Jetpur News : જેતપુરની સેસન્સ કોર્ટે ક એવા આરોપીને સજા ફટકારી છે જેની પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યા હતા. સેસન્સ કોર્ટે આરોપીને અપહરણ અને દુષ્કર્મના કેસમાં આજીવન કારાવાસની સજા ફટકારી હતી.
આ બનાવમાં કારખાનામાં સાથે કામ કરતા સાથી મજુરે સગીરાનું અપહરણ કર્યું હતું. આ અંગે સગીરાના પિતાને જાણ થતા તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેને પગલે પોલીસે સગીરાને મુક્ત કરાવીને આરોપી પપ્પુ દલાભાઈની ધરપકડ કરી હતી. પોલીસે આરોપીને ઝડપી લીધા બાદ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો.
અંતે સુનાવણી બાદ જેતપુરની સેસન્સ કોર્ટે આરોપી પપ્પુ દલાભાઈને આજીવન કારાવાસની સજા ફટકારીને સમાજમાં એક ઉદાહરણ પુરૂ પાડ્યું હતું.
આ પણ વાંચો :જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં આતંકવાદીઓએ ફરી ટાર્ગેટ કિલિંગને અંજામ આપ્યો,પંજાબના વ્યક્તિનું મોત
આ પણ વાંચો :ઝારખંડના મુખ્યમંત્રી ચંપઇ સોરેને કરી આ મોટી જાહેરાત, પ્રજા માટે કર્યું આ કામ
આ પણ વાંચો :લોકસભા ચૂંટણી સર્વમાં ચોંકાવનારા આંકડા, મહારાષ્ટ્ર અને બંગાળમાં જાણો કઇ પાર્ટી બાજી મારશે
