Not Set/ #SheToo ઉલટી ગંગા : પુરૂષે જાતીય સતામણીની પોલિસ ફરિયાદ કરી

અમદાવાદ હાલ ભારતમાં મહિલાઓ #MeToo કેમ્પેઇન હેઠળ સોશિયલ મીડીયામાં  પોતાની જાતીય સતામણી અંગેની ફરિયાદો કરી રહી છે,ત્યારે અમદાવાદમાં એક ઉલટો કિસ્સો સામે આવ્યો છે.અમદાવાદના એક વેપારીએ મહિલા દ્રારા પોતાની થઇ રહેલી સતામણી અંગે પોલિસ ફરિયાદ કરી છે.શહેરના  સેટેલાઈટમાં રહેતા વેપારીએ કોઈ અજાણી મહિલા તરફથી ‘ફ્રેન્ડશીપ’ના મેસેજ મળતાં તેણે વસ્ત્રાપુર પોલિસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. શહેરના […]

Top Stories Ahmedabad Gujarat

અમદાવાદ

હાલ ભારતમાં મહિલાઓ #MeToo કેમ્પેઇન હેઠળ સોશિયલ મીડીયામાં  પોતાની જાતીય સતામણી અંગેની ફરિયાદો કરી રહી છે,ત્યારે અમદાવાદમાં એક ઉલટો કિસ્સો સામે આવ્યો છે.અમદાવાદના એક વેપારીએ મહિલા દ્રારા પોતાની થઇ રહેલી સતામણી અંગે પોલિસ ફરિયાદ કરી છે.શહેરના  સેટેલાઈટમાં રહેતા વેપારીએ કોઈ અજાણી મહિલા તરફથી ‘ફ્રેન્ડશીપ’ના મેસેજ મળતાં તેણે વસ્ત્રાપુર પોલિસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.

શહેરના સેટેલાઈટ વિસ્તારમાં માનસી સર્કલ પાસે રહેતા 38 વર્ષીય વેપારી વિજય નારંગે મંગળવારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તેને કોઈ અજાણી મહિલા દ્વારા તેને મેસેજો કરીને પરેશાન કરવામાં આવી રહ્યો છે. આ મહિલા નારંગને વારંવાર પોતે સિંગલ છે કે નહીં તેમ પૂછી રહી છે. આ મહિલા નારંગના વોટ્સ એપના પ્રોફાઇલ પીક્ચરના પણ વખાણ કરી રહી છે.

વિજય નારંગે કરેલી ફરિયાદ પ્રમાણે આ મહિલા તેને વારંવાર એ પણ પુછે છે કે તેની ગર્લફ્રેન્ડ છે કે નહીં ?

નારંગે મહિલાને વોટ્સએપ પર બ્લોક કરી દીધી તો તેણે એસએમએસ મેસેજ મોકલવાનું શરૂ કરી દીધું.આ કારણે પરેશાન થયેલા નારંગે મહિલાને પોલીસમાં ફરિયાદ કરવાની પણ ધમકી આપી દીધી. જેના જવાબમાં મહિલાએ તેને જે કરવું હોય તે કરવા માટે કહ્યું.

વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 507 મુજબ અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ વાતચીત દ્વારા જાતીય સતામણીની ફરિયાદ નોંધી છે.

પોલીસના સૂત્રોનું કહેવું છે કે, નારંગની પૂર્વ પત્ની જે કોલકાતામાં રહે છે અને બંનેના છુટાછેડા થયા છે.આ પહેલા પણ નારંગે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ધમકીભર્યા ફોન કોલ્સની ફરિયાદ નોંધાવી હતી. આ વખતે પણ કોઈ અજાણી મહિલા દ્વારા તેને ફસાવવાનો પ્રયાસ થતા તે પોલીસ પાસે આવ્યો છે. મેસેજમાં લખાયેલી ભાષા કોઈ બંગાળી બોલતી મહિલાની હોવાનું જણાય છે. નારંગને પણ શંકા છે કે તેની પૂર્વ પત્ની, જેની પાસેથી તે 6 મહિના પહેલા જ ડિવોર્સ લઈ ચૂક્યો છે તે હવે તેને ફસાવવાનો પ્રયાસ કરી રહી છે.