MANTAVYA Vishesh/ દેવભૂમિ દ્વારકામાં ગોચર જમીનનો ખાનગી કંપનીએ સોથ વાળ્યો

દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં આવેલા નાવદ્રા ગામની આસપાસ આવા ત્રણથી ચાર જેટલા ખાડા ખોદી નાખવામાં આવ્યા છે, જે રાત્રિના સમયમાં અને ચોમાસામાં પાણી ભરાઈ જાય ત્યારે જીવલેણ નીવડી શકે છે.

Mantavya Vishesh
ગોચર જમીન

આ ખાડામાં કોઈ પડી જાય તો તેના હાથપગ ભાંગે અને તેનું મૃત્યુ પણ થાય, આવું આ ભાઈને બોલવાની કેમ ફરજ પડી. અહીં જોઈ શકાય છે કે આટલા મોટા-મોટા ખાડા ખોદવામાં આવ્યા છે અને આ ખાડા ખોદવામા આવ્યા તો શા માટે ખોદવામાં આવ્યા. આ પ્રકારના ખાડા કોણે ખોદ્યા, કોઈપણ પ્રકારની મંજૂરી વગર કયા અધિકારથી આ ખાડા ખોદવામાં આવ્યા. આવા અનેક સવાલો આ ખાડાના પગલે ઉદભવે છે. તેમા પણ ગામમાં ખાડા ખોદવામાં આવ્યા તેમા ગોચર જમીનનો અને સરકારની ખરાબાની જમીનનો સોથ વાળી નાખવામાં આવ્યો છે. આ જમીન માણસો તો ઠીક પશુઓ પણ ઉપયોગમાં ન લઈ શકે તેવી કરી નાખવામાં આવી છે.

ગોચર જમીનનું જાણે કોઈ રણીધણી નહીં

તેમા પણ આવો કંઈ એક જ ખાડો નથી, આવા મોટા-મોટા ત્રણથી ચાર ખાડા નાવદ્રા ગ્રામ પંચાયતમાં ખોદી નાખવામાં આવ્યા છે. દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં આવેલા નાવદ્રા ગામની આસપાસ આવા ત્રણથી ચાર જેટલા ખાડા ખોદી નાખવામાં આવ્યા છે, જે રાત્રિના સમયમાં અને ચોમાસામાં પાણી ભરાઈ જાય ત્યારે જીવલેણ નીવડી શકે છે.

તંત્રની નિષ્કાળજી

હવે તંત્ર આ બધુ કરવામાં શું કોઈનો જીવ જાય ત્યાં સુધી રાહ જોશે. કોઈનો જીવ જશે નહીં ત્યાં સુધી તંત્રની આંખ નહીં ઉઘડે અને આ પ્રકારે ખાનગી કંપનીઓની મનમાની ચાલતી રહેશે. તેમની સામે કોઈ કાર્યવાહી નહી થાય, તેમને કોઈ નોટિસ નહીં ફટકારાય કે દંડ પણ નહી કરાય. તેના બદલે જો સામાન્ય માણસથી કોઈ ભૂલ થઈ હોત તો તંત્ર તેના પર તૂટી પડ્યું હોત. મામલતદારને ફરિયાદ કરવામાં આવી, પણ સર્કલ અધિકારી આવીને આંટો મારીને ગયો, પછી આગળ કશું નહી.

કંપનીઓએ યોગ્ય પ્રક્રિયાનું પાલન ન કર્યું

આશ્ચર્યની વાત એ છે કે આ ખાડા ખોદનારી કંપનીઓ બી એ પ્રેરણા અને ટોરન્ટ પાવરે ખાડા ખોદવા માટે ગ્રામ પંચાયતથી લઈને તાલુકા કે જિલ્લા સુધી કોઈપણ પ્રકારની પરવાનગી લીધી નથી. ખાનગી કંપનીએ અહીં ચાર કિ.મી.નો રસ્તો બનાવ્યો તો તેની માટી તેણે ગ્રામ પંચાયતની પરવાનગી વગર જ ગોચર જમીનમાંથી ઉસેટી લીધી. દિનપ્રતિદિન ગોચર જમીનનો પ્રશ્ન વધુને વધુ પેચીદો થતો જાય છે ત્યારે નાવદ્રા ગામની ગ્રામ પંચાયતની જમીન બે ખાનગી કંપનીઓએ તેમની મનમાની કરીને ખોદી કાઢી તો હવે ગામના પશુઓ ચરવા ક્યાં જશે.

ખાનગી કંપનીનો મનસ્વી વ્યવહાર

ખાનગી કંપની આ રીતે મનમાની કે મનસ્વી વ્યવહાર કઈ રીતે કરી શકે.  કંપનીને ગ્રામ પંચાયતને જાણે ખિસ્સામાં લઈને ફરતાં હોય તે રીતે વર્તવાનો અધિકાર કઈ રીતે મળી ગયો. ગામડાની જમીન એટલે કોઈને પૂછવાનું પણ નહીં. કંપનીને એમ કે ગામડાવાળાને કંઈ પૂછાતું હશે. કોઈની વ્યક્તિગત માલિકીની જમીન નથી પછી વાંધો શું હોય.આપણે જમીન ખોદી કાઢીએ તો તેમા ગ્રામ પંચાયતના સભ્યને ખબર શું પડે. કદાચ તેમને ખબર પડી પણ ગઈ તો તેઓ શું કરી શકે. તેઓએ જાણે બિન્દાસ્ત અને બેપરવા થઈને આખી જમીન ખોદી છે. જાણે આ જમીનનું કોઈ ધણીધોરી નથી તેવો કંપનીનો અભિગમ છે.

