમ લાંચ રૂશ્વતને લઈને લઈને તંત્ર જે દાવા કરે છે સ્થિતિ તેનાથી વિપરીત છે. લાંચ લેનારાઓનો પર્દાફાશ કરનારની શું સ્થિતિ થાય છે તે વડોદરાના આ વેપારીને પૂછી જુઓ, જેણે અધિકારીની લાંચની ધમકીની એસીબીને જાણ કરીને તેને પકડાવી દેતા હવે તેને ખનન માફિયાઓની મોતની ધમકી મળવા લાગી છે, જાણે ખનન માફિયાનો મોટો ગરાસ આના કારણે લૂંટાઈ ગયો છે.

વડોદરાના મકરપુરા વિસ્તારમાં રહેતા કરજણ તાલુકાના રેતના વેપારીએ રેતીનો સ્ટોક કરવા માટે ઓનલાઇન મંજૂરી માંગી હતી. આ મંજૂરી માટે ખાણખનિજ વિભાગમાં સિનિયર ક્લાર્કે મંજૂરી મેળવી આપવા માટે રૂ. બે લાખની લાંચ માંગી હતી. આ સિનિયર ક્લાર્ક યુવરાજસિંહ ગોહિલનું કહેવું હતું કે આ રકમ સ્ટાફમાં વહેંચવાની હોય છે.

રેતના વેપારીએ પોણા બે લાખ રૂપિયા સુધીની લાંચની તૈયારી બતાવી હતી, પરંતુ યુવરાજસિંહ બે લાખ પર અડગ રહેતા છેવટે રેતીના વેપારીએ એન્ટિ કરપ્શન બ્યૂરો (એસીબી)માં ક્લાર્ક સામે ભ્રષ્ટાચારની ફરિયાદ નોંધાવી હતી.

આના પગલે એસીબીએ છટકું ગોઠવીને લાંચ માંગનારા ક્લાર્ક યુવરાજસિંહ અને કમ્પ્યુટર ઓપરેટર કિરણ પરમારને ઝડપ્યા હતા. જ્યારે ભૂસ્તરશાસ્ત્રી રવિ મિસ્ત્રી અને રોયલ્ટી ઇન્સ્પેક્ટર સંકેત પટેલ આ કેસમાં ફરાર છે. આગામી દિવસોમાં તેમની ગમે ત્યારે ધરપકડ થઈ શકે છે. તેઓ ધરપકડથી બચવા આગોતરા જામીન પણ માંગી શકે છે, આમ કાયદાની ચુંગાલથી બચવા તેઓ દરેક પ્રકારના નુસ્ખા અજમાવી શકે છે. અમદાવાદમાં બાપુનગરમાં રહેતા રવિમિસ્ત્રીના ઘરે તપાસ કરવામાં આવતા તે ઘર બે મહિનાથી બંધ હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે સંકેત પટેલના ડાકોરના સરનામે તપાસ ચાલી રહી છે.

સિનિયર ક્લાર્ક યુવરાજસિંહ ગોહિલને એસીબીએ રંગે હાથ પકડ્યો હતો, તે પહેલા વડોદરા ખાણખનીજમાં હતો, પરંતુ હવે તે આણંદની કચેરીમાં છે. આ ઉપરાંત લાંચ કાંડમાં સંડોવાયેલા ઓપરેટર કિરણ પરમારને પણ પાદરા તાલુકાના લુણા ગામે પકડવામાં આવ્યો હતો. એસીબીએ બંનેને કોર્ટમાં રજૂ કરી પાંચ દિવસના રિમાન્ડ માંગ્યા હતા. જો કે કોર્ટે બંનેના રિમાન્ડ મંજૂર કર્યા ન હતા, પરંતુ જેલમાં મોકલવા આદેશ આપ્યો હતો.

ખાણખનિજ વિભાગના ભ્રષ્ટાચારી કર્મચારીઓ પર એસીબીની રેડ રેતખનન માફિયાઓને ગમી નથી. આના કારણે તેઓમાં રીતસરનો ધૂંધવાટ છે. આ કારણે તેઓએ તપાસ કરીને ભ્રષ્ટાચારીઓ સામે ફરિયાદ કરનાર વેપારીનું નામ શોધી કાઢ્યું હતું. તેના પછી તેઓએ તેને ફોન કરીને ધમકી આપવાનો પ્રારંભ કર્યો છે. તેઓ હવે વેપારીને દિવસરાત ધમકી આપે છે. તેના કારણે વેપારી માટે ધંધો કરવો મુશ્કેલ થઈ ગયો છે. વેપારીનો ફોન વાગે છે કે તે ડરી ઉઠે છે કે ક્યાંક આ માફિયાઓનો તો ફોન નહીં હોયને. આજે આ વેપારી રીતસર ડરનો માર્યો ધ્રૂજે છે. તેને લાગે છે કે તેણે ક્યાંક ભ્રષ્ટાચારીઓ સામે ફરિયાદ કરીને તો ભૂલ નથી કરી દીધીને. શું તે હવે ભ્રષ્ટાચારીઓને ખુલા પાડવાની સજા ભોગવી રહ્યો છે.

શું આ એ ગુજરાત છે જ્યાં ભ્રષ્ટાચારની ફરિયાદ કરનારે થરથર કાંપતા જીવવું પડે. આ ગુજરાતમાં ભ્રષ્ટાચારીઓ ખુલ્લેઆમ ફરે અને તેમના ભ્રષ્ટાચારની ફરિયાદ કરનાર જાણે ચાર રૂમની બહાર ન નીકળી શકે તેવી સ્થિતિ છે. વેપારીએ પોલીસને ફરિયાદ કરી છે, પણ હજી સુધી તેને ધમકી આપનારાઓ સામે કોઈ કાર્યવાહી થઈ નથી તે હકીકત છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ધારી તાલુકામાં રોડ માટે રોડ પર ઉતર્યા ગ્રામજનો

આ પણ વાંચો: ઉપલેટા ભાજપમાં ભડકો, ધારાસભ્ય સામે ‘લેટરબોમ્બ’ ફૂટ્યો

આ પણ વાંચો: વાંકાનેર તાલુકાના ખેડૂતોની બરબાદી નોતરશે GETCOની ગુંડાગર્દી