MANTAVYA Vishesh/ અમેરિકામાં H-1B વિઝાધારકો માટે ન ઘરના કે ન ઘાટના જેવી સ્થિતિ

કહેવત છે કે ન ઘરના કે ન ઘાટના. હાલમાં અમેરિકામાં એચ-1બી વિઝા પર રહેતા ભારતીયો અને તેમા પણ ખાસ કરીને ગુજરાતીઓને આ વાત હાલમાં વધારે લાગુ પડે તેમ છે. તેઓ અમેરિકામાં રહી શકે તેમ નથી અને ભારત જઈ શકે તેમ નથી તેવી સ્થિતિનું નિર્માણ અમેરિકાના ટ્રમ્પ તંત્રની આડોડાઈના કારણે થયું છે.

Mantavya Vishesh

કહેવત છે કે ન ઘરના કે ન ઘાટના. હાલમાં અમેરિકામાં એચ-1બી વિઝા પર રહેતા ભારતીયો અને તેમા પણ ખાસ કરીને ગુજરાતીઓને આ વાત હાલમાં વધારે લાગુ પડે તેમ છે. તેઓ અમેરિકામાં રહી શકે તેમ નથી અને ભારત જઈ શકે તેમ નથી તેવી સ્થિતિનું નિર્માણ અમેરિકાના ટ્રમ્પ તંત્રની આડોડાઈના કારણે થયું છે. અમેરિકાના ટ્રમ્પ તંત્રએ આડોડાઈ કરતાં ડિસેમ્બરમાં એચ-1બીની એપોઇન્ટમેન્ટ હોય તેવા હજારોના વિઝાની એપોઇન્ટમેન્ટ રદ કરી દીધી હતી. હવે બધાની એપોઇન્ટમેન્ટ છેક 2027ની આપી છે તો કેટલાયને હજી સુધી એપોઇન્ટમેન્ટ આવી પણ નથી.

Americaથી આવેલા ભારતમાં ફસાયા

Americaથી આવેલા ભારતમાં ફસાયા

આના કારણે ડિસેમ્બરમાં ભારત આવેલા સંખ્યાબંધ લોકો ભારતમાં ફસાઈ ગયા છે. આમ ટ્રમ્પ તંત્રની એન્ટિ ઇમિગ્રેશન કાર્યવાહી ફક્ત ગેરકાયદે વસેલાઓ પૂરતી જ સીમિત ન રહેતા એચ-1બી વર્કરો સુધી ફેલાઈ છે. આજે ટ્રમ્પે અમેરિકામાં કમસેકમ એવી સ્થિતિનું નિર્માણ કરી દીધું છે કે કંપનીઓ પણ એચ-1બી વર્કર નામ સાંભળતા ભડકે છે. તેને નોકરી પર રાખવા તૈયાર નથી. તેના કારણ ત્યાં એચ-1બી પર હોય અને નોકરી ચાલુ હોય તેમને વાંધો નથી આવતો, પરંતુ વર્તમાન વાતાવરણમાં નોકરી બદલવી શક્ય નથી. આ સિવાય યુનિવર્સિટીમાંથી નવાસવા પાસઆઉટ થયેલા અને કોઈક રીતે એચ-1બી મેળવવામાં સફળ થયેલાઓને તેમની મુદતનો અંત આવે ત્યારે ભારત પરત આવવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

Americaથી આવેલા ભારતમાં ફસાયા

Americaમાં H-1b વિઝાધારકો દેશ છોડીને જઈ શકે તેમ નથી

આજે એચ-1બી વિઝાધારક તેમની પાસે કાયદેસરનો દરજ્જો હોવા છતાં પણ અમેરિકા છોડીને બહાર જઈ શકે તેમ નથી. જ્યારે જે અમેરિકા છોડીને ગયા છે તે પરત આવી શકે તેમ નથી. ટ્રમ્પ ભારતીયો પાછળ જાણે હાથ ધોઈને પડી ગયા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયુ લાગે છે. એચ-1બી વિઝાધારકોએ ગ્રીન કાર્ડ માટે વર્ષો સુધી રાહ જોવાની તો છે, પણ હવે તો એવી સ્થિતિ છે કે સ્ટેમ્પિંગના સ્લોટ પણ મળતા નથી. તેના કારણે કેટલાય ગુજરાતી કુટુંબો માટે ત્યાં રહેવું અશક્ય થઈ ગયું છે.

