કહેવાય સહકારી ક્ષેત્ર પણ તેમા અસહકારનું રાજકારણ જબરદસ્ત જોવા મળી રહ્યુ છે. હાલમાં અમુલમાં વર્તમાન શાસક પક્ષનું જ શાસન છે, આમ છતાં શાસક પક્ષના જ ધારાસભ્ય તેની સામે મેદાનમાં ઉતરવાના છે. ભાજપના વર્તમાન ધારાસભ્ય ઉમરેઠના ગોવિંદ પરમારે અમુલની ચૂંટણીમાં ઝંપલાવવાનો દાવો કર્યો હતો, પરંતુ પછી હાઈકમાન્ડના દબાણના કારણે તેમણે દાવેદારી પરત ખેંચી લીધી હતી. આ ચૂંટણીનો પ્રભાવ એટલો બધો છે કે એક-એક વોટ માટે સાત-સાત લાખ રૂપિયા ખર્ચવામાં આવી રહ્યા હોવાનું કહેવાઈ રહ્યું છે.
અમુલની ચૂંટણી જાણે વટનું મેદાન બની ગઈ છે. શાસક પક્ષની અંદર જ હુંસાતુંસી જોવા મળી રહી છે. રાજેશ પાઠકે આ ચૂંટણી જીતવા માટે રીતસરની કિલ્લેબંધી કરી હોવાનું કહેવામાં આવે છે. વિરોધના વંટોળ વચ્ચે પણ આ ચૂંટણીમાં ચૂંટાઈ આવવાનો તેને વિશ્વાસ છે.
ગોવિંદ પરમારે હતું કે હું ગયા વખતની ચૂંટણી ફક્ત બે જ મતથી હારી ગયો હતો.તેમણે કબૂલ્યું હતું કે તે હકીકત છે કે મને પક્ષનો મેન્ડેટ મળ્યો નથી, પરંતુ પક્ષે મારી દાવેદારીનો વિરોધ પણ કર્યો નથી, હું પોતે પક્ષપ્રમુખ સી આર પાટિલને જઈને મળી આવ્યો છું અને જણાવી દીધું છે કે હું આ ચૂંટણી લડવાનો હતો, પરંતુ ગોવિંદ પરમારને ચૂંટણી ન લડવા મનાવી લેવાયા છે.
ગોવિંદ પરમારે પાટીલ સાહેબને જણાવ્યું હતું કે હાલમાં સત્તા પર બેઠેલા લોકો કોંગ્રેસમાંથી માંડ અઢી વર્ષ પહેલાં જ ભાજપમાં આવ્યા છે. તેમણે એટલા બધા બધા કૌભાંડો કર્યા છે કે પશુપાલકો બિચારા રાડ પોકારી ઉઠ્યા છે. તેમણે અમુલના વર્તમાન વાઇસ ચેરમેન કાંતિલાલ સોઢાનું નામ લીધા વગર જણાવ્યું હતું કે અમુલમાં નોકરી માટે તેઓ 30-30 લાખ રૂપિયા પડાવે છે. આ ઉપરાંત અમુલના કેટલાય કોન્ટ્રાક્ટમાં તેઓએ કૌભાંડ કર્યા છે અને કેટલાયમાં તેમની ભાગીદારી છે. આ બધાનો ભોગ પશુપાલકો બન્યા છે. તેઓની પણ માંગ છે કે સહકારી ક્ષેત્રના રાજકારણમાં તમારા જેવા સારા માણસની જરૂર છે. જો કે ઉપર મુજબ બધી વાતો કરનારા ગોવિંદ પરમાર છેવટે હાઈકમાન્ડના દબાણ આગળ ઝૂકી ગયા હતા અને ઉમેદવારીપત્રક ભર્યું ન હતું.
આ ઉપરાંત માતરના ભૂતપૂર્વ ધારાસભ્ય કેસરીસિંહે પણ માતર-10ની બેઠક પરથી અમુલની ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. તેમણે પોતાના સમર્થકો સાથે ઉમેદવારી નોંધાવી હતી. તેમણે ચૂંટણીમાં વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેની સાથે વર્તમાન શાસકો પર ભ્રષ્ટાચારને લઈને પ્રહારો કર્યા હતા. કેસરીસિંહે જણાવ્યું હતું કે આ બેઠક પરથી લડીને તેઓ વિશ્વાસ પેનલનું પ્રતિનિધિત્વ કરશે. તેઓ સહકારી ક્ષેત્રના રાજકારણમાંથી ક્ષત્રિયોનો એકડો કાઢવાના પ્રયત્નોને સફળ નહીં થવા દે. તેઓ ક્ષત્રિય સમાજને નુકસાન થાય તેવું પગલું ભરનારાઓને અટકાવવા માટે આ ચૂંટણી લડી રહ્યા છે. સહકારી ક્ષેત્રમાં ક્ષત્રિય સમાજ હાંસિયે ધકેલાઈ ન જાય તે જોવાની જવાબદારી તેમની છે. તેઓ આ જવાબદારી સારી રીતે નીભાવવા માટે પ્રયત્નશીલ છે. તેના ભાગરૂપે જ તેમણે ચૂંટણીમાં ઝંપલાવ્યું છે.
આ પણ વાંચો: મારી પત્ની લેસ્બિયનઃ કાલુપુર સ્વામિનારાયણ મંદિરના ભાવિ ગાદીપતિના આક્ષેપથી ખળભળાટ
આ પણ વાંચો: રાજ્યમાં મોટાપાયા પર લગ્ન નોંધણી કૌભાંડનો ગોપાલ ઇટાલિયાનો આક્ષેપ
આ પણ વાંચો: IPS કેડરમાં પણ હવે સ્ત્રીશક્તિ પર મૂકાતો ભાર
