MANTAVYA Vishesh/ બાબા અમરનાથ, યુદ્ધનો ડર પણ શ્રદ્ધાને ડગાવી ન શક્યો

બમ, બમ ભોલે બોલનારા, બોમ્બથી ડરતા નથી. આનો પુરાવો મળ્યો બાબા અમરનાથની ગુફાની યાત્રા કરનારા ગુજરાતી યાત્રાળુઓ પાસેથી. ગુજરાતીઓને સામાન્ય રીતે પોચટ અને ડરપોક તથા ફક્ત વેપાર કરનારી જ પ્રજા માનવામાં આવે છે, પણ બાબા અમરનાથમાં ગુજરાતીઓની શ્રદ્ધા અડગ છે.

Mantavya Vishesh

બમ, બમ ભોલે બોલનારા, બોમ્બથી ડરતા નથી. આનો પુરાવો મળ્યો બાબા અમરનાથની ગુફાની યાત્રા કરનારા ગુજરાતી યાત્રાળુઓ પાસેથી. ગુજરાતીઓને સામાન્ય રીતે પોચટ અને ડરપોક તથા ફક્ત વેપાર કરનારી જ પ્રજા માનવામાં આવે છે, પણ બાબા અમરનાથમાં ગુજરાતીઓની શ્રદ્ધા અડગ છે.

પાકિસ્તાન સાથે યુદ્ધની સંભાવના વચ્ચે પણ ગુજરાતીઓમાં બાબા અમરનાથનો વિશ્વાસ ડગમગ્યો નથી. ગુજરાતીઓએ બાબા અમરનાથની મુલાકાત લેવાનું જારી રાખવાનો જ નિર્ણય લીધો છે. આ પહેલા સ્થિતિ ખરાબ હતી તે સમયે લાગતું હતું કે મોટાપાયા પર અમરનાથ બાબાની ગુફા સુધી જવાનું રદ થઈ શકે છે, પરંતુ તેવું થયું નથી. શ્રદ્ધાની આ તાકાતે બળ પૂરું પાડ્યું છે.

અમરનાથ યાત્રા જુલાઈથી શરૂ થઈ રહી છે. પણ તેના માટેની તૈયારીઓ તો મેથી જ થવા લાગે છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, સુરેન્દ્રનગર, ભુજ, જામનગરથી અનેક શ્રદ્ધાળુઓ બાબા અમરનાથના દર્શને જાય છે. છેલ્લા અઢી દાયકા કરતાં વધુ સમયથી અમરનાથની યાત્રા કરતા વડોદરાના વિજયભાઈએ જણાવ્યું હતું કે અહીં બેઝ કેમ્પમાં ફાયરિંગની ઘટનાઓ સામાન્ય રીતે બનતી હોય છે, પરંતુ અમરનાથ યાત્રામાં હજી સુધી કી અનિચ્છનીય બનાવ બન્યો નથી. તેમા પણ પાક.ને આ વખતે આપવામાં આવેલા જડબાતોડ જવાબના કારણે તથા કાશ્મીરમાં સરકારની આકરી કાર્યવાહીના કારણે અમરનાથ યાત્રામાં છમકલાની જરા પણ સંભાવના લાગતી નથી.  અહીં આર્મીની સુરક્ષા પણ અત્યંત ચુસ્ત હોય છે. તેના લીધે ક્યારેય યાત્રિકોએ અસલામતી પડે તેવી સ્થિતિ આવી નથી.

પહલગામના હુમલા પછી કાશ્મીરમાં પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો. લોકોએ ધડાધડ બૂકિંગ કેન્સલ કર્યા હતા. તેમા પણ યુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ થતાં તો કાશ્મીર રીતસરનું ખાલી થઈ ગયું હતું. તેથી હવે આ વર્ષે હવે કાશ્મીરીઓની આવકનો છેલ્લો આધાર બાબા અમરનાથના પ્રવાસે આવતા શ્રદ્ધાળુઓ પર છે. બાબા અમરનાથના પ્રવાસે આવતા શ્રદ્ધાળુઓ પછી કાશ્મીરની મુલાકાતે પણ જાય છે. તેથી કાશ્મીરીઓ પણ આસ લગાવીને બેઠા છે કે આ વખતે બાબા અમરનાથની મુલાકાતે પ્રવાસીઓની સંખ્યા મોટાપાયા પર જોવા મળે. બાબા અમરનાથ શ્રાઇન બોર્ડે પણ આ માટે ખાતરી આપી છે કે બાબા અમરનાથના પ્રવાસે આવનારા પ્રવાસીઓ માટે સરકાર સાથે મળીને ચુસ્ત સલામતી વ્યવસ્થા કરવામાં આવી છે.

