MANTAVYA Vishesh/ સોલર પમ્પની નવી ટેકનોલોજીને લઈને તંત્રની ઉદાસીનતાથી ખેડૂતોને ફટકો

ગુજરાત વિધાનસભા ગૃહમાં (Gujarat Legislative Assembly) વિપક્ષે (Opposition) દાવો કર્યો હતો કે સરકાર એકબાજુએ દાવો કરે છે કે તે ખેડૂતોની (Farmers) આવક બમણી (Double Income) કરવા માંગે છે, પણ તેના પગલા રીતસરના તેનાથી વિપરીત છે.

Mantavya Vishesh

કહેવાય છે કે તંત્ર જ્યારે જડ અને નીંભર બની જાય છે ત્યારે તે પ્રજાની હિતની વાતો પર ધ્યાન આપતું નથી…. આ જ તંત્ર તેના જ ભૂતપૂર્વ વડાએ પ્રજાકીય હિતની કહેલી વાતોની પણ સદંતર અવગણના કરે છે…. વિપક્ષ આ તંત્રની આંખો ખોલવા પ્રયત્ન કરે તો પણ કુંભકર્ણની નિંદ્રામાં ઘોરેલું તંત્ર જાગતું જ નથી….

ગુજરાત વિધાનસભા ગૃહમાં (Gujarat Legislative Assembly) વિપક્ષે (Opposition) દાવો કર્યો હતો કે સરકાર એકબાજુએ દાવો કરે છે કે તે ખેડૂતોની (Farmers) આવક બમણી (Double Income) કરવા માંગે છે, પણ તેના પગલા રીતસરના તેનાથી વિપરીત છે….ગુજરાતમાં તંત્રએ ખેડૂતો માટે 200 કરોડ રૂપિયાના સોલર પંપ (Solar Pump) લગાવ્યા છે… આ પંપ લગાવવાનો આશય એ હતો કે તેના લીધે ખેડૂતોને વીજ બિલમાં પણ બચત થાય…તેની સાથે તેણે મોંઘા ડીઝલ જનરેટરનો આશરો લેવો ન પડે….પણ સીધા રસ્તે ચાલે તે તંત્ર નહીં….આ સોલર પંપ પછી પણ 600 કરોડ રૂપિયાનો વીજળીનો વેડફાટ થયો છે. આ વીજળીના વેડફાટની જવાબદારી હવે કોના શિરે છે….

વિપક્ષે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારની રીન્યુએબલ એનર્જી વિભાગની પોલિસીમાં (Renewable Energy Policy) સોલર પંપ નાખવાની જોગવાઈ છે….આ સોલાર પમ્પિંગ સિસ્ટમમાં એક સોલર કંટ્રોલ (Solar Control)  આવે છે…. ગુજરાતમાં જ નહીં આખા દેશમાં જે સોલર કંટ્રોલર છે જે વર્ષમાં વધુમાં વધુ 150 દિવસ જ પાણી ખેંચવાની મોટર ચલાવી શકે છે….

તેની સામે U.S.P.C.  ટેકનોલોજીથી સજ્જ સોલર કંટ્રોલર 320 દિવસ ઉપયોગમાં લઈ શકાય છે…. ઉદાહરણ તરીકે જોઈએ તો રાજસ્થાનમાં જ આ U.S.P.C.  ટેકનોલોજીથી સજ્જ હજાર જેટલા કંટ્રોલરવાળા સોલર પમ્પ લગાવવામાં આવ્યા હતા…. આના કારણે ખેડૂત છ એકર જમીનમાં એક વર્ષની અંદર છ લાખ રૂપિયાની વાર્ષિક આવક ઊભી કરી શક્યો હતો…. આમ તેની આવક જૂના સોલર પમ્પના સમયે થતી હતી તેના કરતાં બમણી થઈ ગઈ હતી, કારણ કે નવી ટેકનોલોજી U.S.P.C. થી સોલર કંટ્રોલવાળા સોલર પમ્પનો ઉપયોગ અહીં કરવામાં આવ્યો હતો…. આ તો થઈ રાજસ્થાનના એક જ ખેડૂતની વાત, આવા હજારથી પણ વધુ ખેડૂતોને નવી આ U.S.P.C.  ટેકનોલોજીથી સજ્જ સોલર કંટ્રોલવાળા સોલર પમ્પથી ફાયદો થયો હતો….

