સામાન્ય પોલીસ અને ગુનેગાર વચ્ચે છત્રીસનો આંકડો હોવાનું માનવામાં આવે છે. આખા દેશમાં આ જ પ્રકારનું ચલણ હોય છે. પણ ઘણી વખત તેમા અપવાદો પણ જોવા મળે છે. કોઈ ગુનેગાર પોલીસને જ ત્યાંથી પકડાય તો શું માનવું, શું બે વિરોધી વ્યક્તિત્વોએ એવી તે કઈ બાબત મળી જેના પર તાલમેળ સાધી લીધો. રૂપિયાના કારણે આવું થયું કે બંને વચ્ચે કોઈ ગાઢ સંબંધ હોવાના કારણે આવું થયું છે. તેની પોલીસ તપાસ કરી રહી છે.
ભાવનગરમાં પોલીસની SC-ST સેલની ટીમ એટ્રોસિટીના ગુનાના આરોપીને શોધી રહી હતી. આરોપી પાર્થ દિનેશ ધાંધલિયા એટ્રોસિટીના ગુનામાં વોન્ટેડ હતો, પોલીસની પક્કડમાં જ તે આવતો ન હતો. પોલીસના આ સેલને આશ્ચર્ય થતું હતું કે આવો સામાન્ય આરોપી કેમ તેમની પક્કડમાં આવતો નથી. તેના પછી તેમણે તેને પકડવાની તપાસ સઘન બનાવી હતી, આરોપીને પકડવા માટે પોલીસ સતત પેટ્રોલિંગ પણ કરી રહી હતી. તેમને ચોક્કસ બાતમી મળી હતી કે તેઓ જે આરોપીને પકડી રહ્યા છે તે આરોપી મહિલા પોલીસ કોન્સ્ટેબલને ત્યાં જ છૂપાયો છે. આ સાંભળીને પોલીસ પણ પહેલાં આશ્ચર્ય પામી ગઈ હતી, તેને વિશ્વાસ જ આવ્યો ન હતો કે આવું થઈ શકે.
આમ છતાં બાતમી મળવાના કારણે SC-ST સેલે વિચાર્યું કે ચલો તપાસ તો કરી લઈએ. પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે આરોપી ભાવનગર શહેરના ડીમાર્ટવાળા રોડપર સીદસર નજીક આવેલી રોયલ સોસાયટીમાં રહેતાં મહિલા પોલીસ કોન્સ્ટેલ નયનાબેન નાગજીભાઈ બારૈયાના ઘરમાં જ છે. તેના કારણે પોલીસની SC-ST સેલની ટીમે દરોડો પાડ્યો હતો. પોલીસે બાતમીના પગલે ત્યાં રેડ કરી હતી. આ દરોડા દરમિયાન તેમણે મહિલા પોલીસ કોન્સ્ટેબલને ત્યાં રેડ કરી હતી. તેને ત્યાંથી દેવલી પીપરલા ગામના વાડી વિસ્તારમાં વસતા આરોપીને પોલીસે પકડ્યો હતો. પોલીસ પણ આ રીતે મહિલા પોલીસ કોન્સ્ટેબલને ત્યાંથી આરોપી પકડાતા ચોંકી ગઈ હતી. આ રીતે પોલીસ કોન્સ્ટેબલને ત્યાંથી આરોપીની ધરપકડ થવી તે પોલીસ માટે આશ્ચર્યજનક બાબત હતી.
ફક્ત એટલું જ નહીં પોલીસની SC-ST સેલની ટીમને અન્ય એક મહિલા પોલીસ કોન્સ્ટેબલ ઉષાબેન ભૂપતભાઈ જાની પણ મળી આવ્યા હતા. તેની સાથે મહિલા પોલીસ કોન્સ્ટેબલને ત્યાંથી દારૂ અને બીયરના ખાલી ટીન પણ મળી આવ્યા હતા. આના પગલે સ્પષ્ટપણે પ્રોહિબિશનના નિયમભંગનો કેસ પણ અહીં લાગુ પડે છે. આના પગલે હવે પોલીસને પણ લાગી રહ્યુ છે કે આ ગુનેગારને છાવરવામા એક જ મહિલા પોલીસ કોન્સ્ટેબલ નહીં પણ બંને મહિલા પોલીસ કોન્સ્ટેબલની સંડોવણી હોઈ શકે છે.
અહીં હવે તપાસ તે વાતની છે કે બંને મહિલા પોલીસ કોન્સ્ટેબલે ગુનેગારને કેમ છાવર્યા. હવે પોલીસ ગુનેગારને છાવરવાના કારણની તપાસમાં લાગેલી છે. ગુનેગારને પોલીસ છાવરતી હોય તેની પાછળ બેથી ત્રણ પરિબળ કારણભૂત હોય છે. એક તો ગુનેગાર મોટો ચમરબંધી હોય અને તેણે કોન્સ્ટેબલને રૂપિયાની લ્હાણી કરી હોય કે કરવાનો હોય. પોલીસ આ એન્ગલથી પણ તપાસ કરી રહી છે. હવે કોન્સ્ટેબલે નાણાકીય લેતીદેતી કરી છે કે નહીં તે બધાની આ કિસ્સામાં ચકાસણી કરવામાં આવનારી છે.
આ ઉપરાંત આરોપી અને મહિલા પોલીસ કોન્સ્ટેબલ વચ્ચે કોઈ સંબંધ હતો કે તેઓ કોઈ સગામાં થતા હતા તેના કારણે સામાજિક દબાણ હતુ તે બાબતથી પણ ચકાસણી કરવામાં આવનારી છે. ખાસ કરીને એટ્રોસિટીના કિસ્સામાં આ પ્રકારનું કારણ વધારે જોવા મળતુ હોય છે. તેમા એકબાજુએ ગુનેગારને પકડવાનું દબાણ હોય છે તો બીજી બાજુએ તે ગુનેગારને બચાવવા માટેનું પણ સામાજિક દબાણ હોય છે. પોલીસે આ બંનેની વચ્ચે રહીને કાર્યવાહી કરવાની હોય છે. આ ઘટના બતાવે છે કે એટ્રોસિટી જેવા કેસોમાં આરોપીઓને પોલીસની અંદરથી પણ મદદ કરનારા હોય છે. આ સંજોગોમાં સમજી શકાય છે કે બીજા ગુનાઓમાં પણ શુંનું શું થતું હશે.
ગુનેગાર તત્વોને પોલીસની અંદરથી મદદ મળે ત્યારે જ તેઓ અમુક સ્તર કરતાં વધારે કંઇક કરી શકે છે. હવે પોલીસ કર્મચારી ગુનેગારને જ તેના ઘરમાં રાખતી હોય તો પછી આખા પોલીસ મેન્યુઅલનો તો રીતસરનો ધજાગરો જ થઈ ગયો તેમ કહેવાય. ગુનેગાર સામે કડક આંખ રાખવાના બદલે પોલીસના ઘરેથી જ ગુનેગાર મળે ત્યારે પોલીસની આબરૂને પોલીસના કારણે જ બટ્ટો લાગે છે.
આ પણ વાંચો: ખેડૂતોના ફોન ઉપાડતા ન હોવાના આક્ષેપ અરવિંદ લાડાણીએ નકાર્યા
આ પણ વાંચો: પહેલાં શિક્ષણમાં હવે ચૂંટણીમાં પણ અનામતઃ અલ્પેશ કથીરિયા
આ પણ વાંચો: અમરેલીના ફુલજરના વિવાદના પડઘા છેક સુરતમાં પડ્યા