Americaથી આવેલા ભારતમાં ફસાયા

ટ્રમ્પ તંત્રનું પગલું ગુજરાતીઓને નડ્યું

ટ્રમ્પના આ પગલાંના કારણે કેટલાય ગુજરાતીઓએ બહુ જ આકરા અને કડવા નિર્ણયો લેવાનો સમય આવ્યો છે. એચ-1બી વિઝાધારકોને સલાહ આપવામાં આવી છે કે તેઓ અમેરિકાની બહાર ન જાય. તેના કારણે દર વર્ષે ડિસેમ્બરમાં વતનની વાત પકડતા અને પ્રસંગોમાં હાજરી આપતા એનઆરઆઈ ગુજરાતીઓએ કડવો ઘૂંટ ગળવાનો આવ્યો છે. મહેશ નામનો એક આવો જ બિનનિવાસી ભારતીય પિતાનું મોત થયું હોવા છતાં તે ભારત તેમને અગ્નિદાહ આપવા આવી શક્યો ન હતો. તે અમેરિકામાં લગભગ 17 વર્ષથી રહે છે અને એચ-1બી વિઝા ધરાવે છે. તેનું ગ્રીન કાર્ડ નજીકના ભવિષ્યમાં આવવાનું હોવાથી તે કોઈ જોખમ લઈ શકે તેમ ન હતો. તેથી તેણે હૃદય પર પથ્થર મૂકીને પિતાના અંતિમ સંસ્કારમાં ન આવવાનો નિર્ણય લેવો પડ્યો હતો.

Americaથી આવેલા ભારતમાં ફસાયા

કેટલાય લોકોની એપોઇન્ટમેન્ટ રદ

આ જ રીતે 30 વર્ષનો નિશિથ અમેરિકામાં જોબ ન્યુજર્સીમાં નોકરી કરતો હતો અને તે બે વર્ષ પછી ભારતમાં તેના માબાપને મળવા આવ્યો હતો. તેને એમ હતુ કે બે મહિના પછી પરત જઈશું, તેને હતું કે રજાઓ દરમિયાન જ એચ-1બીનું સ્ટેમ્પિગં કરાવી લઇશું. તેની મુદત 21 ડિસેમ્બરના રોજ પૂરી થતી હતી. પણ તેના અઠવાડિયા પહેલાં જ આવેલા મેસેજના કારણે તેની રાતોની ઊંઘ હરામ થઈ ગઈ છે. તેની એપોઇન્ટમેન્ટ જ ઇમિગ્રેશન સત્તાવાળાઓએ રદ કરી દીધી છે અને હવે પછી ક્યારે આપશે તે જણાવ્યું નથી. તેથી તેને ખબર જ નથી કે હવે તે અમેરિકા કઈ રીતે પરત ફરે. કંપનીએ તેને મદદરૂપ થતાં તેને છ મહિના પછી વર્ક ફ્રોમ હોમ માટે મંજૂરી આપી છે, પરંતુ આ સમયગાળા દરમિયાન પણ જો તેને એચ-1બી વિઝા એપોઇન્ટમેન્ટ ન મળી તો આ નોકરી પણ કેટલો સમય તેના હાથમાં રહેશે તેની તેને ખબર નથી. કદાચ તેના અમેરિકન ડ્રીમનો પણ કાયમ માટે અંત પણ આવી જાય.