આ બતાવે છે કે ગ્રામીણ સ્તરે ગોચર જમીનને લઈને ફક્ત રાજકીય આગેવાનો જ મનમાની કરતાં હોય તેવી સ્થિતિ નથી, ખાનગી કંપનીઓ પણ તક મળે તો જરા પણ પાછી પડવા માટે તૈયાર નથી. કંપનીને નિયત ધારાધોરણ મુજબ કામ કરતાં કોણ રોકતું હતું, ગામની જમીન અને ગામને પૂછવાનું પણ નહીં તેવું વલણ તો કઈ રીતે ચાલે.

ટોરન્ટ પાવર અને બી એ પ્રેરણાની દાદાગીરી

ટોરન્ટ પાવર અને બી એ પ્રેરણા એમ બંને કંપનીઓની દાદાગીરીથી કંટાળીને ગ્રામ પંચાયતે કલ્યાણપુર તાલુકામાં તેમની સામે અરજી કરી છે. આ અરજીમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે સરવે નંબર 835ની ગોચર જમીન અને સરવે નંબર 841 નંબરની સરકારની ખરાબાવાળી જમીન બંને ખાનગી કંપનીઓએ કોઈપણ પ્રકારની કાર્યવાહીનું પાલન કર્યા વગર ખોદી કાઢી છે. તેમા પણ ગામની ગોચરની જમીનને ખોદી કાઢતા તેમને ગામવાસીઓને પૂછવાની પણ જરૂર લાગી નથી.

ગ્રામપંચાયત મારા ખિસ્સામાં તેવો કંપનીનો અભિગમ

ટોરન્ટ પાવર પાસે વળી એવો તે કયો પાવર આવી ગયો છે કે તે નિયમોનું પાલન જ ન કરે. સરકારની જોગવાઈઓનો ભંગ કરવાની તેને કોઈ સત્તા નથી. કંપનીને જો માટીની જરૂર પડે તો તે શું આ રીતે જ ગમે તેની જમીન પર ખોદી નાખીને માટી મેળવી લે છે, જો આવું કરતી હોય તો આ ખૂબ જ ભયંકર સ્થિતિ કહેવાય. આ પહેલા વીજ કંપની ખેડૂતોના ખેતરમાં થાંભલા લગાવવા મનમાની કરતી હતી, હવે આ નવા જ પ્રકારની મનમાની તેઓએ શરૂ કરી છે. તેઓનો ડોળો શું ગામની ગોચર જમીન પર છે. ગોચર જમીનના હાલ એવા કરી નાખો જેથી તે કોઈ ઉપયોગને જ લાયક ન રહે. આવું થાય પછી ગામવાળાઓએ કે ગ્રામ પંચાયતે તેને પડતરના ભાવે વેચી દેવાની ફરજ પડે.

ખેડૂતો પછી હવે ગ્રામ પંચાયતને પણ કંપની છોડતી નથી

આમ કંપનીઓ હવે શહેરી વિસ્તારો પછી ગ્રામીણ વિસ્તારોમાં પણ મનમાની કરવા લાગી છે. પહેલા તો વીજ કંપનીઓનો ડોળો ખેડૂતોની જમીન પર રહેતો હતો, તેમા વિવાદ થવા લાગતા અને વાત વધી પડતા હવે તેઓએ તોપનું નાળચું જાણે ગોચર અને ખરાબાની જમીન પર તરફ ફેરવ્યુ લાગે છે. આ કંપનીઓને એમ છે કે ગોચર કે ખરાબાની જમીનનો સોથ વાળો એટલે આવી જમીનનું કોઈ રણધણી ન હોવાથી તેમને વાંધો ન આવે. કંપનીને કલ્પના પણ નહીં હોય કે ગોચર જમીનને લઈને પંચાયત છેક કલ્યાણપુર તાલુકાના મામલતદાર સુધી ફરિયાદ કરવા જઈ શકે છે.

આગામી દિવસોમાં વિવાદ વધી શકે

પણ કંપનીએ કરેલા બેફામ ખોદકામના કારણે ગ્રામ પંચાયત પાસે કલેક્ટરમાં જઈને ફરિયાદ કરવા સિવાય આરો જ ન હતો. આગામી દિવસોમાં આ મુદ્દો ઉગ્ર સ્વરૂપ પકડશે તો પણ આશ્ચર્ય નહીં થાય. દેવભૂમિ દ્વારકાની જમીન પર કંપની સામ ગ્રામ પંચાયતે હવે વિરોધનો શંખનાદ ફૂંક્યો છે. હવે આ વિરોધનો શંખનાદ સરકારી કાનોમાં સંભળાય છે કે નહી અને તેની સામે કાર્યવાહી થાય છે કે નહીં તે તો સમય જ કહેશે. છતાં પણ એક વાત હકીકત બની ચૂકી છે કે સરકારી વીજ કંપનીઓની જેમ ખાનગી વીજ કંપનીઓ પણ જાડી ચામડીની જ છે. તે પણ ગ્રામ પંચાયતો અને તાલુકા પંચાયતો તથા જિલ્લા પંચાયતોને ગાંઠતી નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટwhatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: નવનીત બાલધિયાના હુમલાના વિવાદમાં આહિર સેનાની એન્ટ્રી

આ પણ વાંચો: ખેડૂતોને બધા ખરીફ પાકના ટેકાના ભાવ કરતાં 10થી 30 ટકા નીચા ભાવ મળ્યા

આ પણ વાંચો: આર્થિક અનામત : પાલિકા-પંચાયતની ચૂંટણી પહેલા સરકાર પર વિવિધ જ્ઞાતિઓનું દબાણ