આ ઉપરાંત બાબા અમરનાથની યાત્રાના રુટ પર પણ ખાવાપીવાની સગવડો ઊભી કરવામાં આવી છે. ઠંડા અને વિષમ વાતાવરણમાં માંદા પડી જનારાઓ માટે આર્મીના અને સ્થાનિક તંત્રના મેડિકલ કેમ્પ પણ છે. તેની સાથે નજીકના જ શહેરોમાં હોસ્પિટલોમાં રિઝર્વ બેડ પણ રાખવામાં આવે છે, જેથી ઠંડીના લીધે વધુ સંખ્યામાં લોકો માંદા પડે તો તેને પહોંચી વળી શકાય.

જો કે પહેલી જ વખત જો બાબા અમરનાથના પ્રવાસે જતાં હોવ તો પહેલા થોડો ચાલવાનો અભ્યાસ કરી લેવો જરૂરી છે. અહીં સતત ચઢાણ હોય છે અને તે આડુંઅવળું ચઢાણ હોય છે. પહેલાં તો બધે પગથિયા ન હતા, હવે તો પહેલાં કરતાં સારી સ્થિતિ છે. આ ઉપરાંત પહેલાં કરતાં તો વ્યવસ્થા પણ વધુ સારી છે.

અમરનાથ યાત્રામાં દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. તેમા દર વર્ષે બેથી ત્રણ લાખ ગુજરાતીઓ પણ જાય છે. તેથી કહેવાય છે, જે અમરનાથ જાય છે તે પછી વૈષ્ણોદેવી જાય છે અને કાશ્મીરનો પ્રવાસ અચૂક કરે છે. તેની પછી તે ચારધામની યાત્રા પણ કરે છે. તેથી જ બાબા અમરનાથની મુલાકાતે જનારાને પછી અતૂટ શ્રદ્ધાની એવી લગન લાગે છે કે તે વારંવાર બાબા અમરનાથની યાત્રા કરે છે.

આ યાત્રા કષ્ટ વચ્ચે પણ આનંદની અનુભૂતિ કરાવે છે. બાબા અમરનાથની મુલાકાત લેનારાઓની આંખો શ્રદ્ધાથી ભીની થઈ જાય છે, જાણે જીવનનો કોઈ અદભુત સાક્ષાત્કાર થાય હોય તેવી અનુભૂતિ થાય છે. શ્રદ્ધાળુઓને લાગે છે કે આ ફક્ત દર્શન જ નથી, પણ જીવન સાર્થક થયાનો અનુભવ છે. આવો અનુભવ અકલ્પનીય છે. તેની કોઈની સાથે તુલના જ થઈ શકે તેમ નથી. આ પ્રકારનો અનુભવ લેવો હોય તો અહીં આવવું જ રહ્યુ.

આ યાત્રા જેટલી જ બહારની છે તેટલી જ અંદરની છે. આ યાત્રા તમને તમારી આંતરિક શક્તિનો અને અનંત બ્રહ્માંડની શક્તિ સાથેના જોડાણનો અહેસાસ કરાવે છે. તમે અનુભવી શકો છો કે તમારું શરીર અને મન જાણે એક આંતરિક ઉર્જાનો સ્ત્રોત છે. તમે જાણે આવી જ કોઈ ઉર્જાથી જોડાયેલા છે અને બાબાના દર્શન તમારા આ જોડાણને વધુ શક્તિશાળી બનાવે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ધારી તાલુકામાં રોડ માટે રોડ પર ઉતર્યા ગ્રામજનો

આ પણ વાંચો: ઉપલેટા ભાજપમાં ભડકો, ધારાસભ્ય સામે ‘લેટરબોમ્બ’ ફૂટ્યો

આ પણ વાંચો: વાંકાનેર તાલુકાના ખેડૂતોની બરબાદી નોતરશે GETCOની ગુંડાગર્દી