Americaથી આવેલા ભારતમાં ફસાયા

દરેક એચ-1બી વિઝાધારકની સોશિયલ મીડિયા પ્રોફાઇલ ચેક કરાશે

ટ્રમ્પ તંત્રનો નિર્ણય છે કે જેટલા પણ એચ-1બી વિઝાધારકો છે તેમની સોશિયલ મીડિયા પ્રોફાઇલ ચેક કર્યા પછી જ તેમના વિશે નિર્ણય લેવામાં આવે, તેના પગલે એચ-1બી વિઝાધારકોની સ્થિતિ કફોડી બની ગઈ છે. હજારો એચ-1બી વિઝાધારકો ત્રિશંકુ જેવી સ્થિતિમાં આવી ગયા છે. તેઓ આગળ વધવું કે પાછળ જવું તે અંગે નિર્ણય જ લઈ શકતાં નથી. ટ્રમ્પ તંત્રના એક નિર્ણયે એચ-1બી વિઝાધારકોને અસમંજસભરી અને અસહાયભરી સ્થિતિમાં મૂકી દીધા છે. આના કારણે હજારો કુટુંબો વિખૂટા પડી ગયા છે. ઘણા ગુજરાતીઓના માબાપ અહીં હોય અને બાળક ત્યાં હોય, પતિ અહીં હોય અને પત્નીને સંતાનો ત્યાં હોય અથવા તો પત્ની અહીં હોય અને પતિ કે સંતાનો ત્યાં હોય અથવા સંતાનો અહીં હોય અને પતિપત્ની ત્યાં હોય તેવી સ્થિતિનું સર્જન થયું છે.

Americaથી આવેલા ભારતમાં ફસાયા

એચ-1બી વિઝાધારકો પર ટ્રમ્પ તંત્રની તવાઈ

આમ એચ-1બી માટે ટ્રમ્પે લાખ ડોલરની કિંમત તો જાહેર કરી, પરંતુ પહેલેથી જ આ કાર્ડ ધરાવનારાઓ પાસેથી ટ્રમ્પ તંત્ર જુદી જ રીતે કિંમત વસૂલી રહ્યુ છે. અમેરિકાના સપના જોનારાઓને અને અમેરિકામાં કાયદેસર રીતે જનારાઓ માટે અમેરિકા હવે દુસ્વપ્ન બની ગયું હોય તેવી સ્થિતિ છે. તેથી ઘણા કટાક્ષમાં કહે છે કે આના કરતાં તો ગેરકાયદે જનારા ખુશી છે. તેઓનું કશું જ ચોપડે ન હોવાથી તેમની તંત્રને કશી જ ખબર હોતી નથી. તેના માટે તંત્રએ ખાસ્સી જહેમત ઉઠાવવી પડે છે. જ્યારે એચ-1બી વિઝાધારક કાયદેસર હોવાથી તેની બધી વિગતો હાથવગી હોય છે. ટ્રમ્પ તંત્ર તેનો બરોબરનો ફાયદો ઉઠાવીને આ કેટેગરીના વિઝાધારકોને હતોત્સાહિત કરી રહ્યુ છે.

Americaથી આવેલા ભારતમાં ફસાયા

એચ-1બી વિઝાધારકોને લોકો નોકરીએ રાખવા તૈયાર નથી

ફક્ત એક વર્ષના શાસનમાં ટ્રમ્પે અમેરિકામાં એવી સ્થિતિનું નિર્માણ કરી દીધું છે કે કોઈપણ એચ-1બી વિઝાધારકને કે ભારતીયો સહિત એશિયનોને નોકરીએ રાખતા અચકાય છે. તેને ડર રહે છે કે ગમે ત્યારે સરકારી એજન્ટ્સ ત્રાટકશે અને તેમનું જીવવું હરામ કરી દેશે. પહેલાં તો ગેરકાયદે વસાહતીઓ ડરતા હતા, પરંતુ હવે તો અમેરિકામાં કાયદેસર રીતે એચ-1બી પર રહેનારા ભારતીયો પણ ડરના વાતાવરણમાં જીવતા થઈ ગયા હોય તેવી સ્થિતિ છે. આ સંજોગોમાં જો તમે અમેરિકન નાગરિક બનવામાં સફળ થાવ તો તેનું રૂડું કશું નથી.


આ પણ વાંચો: પરિવારના વાત પરિવારના પ્લેટફોર્મ પર કરાય, મેવાણીને શક્તિસિંહનો જવાબ

આ પણ વાંચો: કોંગ્રેસમાં કિરીટ પટેલ અને જિજ્ઞેશ મેવાણી વચ્ચે વર્ગવિગ્રહ પરાકાષ્ઠાએ

આ પણ વાંચો: મહેશ વસાવા ભાજપનો ‘ટેસ્ટ’ કરી આવ્યા હતા, હવે કોંગ્રેસનો ‘સ્વાદ’ ચાખેઃ છોટુભાઈ વસાવાનો કટાક્ષ