Gujarat Election/ ગુજરાતના આ જિલ્લામાં યુવા મતદારો નિર્ણાયક સાબિત થશે,જાણો

ગુજરાતમાં હાલ ચૂંટણીનું મોસમ પૂરબહાર ખીલી ઉઠ્યું છે. રાજયમાં પ્રચાર તેજ થઇ ગયો છે.ગુજરાતમાં પ્રચાર કરવા માટે રાષ્ટ્રીય નેતાઓ આવી રહ્યા છે

Top Stories Gujarat Gujarat Assembly Election 2022

ગુજરાતમાં હાલ ચૂંટણીનું મોસમ પૂરબહાર ખીલી ઉઠ્યું છે. રાજયમાં પ્રચાર તેજ થઇ ગયો છે.ગુજરાતમાં પ્રચાર કરવા માટે રાષ્ટ્રીય નેતાઓ આવી રહ્યા છે. તમામ પાર્ટીઓ હાલ જિલ્લાની તમામ તાલુકા બેઠક પર ધ્યાન આપી રહી છે, એવામાં ગાંધીનગર જિલ્લામાં કુલ પાંચ બેઠકો માણસા, દહેગામ, કલોલ, ગાંધીનગર ઉત્તર અને ગાંધીનગર દક્ષિણ માટે વોટીંગ થશે. આ પાંચ બેઠકો પર અત્યાર સુધી કોંગ્રેસનો દબદબો રહ્યો છે. હાલ આ પાંચેય બેઠકો માટે ત્રણેય પાર્ટીઓ જોર લગાવી રહી છે પરંતુ જીત એને જ મળશે જેના ખોળે યુવા મતદારો જઇને બેસશે. આ વખતે આ બેઠકો પર યુવા મતદારો નિર્ણાયક ભૂમિકા ભજવશે.

ઉલ્લેખનીય છે કે    કુલ મતદારોના 1.50 ટકા મતદારો કે જેઓ 18 થી 19 વર્ષની વયજૂથના છે,અંદાજિત  27,599 મતદારો પ્રથમ વખત મતદાન કરીને લોકશાહીના મહાપર્વ સમાન ચૂંટણીમાં ભાગ લેશે,ગાંધીનગર જિલ્લાના પાંચ વિધાનસભા મતદાર વિભાગમાં કુલ- 13,25,604 મતદારો નોંધાયેલા છે. ગાંધીનગર જિલ્લામાં મતદાન કરવાની ઉંમરથી એક દાયકા મુજબ જોઇએ તો 30 થી 39 વર્ષની વય ધરાવતા મતદારોની સંખ્યા સૌથી વધુ 3,33,715 એટલે કે કુલ મતદારોના 18.18 ટકા હિસ્સો આ વય જૂથમાં સમાવેશ થતા મતદારોનો થાય છે.

જયારે  18-19 વર્ષની વય ધરાવતા અને પ્રથમ વખત મતદાન કરનાર મતદારોની સંખ્યા 27,599 છે. જે કુલ મતદારોના 1.50 ટકા હિસ્સો ધરાવે છે. જ્યારે 20 થી 29 વર્ષની વય મર્યાદામાં આવતા મતદારો 2,66,668 છે. જે કુલ મતદારોમાં 14.52 ટકા હિસ્સો ધરાવે છે.આ જ રીતે 40-49 વર્ષની ઉંમર ધરાવતા મતદારો કુલ મતદાનમાં 14.54 ટકા મતદાનનો હિસ્સો ઘરાવે છે. જેમની સંખ્યા 2,66,995 જેટલી થાય છે. બીજી તરફ 50 થી 59 વર્ષની વય ધરાવતા કુલ 2,08,328 મતદારો કુલ મતદાનમાં 11.35 ટકા હિસ્સો ઘરાવે છે. જ્યારે 60 થી 69 વચ્ચેની વયના 1,33,663 મતદારો અને 70-79 વયના 64,366 મતદારો નોંધાયેલા છે. જેઓ કુલ મતદાનમાં અનુક્રમે 7.28 ટકા અને 3.51 ટકા હિસ્સો ઘરાવે છે. આ સાથે જ 80 વર્ષથી ઉપરની વયના કુલ મતદારો 24,270 છે. જે કુલ મતદાનમાં 1.32 ટકા હિસ્સો ધરાવે  છે.