MANTAVYA Vishesh/ ફ્રોડ કરવાની ઇ-કોમર્સ કંપનીઓની નવી ફોર્મ્યુલાઃ ડિસ્કાઉન્ટ

લોકોને સાઇબર ક્રાઇમ ઓછા પડતાં હોય તેમ હવે ઇ-કોમર્સ કંપનીઓ પણ ગ્રાહકોને છેતરવા મેદાનમાં ઉતરી ગઈ છે. આ કંપનીઓ ગ્રાહકોને ડિસ્કાઉન્ટની લાલચ આપીને મોટાપાયા છેતરી રહી છે,

Mantavya Vishesh

લોકોને સાઇબર ક્રાઇમ ઓછા પડતાં હોય તેમ હવે ઇ-કોમર્સ કંપનીઓ પણ ગ્રાહકોને છેતરવા મેદાનમાં ઉતરી ગઈ છે. આ કંપનીઓ ગ્રાહકોને ડિસ્કાઉન્ટની લાલચ આપીને મોટાપાયા છેતરી રહી છે, ડિસ્કાઉન્ટના લોભ પાછળ વાસ્તવમાં ગ્રાહક ડિસ્કાઉન્ટ તો બાજુએ રહ્યુ, પણ પ્રોડક્ટના ભાવ હોય છે તેના કરતાં પણ વધુ ભાવ ચૂકવી રહ્યો હોય છે, આની પાછી ગ્રાહકને ખબર પણ હોતી નથી. આના કારણે સ્થિતિ એવી આવી છે કે ગ્રાહક મંત્રાલયે પણ આ ઇ-કોમર્સ કંપનીઓ સામે લાલ આંખ કરવી પડી છે અને તેમને દંડ ફટકારવો પડ્યો છે.

ગ્રાહક સ્ક્રીન પર જોતો હોય કે પ્રોડક્ટ પર 60થી 80 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ છે, પરંતુ તેનું બિલ બનીને આવે ત્યારે સ્થિતિ કંઇક જુદી જ હોય છે. ભારતમાં બ્લેક ફ્રાઇડે, સ્ટાઇલ સેલ અને વર્ષ વર ચાલતી મેગા ઓફરોની ભરમાર વધી રહી છે ત્યારે રેગ્યુલેટર, સાઇબર સિક્યોરિટી ફર્મ અને કન્ઝ્યુમર ગ્રુપ ત્રણેય એક જ સમસ્યા સામે ઇશારો કરી રહ્યા છે. આ સમસ્યા છે ડિસ્કાઉન્ટ અથવા તો વધેલી MRP, ચેકઆઉટ પર છપાયેલી ફી, મેનિપ્યુલેટિવ ડિઝાઇન અને કેટલાક કિસ્સામાં તો ટોપ બ્રાન્ડની આખેઆખી નકલ કરતી વેબસાઇટ્સની ભરમાર હોય છે.

આ બધી ઇ-કોમર્સ સાઇટ કે વેબસાઇટ્સ ડિસ્કાઉન્ટ, બમ્પર ઓફર જેવા આકર્ષક પ્રલોભનો દ્વારા ગ્રાહકને ભ્રમમાં નાખીને તેની સાથે ઠગાઈ કરે છે. આ પ્રકારની ઠગાઈથી અકળાયેલા સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેકશન ઓથોરિટી (સીસીપીએ)એ બેબી પ્રોડક્ટ્સ પ્લેટફોર્મ ફર્સ્ટ ક્રાયને બે લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. તેણે ખોટો ડીપ પ્રાઇસિંગ વેબસાઇટ પર બતાવ્યો હતો. બધા ઇ-કોમર્સ પ્લેટફોર્મને ડાર્ક પેટર્ન માટે સેલ્ફ ઓડિટ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. તેમા 26 કંપનીઓએ તો આ પ્રકારનું સેલ્ફ ડેકલેરેશન આપી દીધું છે, પરંતુ આ પ્લેટફોર્મ સામે ગ્રાહકોની ફરિયાદ વાસ્તવિકતાથી જુદી જ સ્થિતિ દર્શાવે છે.

