Patan News/ સિદ્ધપુર પંથકમાં સાવકા પિતાએ દીકરીને બે વર્ષ બળાત્કાર કરી ગર્ભવતી બનાવી

પાટણમાં સાવકા પિતા દ્વારા પોતાની જ સગીર સાવકી દીકરી સાથે છેલ્લા બે વર્ષથી અવારનવાર બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધવામાં આવ્યા હોવાનું પ્રકાશમાં આવ્યું છે.

Top Stories Gujarat Breaking News

Patan News:પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના એક ગામમાં માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે.સાવકા પિતા દ્વારા પોતાની જ સગીર સાવકી દીકરી સાથે છેલ્લા બે વર્ષથી અવારનવાર બળજબરીપૂર્વક શારીરિક સંબંધ (Physical relationship) બાંધવામાં આવ્યા હોવાનું અને તેના કારણે 17 વર્ષીય કિશોરી ગર્ભવતી થઈ ગયાનું આઘાતજનક સત્ય પ્રકાશમાં આવ્યું છે.

આરોપીનું નામ રાજેશ મફતલાલ પટેલ છે, જે પીડિત કિશોરીનો સાવકો પિતા છે. પીડિતાની માતા બીજા લગ્ન કરીને રાજેશ પટેલ સાથે રહેતી હતી. આરોપ છે કે, જ્યારથી કિશોરીની ઉંમર 15 વર્ષની થઈ ત્યારથી જ આરોપી તેની સાથે શારીરિક શોષણ કરતો હતો. ડર અને ધમકીના કારણે કિશોરી કોઈને કહી શકી ન હતી.

હવસખોર સાવકા પિતાએ દીકરી પર આચર્યું દુષ્કર્મ 

હાલમાં કિશોરીને ઉલટી, ચક્કર અને પેટમાં દુખાવો થવા લાગતાં પરિવારના સભ્યોએ તેને પાટણની ધારપુર સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital) લઈ જવામાં આવી હતી. ત્યાં મેડિકલ તપાસ દરમિયાન ડોક્ટર્સને જાણવા મળ્યું કે કિશોરી લગભગ 6 મહિનાની ગર્ભવતી છે. આ જાણ થતાંની સાથે જ કિશોરીએ પોતાની સાથે બનેલી હકીકત ડોક્ટર્સ અને પછી પરિવારને જણાવી દીધી હતી.

આ મામલો પોલીસ સુધી પહોંચતાં કાકોશી પોલીસ સ્ટેશનના સબ-ઇન્સ્પેક્ટર શ્રીમતી એસ.એસ. પટેલ તથા તેમની ટીમે તુર્ત જ કાર્યવાહી કરી હતી. પીડિત કિશોરીનો વિગતવાર નિવેદન નોંધવામાં આવ્યું અને તે જ રાત્રે આરોપી રાજેશ મફતલાલ પટેલની ધરપકડ કરી લેવામાં આવી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: બળાત્કારના આરોપીનું ભાગવું અને PIનું ફાયરિંગ દરમિયાન, આરોપી અને કોન્સ્ટેબલ ઘાયલ

આ પણ વાંચો: બળાત્કાર ના ગુનામાં મદદને બહાને લાંચ લેનારો ધાંગધ્રા પોલીસ સ્ટેશનનો કોન્સ્ટેબલ ઝડપાયો

આ પણ વાંચો: બળાત્કાર બાદ મહિલાને ફેંકી દેવામાં આવી,ગુપ્તાંગમાંથી લોહી નીકળ્યું, ચહેરા પર ઊંડા ઘા…