સરકારે ડ્રાઇવિંગ લાઇસન્સના નિયમોમાં ફેરફાર કરતા લોકોની મુશ્કેલીઓ વધી શકે છે.કાચા લાઇસન્સ માટે ફરી લેવાતી રિટેસ્ટની પ્રક્રિયા લાંબી કરતા હવે લોકોની હેરાનગતિ વધે તેમ છે.
વાહનવ્યવહાર કમિશનર કચેરીએ હવે કાચા લાઇસન્સની રિટેસ્ટ માટે એપોઇમેન્ટ ફરજિયાત કરતા રિટેસ્ટની પ્રોસેસ લાંબી થઇ ગઇ છે.ઉલ્લેખનીય છે કે
વાહનના કાચા લાઈસન્સની પરીક્ષામાં નાપાસ થનાર અરજદાર રૂપિયા 50 ભરીને બીજા દિવસે રિટેસ્ટ આપી શકતો હતો.ફરીવાર પરીક્ષા આપનાર લાઈસન્સ ઇચ્છુકો એ કોઈ એપોઇન્ટમેન્ટ લેવાની જરૂર નહોતી પણ હવે એપોઇન્ટમેન્ટ લેવી પડશે.
જોવાની વાત એ પણ છે કે એપોઇમેન્ટની પ્રક્રિયા લાંબી થવાની સાથે લોકોની મુશ્કેલી વધી અને ખર્ચ પણ વધ્યો છે.કાચા લાઇસન્સની રિટેસ્ટમાં રૂ.50 ખર્ચ થતો હતો. હવે એપોઇમેન્ટના લીધે રૂ. 300 ખર્ચ થશે. જાતે એપોઇમેન્ટ મળી શક્તી નથી. હવે એજન્ટનો સહારો લેવો પડશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