તાજેતરમાં સાઇબર સિક્યોરિટી ફર્મ ક્લાઉડસેકે બે હજારથી પણ વધારે નકલી હોલિડે થીમવાળી વેબસાઇટને ફ્લેગ કરી છે, જેમાથી ઘણી એમેઝોન કે બીજી ગ્લોબલ બ્રાન્ડ્સ તરીકે પોતાને રજૂ કરતી હતી. આ બતાવે છે કે ઇ-કોમર્સમાં કેટલી બધી નકલી વેબસાઇટ્સની ભરમાર છે. તમને એમ લાગતું હોય કે તમે એમેઝોન કે ફ્લિપકાર્ટ પથી ખરીદી રહ્યા છો, પરંતુ વાસ્તવમાં તમે તેના જેવી જ કોઈ બીજી નકલી વેબસાઇટ્સ પરથી ખરીદી કરી રહ્યા હોવ છો અને તેની તમને ખબર પણ હોતી નથી. આ પ્રકારની વેબસાઇટ્સ જાણીતી બ્રાન્ડ્સના નામનો ફાયદો ઉઠાવવા માટે જ બનાવવામાં આવી હોય છે. તેમા પણ ખાસ કરીને ફેસ્ટિવલ સીઝન દરમિયાન જાણીતી બ્રાન્ડ્સને ત્યાં ધસારો ખૂબ જ હોય છે અને આ નકલી વેબસાઇટ્સ તેનો ભરપૂર ફાયદો ઉઠાવે છે. ટૂંકમાં ઓરિજિનલ વેબસાઇટ્સ પરના આ પ્રકારના સેલ નકલી વેબસાઇટ માટે જાણે મોટી લ્હાણી બની જાય છે.

આમ ગ્રાહકોને જબરદસ્ત ડીલ્સ આપતી આ ઓફરો જાણે ગ્રાહક માટે આ જા ફસા જા જેવો ઘાટ સર્જે છે. ગ્રાહકને તો બધી વાતની ખબર તો છેવટે બિલ આવી જાય પછી જ પડે છે. પ્રામાણિક સેલરો માટે આ પ્રકારની ડાર્ક પેટર્ન સ્પર્ધાને બગાડે છે અને ગ્રાહકને તેનાથી દૂર ધકેલે છે. ભારતમાં ફેસ્ટિવલ સેલ વિન્ડો એગ્રેસિવ ડિસ્કાઉન્ટિંગની સાથે-સાથે સ્કેમ ઓપરેશન્સ માટે પીક સીઝન બની ગઈ છે.

આના પગલે જૂન 2025માં CCPAએ બધા ઇ-કોમર્સ પ્લેટફોર્મને આદેશ આપ્યો હતો કે તે ડાર્ક પેટર્નની ઓળખ કરે અને તેને તેના પ્લેટફોર્મ પરથી હટાવે. આના પરથી જ તેની ગંભીરતાનો ખ્યાલ આવે છે. આ માટે કંપનીઓને ત્રણ મહિનાનો સમય આપવાનો આવ્યો હતો. મોટા-મોટા પ્લેટફોર્મે તો જણાવી દીધું હતું કે અમારા ઇન્ટરફેસ સાફ છે, તેના પર કોઈ ડાર્ક પેટર્ન નથી. છતાં પણ યુઝર્સની ફરિયાદ બતાવે છે કે હજી આ તકલીફનો નિકાલ લાવવામાં ઘણો સમય લાગશે.

ઇ-કોમર્સ કંપનીઓ અહીં MRPને લઈને મોટી ગેમ રમે છે. હવે તમે ગ્રાહક તરીકે ઉતાવળમાં હોવ તો તમે આ ટ્રિક ઓળખી શકતા નથી. અહીં વધેલી MRP પર નકલી ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. કેટલાય કન્ઝ્યુમર સ્ટડીઝ અને માર્કેટ એનાલિસિસમાં આ પેટર્નને ડોક્યુમેન્ટ કરવામાં આવી છે. અહીં કોઈ પ્રોડક્ટની ઓરિજિનલ MRP વધારીને તેના પર 60થી 70 ટકા ઓફનું ચમકદાર સ્ટિકર લગાવવામાં આવ્યું છે, કોઈપણ ગ્રાહક તે જુએ તો સીધો છેતરાઈ જાય. આના કારણે તેનો વેચાણ ભાવ તેણે જે ભાવે પ્રોડક્ટ વેચવી છે તે જ થઈ જાય છે, આ ઉપરાંત હરીફની પ્રોડક્ટ્સના ભાવથી પણ વધી જાય છે.

