Education/ તનાવ રહિત શિક્ષણ એટલે અનુશાસન હિન શિક્ષણ નહીં

ભૂતકાળમાં ભારતની ગુરુ-શિષ્ય પરંપરા ઉજાગર કરતા આશ્રમો વિશ્વભરમાં પ્રસિદ્ધ હતા. ભારતીય શિક્ષણ વ્યવસ્થામાં વર્તમાન સમયમાં અનેક પ્રકારના ફેરફારો કરવામાં આવી રહ્યા છે.

Mantavya Vishesh

જાપાનની તુલનામાં ભારતીય શિક્ષણ પ્રણાલીમાં શું ખૂટે છે ? : આપણા બાળકોમાં ઉચ્ચ ટકાવારી છતાં શિષ્ટાચાર ઘટી રહ્યો છે..!!!

@ભાવિની વસાણી, મંતવ્ય ન્યૂઝ – રાજકોટ

ભૂતકાળમાં ભારતની ગુરુ-શિષ્ય પરંપરા ઉજાગર કરતા આશ્રમો વિશ્વભરમાં પ્રસિદ્ધ હતા. ભારતીય શિક્ષણ વ્યવસ્થામાં વર્તમાન સમયમાં અનેક પ્રકારના ફેરફારો કરવામાં આવી રહ્યા છે.અગાઉ “સોટી વાગે સમસમ અને વિદ્યા આવે રમઝમ”ના સ્થાન પર છેલ્લા બે દાયકાથી શિક્ષણવિદો અને જ્ઞાની લોકો દ્વારા દેશમાં તનાવ રહિત શિક્ષણની હિમાયત કરવામાં આવી રહી છે. તેમ છતાં શિક્ષણના પ્રમાણમાં રોજગારી ખૂબ જ ઓછી મળી રહી છે તેમજ આપણા બાળકોમા શિષ્ટાચાર પણ ઘટી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. આપણા શિક્ષણ મંત્રાલયને શિક્ષણ નીતિમાં ધરખમ ફેરફારની આવશ્યકતા જણાઈ રહી હતી. જેથી તાજેતરમાં ભારત સરકાર દ્વારા 34 વર્ષો બાદ નવી શિક્ષણ નીતિ પણ જાહેર કરવામાં આવી છે. પરંતુ ખરા અર્થમાં શિક્ષણ તેને કહી શકાય કે જે માનવીય મૂલ્યોનો વિકાસ કરે તેમજ રોજગારી પણ ઉભી કરે.આ માટે કદાચ ભારતે જાપાન મોડલ માંથી પ્રેરણા લેવાની જરૂર છે.જાપાની લોકો ઘણીવાર તેમની બુદ્ધિ, સ્વસ્થ જીવનશૈલી, શિષ્ટાચાર અને નમ્રતા માટે જાણીતા છે. પરંતુ શા માટે આ દેશ આટલો અનોખો અને બાકીના વિશ્વથી અલગ છે? હકીકતમાં, આનું કારણ તેમની અદભુત અને મહાન શિક્ષણ પ્રણાલી છે. જેની આજે આપણે આ લેખમાં ચર્ચા કરી છે.

માનવીય મૂલ્યો પ્રસ્થાપિત કરતું શિક્ષણ

ભારત માં સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલોની દિનપ્રતિદિન વધી રહેલી સંખ્યાના કારણે બાળકોને પૂર્વ પ્રાથમિક અને પ્રાથમિક શાળાઓમાં પ્રવેશ માટે પણ ઇન્ટરવ્યુ અને પરીક્ષા આપવા પડે છે. જ્યારે જાપાની શાળાઓમાં બાળકો ચોથા ધોરણમાં (10 વર્ષની ઉંમરે) પહોંચતા પહેલા કોઈપણ પ્રકારની પરીક્ષા લેતા નથી. તેઓ માત્ર નાના પરીક્ષણો આપે છે. એવું માનવામાં આવે છે કે જાપાની શાળાઓનું લક્ષ્ય પ્રથમ ત્રણ વર્ષ સુધી બાળકોના જ્ઞાન અને વ્યક્તિગત ક્ષમતા પર ધ્યાન કેન્દ્રિત કરીને બાળકોમાં સારા શિષ્ટાચાર સ્થાપિત કરવા અને તેમની શક્તિમાં ઉમેરો કરવાનું .બાળકોને તેમના વડીલોનો આદર કરવાનું અને પ્રાણીઓ અને પ્રકૃતિ પ્રત્યે સારી વર્તણૂક કરવાનું શીખવવામાં આવે છે. બાળકોને ઉદારતા, માયાળુ અને કરુણાપૂર્ણ વર્તન કરવાનું શીખવવામાં આવે છે. આ સિવાય બાળકોને ધૈર્ય, આત્મ-નિયંત્રણ અને ન્યાય જેવા ગુણો પણ શીખવવામાં આવે છે.