આશ્ચર્યની વાત તો એ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે (PM Modi) આ પ્રકારના સોલર પમ્પના વખાણ કરી ચૂક્યા છે અને તેમણે આ પમ્પ ખેડૂતના જીવનમાં આમૂલ પરિવર્તન લાવનારા થશે તેમ જણાવ્યું છે…. ખેડૂતની આવક બમણી કરવાના તેમના વિઝનમાં આ નવા પમ્પ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે….  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના કાર્યક્રમ મન કી બાત (Man Ki Bat) માં પણ તેનો ઉલ્લેખ કર્યો છે…. તેમણે પોતે રાજસ્થાનના ભરતપુરના કલેક્ટરને આદેશ કરીને આ ટેકનોલોજી અંગે રિપોર્ટ તૈયાર કરવાનો આદેશ આપ્યો હતો….

આમ છતાં અહીં જોવા જેવું એ છે કે વડાપ્રધાન મોદીના વખાણ અને તેમણે બતાવેલી સક્રિયતા છતાં પણ ગુજરાતના તંત્રએ આ દિશામાં કોઈ જ સક્રિયતા બતાવી નથી…. વિપક્ષે જણાવ્યું હતું કે શાસક પક્ષ વિપક્ષનું ના સાંભળે તો કંઈ નહીં પણ વડાપ્રધાનની ‘મન કી બાત’ તો સાંભળે….

ખેડૂતની રોજની આવક માંડ 20થી 30 રૂપિયા છે…. તેમા પણ ગુજરાતનો ખેડૂત મહિને માંડ દસથી બાર હજાર રૂપિયા રળે છે…. વિપક્ષે દાવો કર્યો હતો કે જો તંત્રએ વડાપ્રધાનની ‘મન કી બાત’ સાંભળી હોત તો પણ ગુજરાતના ખેડૂતોનો ઉદ્ધાર થઈ ગયો હોત….રાજ્યના સંખ્યાબંધ ખેડૂતોની માસિક આવક 18થી 20 હજાર રૂપિયાને વટાવી ગઈ હોત તથા વડાપ્રધાનને પણ તેમનું સ્વપ્ન પૂરુ થયુ હોવાનો આનંદ થયો હોત….

ગુજરાત વિધાનસભા ગૃહમાં ઊર્જા વિભાગની ચાલતી ચર્ચામાં કોંગ્રેસ સમર્થિત ધારાસભ્યએ જણાવ્યું હતું કે વડાપ્રધાનના અનુમોદન છતાં પણ તંત્રએ U.S.P.C.  ટેકનોલોજીથી સજ્જ સોલર કંટ્રોલવાળા સોલર પમ્પને ટેન્ડરમાં જ મૂકવામાં આવ્યું નથી…. આ બાબત તંત્રની નવી એગ્રી ટેકનોલોજી પ્રત્યે અને ખેડૂતો પ્રત્યેની ઉદાસીનતા બતાવે છે…ખેડૂતે બે રૂપિયા વધારે રળી લેત તો તંત્રનું શું બગડી જવાનું હતુ. તે વધારે કમાત તો વધારે ખર્ચી શકતને….આ પમ્પના કારણે ખેડૂતની આવક વધતા તે આર્થિક રીતે સક્ષમ બન્યો હોત….તેના સંતાનો પણ કુપોષણમાંથી બહાર આવી શક્યા હોત અને તેની સાથે સારું શિક્ષણ પણ મેળવી શક્યા હોત…. આમ તંત્રના એક જ પગલાંના લીધે લાખે ખેડૂત કુટુંબના બાળકો કુપોષણથી બચી ગયા હોત….

ફક્ત આટલું જ નહીં U.S.P.C.  ટેકનોલોજીથી સજ્જ સોલર કંટ્રોલવાળો સોલર પમ્પ ચાર જણને રોજગારી પૂરી પાડે છે…. રાજ્યમાં નવી ટેકનોલોજીથી સજ્જ સોલર કંટ્રોલવાળા પમ્પ બેથી અઢી લાખ ખેડૂતોને પૂરા પાડવામાં સરકારને માંડ પાંચ હજાર કરોડનો ખર્ચો આવ્યો હોત અને તેની સાથે કૃષિ ક્ષેત્રમાં દસ લાખથી પણ વધારે લોકોને રોજગારી પૂરી પાડવાની તક મળી હોત…પરંતુ તંત્ર આ પ્રકારની કાર્યવાહી કરવામાં સદંતર નિષ્ફળ ગયું છે….તંત્રના આ પ્રકારના અભિગમના લીધે આગામી સમયમાં ગુજરાતમાં કૃષિ મોરચે સ્થિતિ વણસશે તો તેની જવાબદારી પણ આ જ તંત્રના શિરે રહેશે…..


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: દેશમાં દર 20 મિનિટે થાય છે એક રેપ

આ પણ વાંચો: ભ્રષ્ટાચારને છૂટો દોર આપતું ધ ગુજરાત સ્ટેમ્પ અમેન્ડમેન્ટ બિલ 2025 !

આ પણ વાંચો: પહેલી એપ્રિલથી થશે મહત્વના ફેરફાર