આ વાતને ઉદાહરણ દ્વારા સમજવી હોય તો તે રીતે સમજી શકાય કે કોઈ ઇલેક્ટ્રોનિક ગેઝેટ 899 રૂપિયામાં વેચાતું હોય અને તેની કિંમત 2,199 રૂપિયા બતાવીને સ્પેશ્યલ પ્રાઇસ 999 કરી દેવાય અને મોટા અક્ષરોમાં 55 ટકા ઓફ લખવામાં આવે છે. બસ ગ્રાહક આ 55 ટકા ઓફમાં સપડાઈ જાય છે. ઓન પેપર પર તમને એમ જ લાગે છે કે તમે હજાર રૂપિયાથી વધુ રકમની બચત કરી રહ્યા છો. વાસ્તવમાં તમે તે પ્રોડક્ટનો ભાવ છે તેના કરતાં પણ વધુ રકમ તેને ડિસ્કાઉન્ટના નામે ચૂકવી રહ્યા છો.

કન્ઝ્યુમર ગ્રુપ કટ્સ ઇન્ટરનેશનલે આ રીતે વધેલી એમઆરપી પર ઇ-કોમર્સ પ્લેટફોર્મ પર ઓફર થતાં નકલી ડિસ્કાઉન્ટને મોટી ચિંતાનો વિષય ગણાવ્યા છે. આ પ્રકારની પદ્ધતિઓથી એક ખોટા વિચારને વેગ મળે છે અને ગ્રાહક ગેરમાર્ગે દોરવાઈ શકે છે. આવી જ ગેમ MRPને લઈને ચાલે છે તે ડિપ પ્રાઇસિંગની છે. અહીં ગ્રાહક કોઈ વસ્તુ ખરીદવાનું મન બનાવી લે છે અને પછી ઓર્ડર કરે છે તેના પછી પ્રોડક્ટનો ભાવ વધારી દેવાય છે. આની ગ્રાહકને તે સમયે જાણ પણ હોતી નથી.

CCPAએ આ બાબતને લઈને ફર્સ્ટક્રાયને 2025માં બે લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. પ્લેટફોર્મે પ્રોડક્ટ્સને બધા ટેક્સ ભેગા કરીને MRP તરીકે બતાવી અને છેલ્લે ચેકઆઉટ વખતે GST જોડી દીધી. ઓર્ડરમાં તેને ડિપ પ્રાઇસિંગ તરીકે ગણાવાયું. આ એક પ્રતિબંધિત ડાર્ક પેટર્ન છે, તેના પગલે કહેવાયું કે તેણે કન્ઝ્યુમર પ્રોટેકશનના નિયમ 7 (1)(ઇ)નો ભંગ કર્યો, જેના હેઠળ બધા ચાર્જ અને ટેક્સ મળીને કુલ કિંમત પહેલાં જ બતાવવાની હોય છે.

આ જ રીતે કન્વિનિયન્સ ફી, હેન્ડલિંગ ચાર્જ, પ્લેટફોર્મ ફી અને પેકેજિંગ એડ-ઓનની સાથે પણ બતાવે છે, જે બધુ છેલ્લા સ્ટેપ પર દેખાય છે. તેના પગલે છેલ્લે માંડ સામાન્ય ડિસ્કાઉન્ટ મળે છે અથવા તો ડિસ્કાઉન્ટ મળતું પણ નથી.

ભારત એવા દેશોમાં એક છે જેણે ડાર્ક પેટર્નની એક બાસ્કેટને ઓળખીને ઔપચારિક રીતે તેને વ્યાખ્યાયિત કરીને તેના પર પ્રતિબંધ મૂક્યો છે. આ પ્રકારના ગેરરીતિ આચરતા ઇન્ટરફેસની ડિઝાઇન એવી હોય છે, જે ગ્રાહકને સ્પષ્ટ જાણકારી આપતી નથી. કન્ઝ્યુમર પ્રોટેકશન એક્ટ હેઠળ ડાર્ક પેટર્નને રોકવા અને તેના નિયંત્રણ માટે ગાઇડલાઇન્સ 2023માં આવી 13 ડાર્ક પેટર્ન લિસ્ટ કરવામાં આવી છે. આ ડાર્ક પેટર્નમાં ખોટી એજન્સી, બાસ્કેટ સ્નિફિંગ, બેટ એન્ડ સ્વિચ, ડ્રિપ પ્રાઇસિંગ, સબસ્ક્રિપ્શન ટ્રેપનો સમાવેશ થાય છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુજરાતમાં 20 લાખથી પણ વધુ નામ મતદાર યાદીમાંથી દૂર થશે

આ પણ વાંચો: DGP  વિકાસ સહાય અને જિજ્ઞેશ મેવાણી આમને સામને

આ પણ વાંચો: લે ભાઈ લેતો જા, ઠગાઈની ફરિયાદ સામે અલ્પેશ ઢોલરિયાનો 10 કરોડનો બદનક્ષીનો દાવો