શાળાઓ ખુલવાનો તેમજ વેકેશનનો અલગ સમયગાળો

દેશ-વિદેશમાં મોટાભાગની શાળાઓમાં, શૈક્ષણિક વર્ષ જૂન, સપ્ટેમ્બર અથવા ઓકટોબરમાં શરૂ થાય છે, પરંતુ જાપાનની શાળાઓનું શૈક્ષણિક વર્ષ 1 એપ્રિલથી શરૂ થાય છે. સ્કૂલનો પ્રથમ દિવસ મોટેભાગે સુંદર કુદરતી ઘટનાઓથી શરૂ થાય છે જેમ કે એક મોર ચેરી ટ્રી. શૈક્ષણિક વર્ષને ત્રણ ભાગોમાં વહેંચવામાં આવે છે: 1 એપ્રિલથી 20 જુલાઈ, 1 સપ્ટેમ્બરથી 26 ડિસેમ્બર, 7 જાન્યુઆરીથી 25 માર્ચ. ઉનાળા દરમિયાન જાપાની વિદ્યાર્થીઓ 6 અઠવાડિયાની રજા મેળવે છે. તેઓ શિયાળામાં અને વસંત ઋતુમાં 2 અઠવાડિયા આરામ પણ મેળવે છે.

શાળાની રોજિંદી સફાઈની જવાબદારી વિદ્યાર્થીઓ અને શિક્ષકોની

મોટાભાગની જાપાની સ્કૂલોમાં કોઈ સફાઇ કામ કરનારને નોકરી આપતી નથી પરંતુ ફક્ત વિદ્યાર્થીઓ જ શાળાને સાફ કરે છે. ભારતની સ્કૂલોમાં વરસમાં ખાસ દિવસોમાં સ્વચ્છતા દિવસ મનાવી અને બાળકને સ્વચ્છતાના પાઠ ભણાવવામાં આવે છે, આપણા વિદ્યાર્થીઓથી વિપરીત, જાપાની સ્કૂલના વિદ્યાર્થીઓએ તેમના વર્ગખંડો, કોફી હાઉસ અને શૌચાલયો જાતે જ સાફ કરવા પડે છે. સફાઈ માટે, વિદ્યાર્થીઓને નાના જૂથોમાં વહેંચવામાં આવે છે જેથી તેઓ વર્ષભર પોતાનું કાર્ય યોગ્ય રીતે કરી શકે. જાપાની શિક્ષણ પ્રણાલી માને છે કે જૂથોમાં કામ કરતા વિદ્યાર્થીઓ દ્વારા, તેઓમાં એકબીજાને મદદ કરવાની ભાવનાનો વિકાસ કરે છે. મતલબ કે તેઓ ટીમની જેમ કામ કરવાનું શીખે છે. સાફ-સફાઈ કરતી વખતે, તેઓ એકબીજાના કામની પણ પ્રશંસા કરે છે.

શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે જ એકસરખું જમે છે

ભારતની સ્કૂલોમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો રીશેષમાં અલગ જમતા હોય છે, ઉપરાંત ઘણી બધી સ્કુલોમાં વિદ્યાર્થીઓ પણ અલગ-અલગ ખોરાક લેતા જોવા મળે છે, અહીં કેટલીક સ્કૂલોમાં ખોરાકની વ્યવસ્થા કરવામાં આવે છે. પરંતુ જાપાની સ્કુલોમાં બધા વિદ્યાર્થીઓને તે જ ખોરાક આપવામાં આવે છે, જે તેઓ તેમના વર્ગમાં સાથે ખાય છે.જાપાની શિક્ષણ પ્રણાલી સંપૂર્ણ સુનિશ્ચિત કરે છે કે બધા વિદ્યાર્થીઓ તંદુરસ્ત અને સંતુલિત ખોરાક મેળવે. લગભગ બધી જાપાની શાળાઓ માટે બપોરના ભોજનને મેનૂ અનુસાર રાંધવામાં આવે છે જે ફક્ત એક સારા રસોઇયા દ્વારા જ નહીં, પરંતુ આરોગ્ય સંભાળના વ્યાવસાયિકો દ્વારા પણ તૈયાર કરવામાં આવે છે. બધા ક્લાસના મિત્રો તેમના વર્ગમાં શિક્ષક સાથે મળીને જમે છે, તે વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચે સારા સંબંધ બનાવવામાં મદદ કર છે.

સ્કૂલોમાં જ માતૃભાષામાં લેખન, કેલીગ્રાફી તેમજ કવિતા માટેની તાલીમ

ભારતમાં અત્યાર સુધી મોટા ભાગે માતૃભાષા ને જીવંત રાખવાની જવાબદારી કવિઓ, લેખકો અને ભાષા પ્રેમીઓ પર નાખવામાં આવે છે, નવી શિક્ષણ નીતિ મુજબ માતૃભાષામાં પ્રાથમિક શિક્ષણ ફરજિયાત હોવાનું જણાવવામાં આવ્યું છે પરંતુ તેની અમલવારી ક્યારે થશે તે સમય જ કહી આપશે.જાપાની સુલેખનપત્રક જેને ‘શોડો’ તરીકે પણ ઓળખવામાં આવે છે તેમાં શાહીમાં ડૂબેલા વાંસના બ્રશનો સમાવેશ થાય છે અને તે ચોખાના બનેલા કાગળ પર હાયરોગ્લિફ લખવામાં આવે છે. જાપાનીઓ માટે, શોડો એક એવી કળા છે જે પરંપરાગત પેઇન્ટિંગ કરતા ઓછી લોકપ્રિય નથી. બીજી બાજુ ‘હાઈકુ’ કાવ્યનું એક પ્રકાર છે જે વાચકોને લાગણીઓને પહોંચાડવા માટે સરળ અભિવ્યક્તિઓનો ઉપયોગ કરે છે. આ વર્ગો બાળકોને તેમની સંસ્કૃતિ અને સદીઓ જૂની પરંપરાઓનો આદર કરવાનું શીખવે છે.

જાપાની શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરી દર લગભગ 99 ટકા

ભારતીય શાળાકીય શિક્ષણ પદ્ધતિમાં શું ખામી હશે કે ઘણાબધા વિદ્યાર્થીઓને શાળાએ જવું ગમતું નથી. સ્કૂલોમાં બીમારી તેમજ અન્ય કારણોથી રજા પાડતા વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ મોટી હોય છે. વિદ્યાર્થીઓ સમગ્ર શાળા જીવનમાં ઓછામાં ઓછા બેથી ચાર વખત ગેરહાજર રહ્યા હોઈ શકે. પરંતુ જાપાની વિદ્યાર્થીઓ ક્યારેય વર્ગખંડો છોડતા નથી અને શાળામાં મોડા પણ આવતા નથી. આ ઉપરાંત, જાપાનના લગભગ 91 ટકા વિદ્યાર્થીઓ જણાવે છે કે તેઓને શિક્ષકે જે શીખવ્યું છે, તેની અવગણના તેઓ ક્યારેય કરતા નથી, અથવા ફક્ત કેટલાક વર્ગખંડોમાં જ કરી છે. અન્ય કોઈ દેશમાં શાળાના શિક્ષણમાં આવી અદભૂત વ્યક્તિઓ જોવા મળી નથી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…