World News/ અમેરિકામાં રસ્તા વચ્ચે જ પ્લેનનું ક્રેશ લેન્ડિંગ, અનેક ગાડીઓ સાથે અથડાયું

અમેરિકાના (`America) જોર્જિયા રાજ્યના ગેન્સવિલે શહેરમાં એક નાનકડા વિમાને વ્યસ્ત માર્ગ પર ઇમર્જન્સી લેન્ડિંગ કરવું પડ્યું, જેમાં ત્રણ વાહનો સાથે અથડામણ થઈ. એન્જિન ખામીના કારણે પાઇલટે મેયડે કોલ આપી રોડ પર લેન્ડ કરવાનો નિર્ણય લીધો હતો, જેમાં અનેક લોકોને સામાન્ય ઇજાઓ પહોંચી.

World
America

અમેરિકાના (America) જોર્જિયા રાજ્યના ગેન્સવિલે શહેરમાં એક મોટી વિમાન દુર્ઘટના ટળી ગઈ છે. શહેરના વ્યસ્ત માર્ગ પર એક નાનકડા વિમાને અચાનક ઇમર્જન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. લેન્ડિંગ દરમિયાન વિમાન રોડ પર ચાલી રહેલા અનેક વાહનો સાથે અથડાયું હતું, જેના કારણે ઘટના સ્થળે ભારે અફરાતફરી મચી ગઈ હતી.

મીડિયા અહેવાલો મુજબ પોલીસે જણાવ્યું કે આ સિંગલ એન્જિનવાળું હોકર બીચક્રાફ્ટ BE-36 વિમાન હતું, જે બ્રાઉન્સ બ્રિજ રોડ અને પર્લ નિક્સ પાર્કવે વિસ્તારમાં ઉતર્યું હતું. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) અનુસાર, પાઇલટે બપોરે આશરે 12:10 વાગ્યે એન્જિનમાં ખામી હોવાની માહિતી આપી હતી.

અમેરિકામાં પ્લેન ક્રેશ, અનેકવાહનોને લીધા અડફેટે
અમેરિકામાં પ્લેન ક્રેશ, અનેકવાહનોને લીધા અડફેટે

અમેરિકામાં (America) કેવી રીતે બન્યો અકસ્માત?

અમેરિકાની (America) રાષ્ટ્રીય પરિવહન સુરક્ષા બોર્ડ (NTSB) મુજબ, આ વિમાન ગેન્સવિલેના લી ગિલ્મર મેમોરિયલ એરપોર્ટથી ઉડાન ભરીને કેન્ટન સ્થિત ચેરોકી કાઉન્ટી રીજનલ એરપોર્ટ તરફ જઈ રહ્યું હતું. ઉડાન દરમિયાન એન્જિનમાં ગંભીર ટેકનિકલ ખામી સર્જાતા વિમાનને રસ્તા પર લેન્ડ કરવાની ફરજ પડી હતી, જેના કારણે પાઇલટને રસ્તા પર જ લેન્ડિંગ કરવાનો નિર્ણય લેવો પડ્યો હતો.

રોડ પર ભારે ટ્રાફિક હોવાથી વિમાન લેન્ડિંગ પછી ત્રણ વાહનો સાથે અથડાયું હતું. NTSBના જણાવ્યા પ્રમાણે, ઉડાન ભર્યાના થોડા જ સમયમાં પાઇલટને ખામીનો અહેસાસ થયો અને તેમણે ગેન્સવિલે પરત ફરી લેન્ડ કરવાનો પ્રયાસ કર્યો હતો. અટલાન્ટા ન્યૂઝ ફર્સ્ટના અહેવાલ મુજબ, એર ટ્રાફિક કંટ્રોલના ઓડિયોમાં પાઇલટને “મે ડે, મે ડે” કહી મદદ માગતા સાંભળવામાં આવ્યા હતા.

ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે, જેમાં વ્યસ્ત માર્ગ પર વિમાન લેન્ડ થતાં અને વાહનો સાથે અથડાતા દ્રશ્યો દેખાય છે. પોલીસ મુજબ, આ ઘટનામાં અનેક લોકોને સામાન્ય પ્રકારની ઇજાઓ પહોંચી છે. લેન્ડિંગ દરમિયાન વિમાનનું જમણી બાજુનુ પાંખીયુ એક વાહન સાથે ટકરાયું હતું અને ફ્યુઅલ ટેંક SUVમાં ઘૂસી ગઈ હતી.


આ પણ વાંચો:તુર્કી પ્લેન ક્રેશમાં અંકારા પાસે લિબિયાના સૈન્ય વડા જનરલ સહિત 7 લોકોના મોત

આ પણ વાંચો:અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ તંત્ર એક્શન મોડમાં, સુરક્ષાને ધ્યાને લઈને 13 બિલ્ડીંગો તોડાશે

આ પણ વાંચો:યુપીના ફર્રુખાબાદમાં રનવેની સીમામાં પ્લેન ક્રેશ, પાયલોટ, મુસાફરો સુરક્ષિત