Surendranagar News/ બળાત્કાર ના ગુનામાં મદદને બહાને લાંચ લેનારો ધાંગધ્રા પોલીસ સ્ટેશનનો કોન્સ્ટેબલ ઝડપાયો

બળાત્કાર ના ગુનામાં આરોપીને મદદ કરવાને બહાને તેની પાસેથી રૂ.30,000ની લાંચ લેતા સુરેન્દ્રનગરના ધાંગધ્રા પોલીસ સ્ટેશનનો પોલીસ કોન્સ્ટેબલ માંગીલાલ કાળુભાઇ પઢીયા ACBની જાળમાં ફસાઈ જતાં રંગેહાથ ઝડપી લીધો.

Gujarat Others
લાંચ લેતો કોન્સ્ટેબલ

Surendranagar News : બ-ળાત્કાર ના ગુનામાં આરોપીને મદદ કરવાને બહાને તેની પાસેથી રૂ.30,000ની લાં-ચ લેતા સુરેન્દ્રનગરના ધાંગધ્રા પોલીસ સ્ટેશનનો પોલીસ કોન્સ્ટેબલ માંગીલાલ કાળુભાઇ પઢીયા ACBની જાળમાં ફસાઈ ગયો હતો.

આ કેસના ફરીયાદીના દિકરા વિરુદ્ધ પોકસો અને બ-ળાત્કાર નૉ ગુનો દાખલ થયો હતો. જેમાં ધરપકડ વખતે આરોપી પોલીસ કોન્સ્ટેબલ માંગીલાલ પઢિયારે મદદ કરી હતી. ઉપરાંત કેસ ચાલે ત્યારે પણ તે મદદ કરશે, તેમ કહીને મદદના બહાને કોન્સ્ટેબલ પઠિયારે ફરીયાદી પાસે રૂ. 30,000ની ગેરકાયદેસર લાં-ચની માંગણી કરી હતી.

જે ગેરકાયદેસર લાં-ચની રકમ ફરિયાદી આપવા માંગતા ના હોઈ, ફરીયાદીએ સુરેન્દ્રનગર ACBનો સંપર્ક કરી ફરીયાદ કરી હતી. જેને આધારે ACBએ
પી.જી.વી.સી.એલ કચેરીના ગેટ પાસે,આબેડકર સર્કલ, ધ્રાંગંધ્રા ખાતે જાળ બિછાવી હતી. જેમાં રૂ.30,000ની લાં-ચ લેતા પોલીસ કોન્સ્ટેબલ માંગીલાલ પઢિયારની રંગેહાથ ધરપકડ કરી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:  સુરતના પશુ ચિકિત્સકને લાંચ કેસમાં 3 વર્ષની સખત કેદની સજા

આ પણ વાંચો:  બનાસકાંઠામાં નાયબ કલેક્ટર અંકિતા ઓઝા લાંચ કેસમાં બેંક તપાસ શરૂ

આ પણ વાંચો:  લાંચ કેસમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જુનીયર ક્લાર્કને 6 વર્ષની કેદની સજા