sports news/ આજે IPLમાંથી ધોની નિવૃત્તિ લેશે? : પહેલીવાર 20 વર્ષના કરિયરમાં માતા-પિતા સ્ટેડિયમમાં મેચ જોવા પહોંચ્યાં

આજે માહીનાં માતા-પિતા દિલ્હી કેપિટલ્સ સામે રમાઈ રહેલી મેચ જોવા માટે સ્ટેડિયમ પહોંચ્યાં છે

India Top Stories Sports

Sports News : ધોની આજે IPLમાંથી નિવૃત્તિ લેશે તેની સોશિયલ મીડિયા પર ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.ચેન્નઈ સુપર કિંગ્સને પાંચ વખત ટાઇટલ જીત અપાવનાર કેપ્ટન એમએસ ધોની આજે IPLમાંથી નિવૃત્તિની જાહેરાત કરી શકે છે. સોશિયલ મીડિયા પર આવી ચર્ચાઓ ચાલી રહી છે.હકીકતમાં આજે માહીનાં માતા-પિતા દિલ્હી કેપિટલ્સ સામે રમાઈ રહેલી મેચ જોવા માટે સ્ટેડિયમ પહોંચ્યાં છે. માહીની પત્ની સાક્ષી અને પુત્રી ઝીવા પણ તેની સાથે છે, તેથી ચર્ચાઓને બળ મળ્યું છે.

સામાન્ય રીતે સ્ટેડિયમમાં ફક્ત સાક્ષી અને ઝીવા જ જોવા મળે છે, માહીનાં માતા-પિતા સ્ટેડિયમમાં જોવા મળતાં નથી.ધોનીએ 2004માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. 2007માં કેપ્ટન તરીકે તેણે ભારતને T20 વર્લ્ડ કપમાં વિજય અપાવ્યો. 2011માં તેણે ભારતને ODI વર્લ્ડ કપ જીતવામાં પણ મદદ કરી, પરંતુ આ સમય દરમિયાન પણ તેનાં પિતા પાન સિંહ અને માતા દેવકી દેવી તેને જોવા માટે ક્યારેય વિશ્વના કોઈપણ સ્ટેડિયમમાં ગયાં નહોતાં. ધોનીનાં માતા-પિતાનું અચાનક આગમન એવી અટકળોને જન્મ આપવા માટે પૂરતું છે કે આ ધોનીની છેલ્લી મેચ હોઈ શકે છે.સતત બે હાર બાદ ચેન્નઈ સુપર કિંગ્સના હેડ કોચે ધોનીની ફિટનેસ અંગે અપડેટ આપ્યું હતું.

તેમણે કહ્યું હતું કે ધોનીના ઘૂંટણ પહેલાં જેવા નથી અને એના કારણે તે 10 ઓવર સુધી સતત દોડી અને બેટિંગ કરી શકતો નથી. આ કારણોસર તેની બેટિંગ પોઝિશન મેચ અનુસાર નક્કી કરવામાં આવે છે.IPLમાં સૌથી વધુ મેચ રમનારા ખેલાડીઓની યાદીમાં મહેન્દ્ર સિંહ ધોની ટોચ પર છે. તેણે અત્યારસુધીમાં 267 મેચ રમી છે. ધોનીએ ચેન્નઈ સુપર કિંગ્સને પાંચ વખત ટાઇટલ જીતવામાં મદદ કરી છે. તેણે 39.13ની સરેરાશથી 5289 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન, ધોનીએ 24 અડધી સદી પણ ફટકારી. તેણે વિકેટકીપિંગમાં 44 સ્ટમ્પિંગ અને 152 કેચ પણ લીધા છે.

ધોની IPLમાં 100 મેચ જીતનાર એકમાત્ર કેપ્ટન છે. તેણે IPLમાં સૌથી વધુ એટલે કે 226 મેચમાં કેપ્ટનશિપ કરી છે. રોહિત શર્મા આ યાદીમાં બીજા નંબરે છે. તેણે 158 મેચમાં કેપ્ટનશિપ કરી છે.પોતાની કેપ્ટનશિપ હેઠળ ધોનીએ 2023માં છેલ્લી વખત CSKને ચેમ્પિયન બનાવ્યું હતું. તે જ ફાઈનલમાં તેણે છેલ્લી વખત કેપ્ટનશિપ પણ કરી હતી. પોતાની કેપ્ટનશિપ હેઠળ, ધોનીએ 133 મેચમાં ટીમને જીત અપાવી છે, જ્યારે ટીમ 91માં હારી ગઈ.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:આજે GT Vs MI વચ્ચે મુકાબલો, શું અમદાવાદની પીચ પર બેટ્સમેન જીતશે કે બોલરો વાપસી કરશે, જાણો સંપૂર્ણ પીચ રિપોર્ટ

આ પણ વાંચો:CSK vs GT Live Score: ચેન્નાઇએ ગુજરાતને 63 રનથી હરાવ્યું

આ પણ વાંચો:IPL દરમિયાન ઓસ્ટ્રેલિયા vs ભારત ટેસ્ટ સિરીઝનું શેડ્યૂલ જાહેર, ડે-નાઈટ મેચ પણ છે સામેલ